________________
[ ૨૧૮ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
અનિંદ્રિય), કષાય-૫(૪ કષાય + અકષાય), વેશ્યા-૭(૬ લેશ્યા + અલેશ્યા), યોગ-૪(૩ યોગ + અયોગી), ઉપયોગ-૨, જ્ઞાન-૫, અજ્ઞાન-૩, દર્શન-૩, ચારિત્ર-૭(૫ ચરિત્ર + દેશવિરતિ + અચારિત્ર), વેદ-૪ (૩ વેદ + અવેદી) = કુલ ૪૭ પ્રકારના પરિણામો હોય છે. વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવોમાં પરિણામો:२० वाणमंतरा गइपरिणामेणं देवगइया जहा असुरकुमारा । एवं जोइसिया वि, णवरं लेस्सापरिणामेणं तेउलेस्सा । वेमाणिया वि एवं चेव, णवरं लेस्सापरिणामेणं तेउलेस्सा वि पम्हलेस्सा वि सुक्कलेस्सा वि । से तं जीवपरिणामे । ભાવાર્થ-વાણવ્યંતર દેવો ગતિ પરિણામથી દેવગતિક છે, આ રીતે પરિણામ સંબંધી સમસ્ત વક્તવ્યતા, અસુરકુમારોની જેમ જ જાણવી.
આ જ રીતે જયોતિષી દેવોના સમસ્ત પરિણામોના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા માત્ર એ છે કે વેશ્યા પરિણામથી તેઓ માત્ર તેજલેશ્યાયુક્ત જ હોય છે.
વૈમાનિક દેવોની પરિણામ સંબંધી પ્રરૂપણા પણ આ જ પ્રમાણે જાણવી જોઈએ, વિશેષતા એ છે કે લેશ્યા પરિણામથી તેઓ તેજોલેશી, પત્રલેશી અને શુક્લલેશી હોય છે આ જીવ પરિણામ છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં ક્રમશઃ વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવોના પરિણામ સંબંધી પ્રરૂપણા અસુરકુમારના અતિદેશપૂર્વક કરવામાં આવી છે.
વાણવ્યતર જાતિના દેવોમાં અસુરકુમારની જેમ ૩૧ પ્રકારના પરિણામો હોય છે. જ્યોતિષી દેવામાં એક માત્ર તેજોલેશ્યા છે, તેથી તેમાં ગતિ–૧, ઇન્દ્રિય-૫, કષાય-૪, વેશ્યા-૧, યોગ-૩, ઉપયોગ–૨, જ્ઞાન-૩, અજ્ઞાન-૩, દર્શન–૩, અચારિત્ર-૧, વેદ-૨ = કુલ ૨૮ પ્રકારના પરિણામો હોય છે.
સૂત્રપાઠમાં અહીં વૈમાનિક દેવોનું સમુચ્ચય કથન છે તેથી તેમાં સમુચ્ચય ત્રણ શુભલેશ્યા કહી છે. તેમાંથી પહેલા-બીજાદેવલોકમાં તેજોલેશ્યા, ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકમાં પાલેશ્યા અને છઠ્ઠા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી એક શુક્લલેશ્યા હોય છે.
દર્શન પરિણામમાં નવ રૈવેયક સુધી ત્રણ દર્શન અને પાંચ અનુત્તર વિમાનમાં એક સમ્યગદર્શન હોય છે.
વેદ પરિણામમાં પહેલા, બીજા દેવલોકમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ, તે બે વેદ હોય છે અને ત્રીજા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીમાં એક પુરુષવેદ હોય છે.
આ રીતે પહેલા, બીજા દેવલોકમાં જ્યોતિષી દેવોની જેમ ૨૮ પ્રકારના પરિણામો છે. ત્રીજા દેવલોકથી નવ રૈવેયક સુધીમાં સ્ત્રીવેદને બાદ કરતાં ૨૭ પ્રકારના પરિણામો છે. પાંચ અનુત્તર વિમાનમાં ત્રણ અજ્ઞાન અને મિથ્યાદષ્ટિને બાદ કરતાં ૨૪ પ્રકારના પરિણામો હોય છે અને સમુચ્ચય રીતે વૈમાનિક જાતિના દેવોમાં ગતિ-૧, ઇન્દ્રિય-પ, કષાય-૪, વેશ્યા-૩ શુભ, યોગ-૩, ઉપયોગ-૨, જ્ઞાન–૩, અજ્ઞાન–૩, દર્શન-૩, અચારિત્ર-૧, વેદ-૨ = ૩૦ પ્રકારના પરિણામ હોય છે.