________________
[ ૨૧૦]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
પરિણામના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) મનોયોગ પરિણામ (૨) વચનયોગ પરિણામ અને (૩) કાયયોગ પરિણામ. |८|उवओगपरिणामेणंभंते !कइविहे पण्णते? गोयमा !दुविहे पण्णत्ते, तंजहा-सागारोवओगपरिणामे य, अणागारोवओगपरिणामे य।। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! ઉપયોગ પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ઉપયોગ પરિણામના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સાકારોપયોગ પરિણામ અને (૨) અનાકારોપયોગ પરિણામ. | ९ णाणपरिणामेणं भंते!कइविहे पण्णत्ते? गोयमा!पंचविहे पण्णत्ते । तंजहा- आभिणि बोहियणाणपरिणामे, सुयणाणपरिणामे, ओहिणाणपरिणामे, मणपज्जजवणाणपरिणामे, केवल णाणपरिणामे। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! જ્ઞાન પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! જ્ઞાન પરિણામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે–(૧) મતિજ્ઞાન પરિણામ, (૨) શ્રુતજ્ઞાન પરિણામ, (૩) અવધિજ્ઞાન પરિણામ (૪) મન:પર્યવજ્ઞાન પરિણામ અને (૫) કેવળજ્ઞાન પરિણામ. |१० अण्णाणपरिणामेणं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! तिविहे पण्णत्ते, तं जहामइअण्णाणपरिणामे, सुयअण्णाणपरिणामे, विभंगणाणपरिणामे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અજ્ઞાન પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! અજ્ઞાન પરિણામના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે–(૧) મતિ અજ્ઞાન પરિણામ (૨) શ્રુત અજ્ઞાન પરિણામ અને (૩) વિર્ભાગજ્ઞાન પરિણામ. | ११ दसणपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! तिविहे पण्णत्ते, तं जहासम्मदसणपरिणामे,मिच्छादसणपरिणामे, सम्मामिच्छादसणपरिणामे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દર્શન પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! દર્શન પરિણામના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સમ્યગુદર્શન પરિણામ, (૨) મિથ્યાદર્શન પરિણામ અને (૩) મિશ્રદર્શન પરિણામ. | १२ चरित्तपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहासामाइय-चरित्तपरिणामे, छेदोवट्ठावणिय-चरित्तपरिणामे, परिहारविसुद्धिय-चरित्तपरिणामे, सुहुमसंपराय-चरित्तपरिणामे, अहक्खाय-चरित्तपरिणामे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ચારિત્ર પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ચારિત્ર પરિણામના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સામાયિક ચારિત્ર પરિણામ (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર પરિણામ (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર પરિણામ (૪) સૂક્ષ્મસંપરા ચારિત્ર પરિણામ અને (૫) યથાખ્યાત ચારિત્ર પરિણામ. |१३ वेयपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! तिविहे पण्णत्ते, तं जहा