________________
| તેરમું પદઃ પરિણામ
[ ૨૧૧]
इत्थिवेयपरिणामे, पुरिसवेयपरिणामे, णपुंसगवेयपरिणामे । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! વેદ પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વેદ પરિણામના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે–(૧) સ્ત્રીવેદ પરિણામ (૨) પુરુષવેદ પરિણામ અને (૩) નપુંસક વેદ પરિણામ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવના દશ પ્રકારના પરિણામ અને તેના ઉત્તર ભેદોનું નિરૂપણ છે. (૧) ગતિ પરિણામ-ગતિ નામકર્મના ઉદયથી જીવ નરકાદિ ગતિમાં જન્મ ધારણ કરેતેને ગતિ પરિણામ કહે છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, તે ચાર ગતિના આધારે ગતિ પરિણામના ચાર પ્રકાર છે. (૨) ઇન્દ્રિય પરિણામ-ફન્સનારૂન્ટા આત્મજ્ઞાનના પર્યયોજ તળેલું જ્ઞાનરૂપ ઐશ્વર્યના યોગથી આત્મા ઇન્દ્ર છે. ઇન્દ્રનું લિંગ અર્થાત્ આત્માની ઓળખનું સાધન, તે ઇન્દ્રિય છે. શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જીલૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય, તે પાંચ ઇન્દ્રિયની અપેક્ષાએ ઇન્દ્રિય પરિણામના પાંચ ભેદ છે. કેવલી ભગવાનને કેવળજ્ઞાન હોવાથી ઇન્દ્રિય જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી તેથી તે જીવોને અનિન્દ્રિય પરિણામ હોય છે. આ રીતે ઇન્દ્રિય પરિણામના પ+૧(અનિન્દ્રિય પરિણામ) = ૬ ભેદ થાય છે. (૩) કષાય પરિણામ જર્ષનિહિંસન્નિપ્રાણિનો સ્મિન્નિતિ છેષઃ સંસારસ્તમર્યતે તિષય: જેમાં પ્રાણી પરસ્પર એકબીજાની હિંસા કરે છે તે કષ, આય એટલે સંસારને પ્રાપ્ત કરાવે તે કષાય. કષાયના ક્રોધ, માન, માયા, લોભ, તે ચાર પ્રકાર છે અને કષાયનો ઉપશમ કે ક્ષય થઈ જાય ત્યારે જીવ વીતરાગી થાય છે. તે જીવોને અકષાય પરિણામ પ્રગટ થાય છે. કષાય પરિણામના ૪+૧(અકષાય પરિણામ) = ૫ ભેદ થાય છે. (૪) વેશ્યા પરિણામ- કષાય અને યોગથી અનુરંજિત આત્મ પરિણામોને વેશ્યા કહે છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પધ અને શુક્લ, તે વેશ્યાના છ પ્રકારની અપેક્ષાએ લેશ્યા પરિણામના છ પ્રકાર છે તથા કષાય અને યોગનો નાશ થતાં અયોગી કેવળીને અલેશ્યા પરિણામ પ્રગટ થાય છે, તેથી વેશ્યા પરિણામના
+ ૧(અલેશ્યા પરિણામ) = ૭ ભેદ થાય છે. (૫) યોગ પરિણામ– મન, વચન, કાયાના વ્યાપારને યોગ કહે છે. તેના ત્રણ પ્રકાર છે અને યોગનો નાશ થતાં અયોગ પરિણામ પ્રગટ થાય છે, તેથી યોગ પરિણામના ૩+૧(અયોગ પરિણામ) = ૪ ભેદ થાય છે. (૬) ઉપયોગ પરિણામ- ચેતના શક્તિના સાકાર-જ્ઞાનાત્મક અને અનાકાર-દર્શનાત્મક વ્યાપારને ઉપયોગ કહે છે. તેના બે ભેદ છે– સાકારોપયોગ અને અનાકારોપયોગ. (૭) શાન-અજ્ઞાન પરિણામ- મતિજ્ઞાનાદિ પરિણામને જ્ઞાન પરિણામ કહે છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના આધારે જ્ઞાન પરિણામના પાંચ ભેદ છે અને અજ્ઞાન પરિણામના ત્રણ ભેદ છે, તેથી જ્ઞાન-અજ્ઞાન પરિણામના કુલ ૫+૩ = ૮ ભેદ થાય છે. (૮) દર્શન પરિણામ– સમ્યગુદર્શનાદિ પરિણામને દર્શન પરિણામ કહે છે. તેના ત્રણ ભેદ છે– સમ્યગુદર્શન, મિથ્યાદર્શન અને મિશ્રદર્શન પરિણામ. (૯) ચારિત્ર પરિણામ- સામાયિક ચારિત્ર આદિના પરિણામોને ચારિત્ર પરિણામ કહે છે. પાંચ ચારિત્રના આધારે ચારિત્ર પરિણામના પાંચ પ્રકાર છે. તે ઉપરાંત દેશવિરતિ ચારિત્ર અને અચારિત્રના પરિણામની