________________
[ ૨૧૨ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
ગણના કરતાં ચારિત્ર પરિણામના કુલ ૫+૨ = ૭ ભેદ થાય છે. (૧૦) વેદ પરિણામ-વેદ મોહનીય કર્મના ઉદયથી ભોગની ઇચ્છા થવી તે વેદ પરિણામ છે. ત્રણ વેદના આધારે વેદ પરિણામના ત્રણ પ્રકાર છે અને વેદ મોહનીય કર્મનો ઉપશમ કે ક્ષય થતાં અવેદ પરિણામ પ્રગટ થાય છે. તેથી વેદ પરિણામના ૩+ ૧(અવેદ પરિણામ) = ૪ ભેદ થાય છે.
દશ પરિણામોના ઉત્તર ભેદોમાં–અનિદ્રિય પરિણામ, અકષાય પરિણામ, અલેશ્યા પરિણામ, અયોગ પરિણામ, અચારિત્ર પરિણામ, દેશવિરતિ પરિણામ અને અવેદ પરિણામનું કથન નથી, પરંતુ ત્યાર પછીના ૨૪ દંડકના વર્ણનમાં આ સર્વ બોલોનું કથન યથાસ્થાને થયું છે. તેથી થોકડામાં તે સર્વનો સમાવેશ ઉત્તર ભેદોની ગણનામાં કર્યો છે.
આ રીતે સૂત્રના તાત્પર્યથી દશ પ્રકારના પરિણામોના ઉત્તર ભેદ ક્રમશઃ ૪+૪+૫+૭+૪+ ૨+૮+૩+૭+૪ = ૫૦ થાય છે. દશપ્રકારના પરિણામોના ક્રમની સાર્થકતા - વૃત્તિકારે દશ પ્રકારના પરિણામના ક્રમની સાર્થકતાને સિદ્ધ કરી છે.
૧. સંસારી જીવોમાં ઔદયિક આદિ ભાવોને આશ્રિત સર્વ ભાવો ગતિ પરિણામ સિવાય પ્રગટ થતા નથી, તેથી સર્વ પ્રથમ ગતિ પરિણામ છે. ૨. પ્રત્યેક ગતિના જીવોને ઓછામાં ઓછી એક ઇન્દ્રિય અવશ્ય હોય છે તેથી ત્યાર પછી ઇન્દ્રિય પરિણામ છે. ૩.ઇન્દ્રિય પરિણામ થવાથી ઇષ્ટ-અનિષ્ટવિષયોમાં રાગદ્વેષના પરિણામ થાય છે માટે ત્યાર પછી કષાય પરિણામ છે. ૪. કષાય પરિણામ હોય ત્યાં લેશ્યા પરિણામ અવશ્ય હોય છે. લેશ્યા વિના કષાય હોતા નથી. વેશ્યા પરિણામ ૧૩ ગુણસ્થાન સુધી હોય છે પરંતુ કષાય પરિણામ દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન સુધી જ હોય છે. ૧૧-૧૨-૧૩ મા ગુણસ્થાને કષાયના ભાવો વિના પણ લેશ્યા હોય છે, તેથી કષાય પછી લેશ્યા પરિણામ છે. ૫.લેશ્યા યોગના પરિણામરૂપ છે, કારણ કે યોગ પરિણામો તેરા I તેથી લેણ્યા પછી યોગ પરિણામ છે. ૬. સંસારી જીવોને યોગ પરિણામ થયા પછી ઉપયોગના પરિણામ થાય છે, તેથી ત્યારપછી ઉપયોગ પરિણામ છે. ૭.ઉપયોગ પરિણામ સાકારજ્ઞાનાત્મક હોય છે, તેથી ત્યારપછી જ્ઞાન પરિણામ છે. જ્ઞાન પરિણામ બે પ્રકારે છે– સમ્યજ્ઞાન પરિણામ અને મિથ્યા જ્ઞાન પરિણામ, તેથી જ્ઞાન પરિણામ પછી અજ્ઞાન પરિણામ છે.૮, જ્ઞાન અને અજ્ઞાન પરિણામ સમ્યગ્દર્શન કે મિથ્યાદર્શન સિવાય થતા નથી, તેથી ત્યારપછી દર્શન પરિણામ છે. ૯.સમ્યગુ જ્ઞાન અને સમ્યગદર્શનના પ્રભાવે જીવની ભાવવિશુદ્ધિ થતા ક્રમશઃ ચારિત્રાવરણ કર્મના ક્ષયોપશમે ચારિત્ર પરિણામ થાય છે, માટે દર્શન પરિણામ પછી ચારિત્ર પરિણામ છે. ૧૦. ચારિત્ર પરિણામથી મહાસત્ત્વવાળા વીર્યવાન આત્માઓ વેદ પરિણામનો નાશ કરે છે, માટે ચારિત્ર પછી વેદ પરિણામ છે. દશ પ્રકારના પરિણામ અને તેના ૫૦ ભેદ:પરિણામ | ભેદ
વિવરણ ૧ ગતિ પરિણામ | ૪ | નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ પરિણામ ૨ ઇન્દ્રિય પરિણામ શ્રોતેંદ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જીલૅન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, અનિન્દ્રિય પરિણામ ૩ કષાય પરિણામ ક્રોધ, માન, માયા, લોભ કષાય અને અકષાય પરિણામ ૪ લેશ્યા પરિણામ | ૭ | કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પધ, શુક્લલેશ્યા પરિણામ અને અલેશ્યા પરિણામ