________________
તેરમું પદઃ પરિણામ
૨૧૩
પ યોગ પરિણામ | ૪ | મનયોગ. વચનયોગ. કાયયોગ અને અયોગ પરિણામ ૬ ઉપયોગ પરિણામ | ૨ સાકારોપયોગ પરિણામ, અનાકારોપયોગ પરિણામ ૭ જ્ઞાન-અજ્ઞાન
પાંચ જ્ઞાન–મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન; પરિણામ
ત્રણ અજ્ઞાન–મતિ અજ્ઞાન, શ્રુતાજ્ઞાન, વિર્ભાગજ્ઞાન પરિણામ. ૮ દર્શન પરિણામ | ૩ સમ્યગદર્શન, મિથ્યાદર્શન, મિશ્રદર્શન પરિણામ ૯ ચારિત્ર પરિણામ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્ર,
દેશવિરતિ ચારિત્ર અને અચારિત્ર પરિણામ ૧૦ વેદ પરિણામ | ૪ | સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, અવેદક પરિણામ
૨૦ | નૈરયિકોમાં પરિણામો:|१४ णेरइया गइपरिणामेणं णिरयगइया, इंदियपरिणामेणं पंचिंदिया, कसायपरिणामेणं कोहकसाई वि जाव लोभकसाई वि, लेस्सापरिणामेणं कण्हलेस्सा विणीललेस्सा वि काउलेस्सा वि, जोगपरिणामेणंमणजोगी विवइजोगी विकायजोगी वि, उवओगपरिणामेणं सागारोवउत्ता वि अणागारोवउत्ता वि,णाणपरिणामेणं आभिणिबोहियणाणी विसुयणाणी विओहिणाणी वि, अण्णाणपरिणामेणंमइअण्णाणी विसुयअण्णाणी विविभंगणाणी वि,दसण परिणामेणं सम्मट्ठिी वि मिच्छादिट्ठी वि, सम्मामिच्छादिट्ठी वि, चरित्तपरिणामेणं णो चरित्ती णो चरित्ताचरिती अचरित्ती, वेदपरिणामेणं णो इत्थिवेयगा णो पुरिसवेयगा णपुंसगवेयगा। ભાવાર્થ:- નૈરયિકો ગતિ પરિણામની અપેક્ષાએ નરકગતિક (નરક ગતિ યુક્ત) છે; ઇન્દ્રિયપરિણામથી પંચંદ્રિય છે, કષાય પરિણામથી ક્રોધ કષાયી વાવત લોભ કષાયી છે; વેશ્યા પરિણામથી કૃષ્ણલેશી, નીલલેશી અને કાપોતલેશી છે; યોગ પરિણામથી મનયોગી, વચનયોગી અને કાયયોગી છે; ઉપયોગ પરિણામથી સાકારોપયોગી અને અનાકારોપયોગી છે; જ્ઞાન પરિણામથી મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની છે. અજ્ઞાન પરિણામથી મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છે; દર્શન પરિણામથી સમ્યગૃષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે અને મિશ્ર સમ્યગુદષ્ટિ પણ છે; ચારિત્ર પરિણામથી ચારિત્રી નથી, ચારિત્રાચારિત્રી નથી, અચારિત્રી છે; વેદ પરિણામથી નારકી જીવો સ્ત્રીવેદી નથી, પુરુષવેદી નથી, પરંતુ નપુંસકવેદી છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં નૈરયિકોમાં ગતિ આદિ દશ પરિણામમાંથી પ્રાપ્ત થતાં પરિણામોનું નિરૂપણ છે. લેશ્યા પરિણામ– નૈરયિકોને ત્રણ અશુભ લેશ્યા જ હોય છે. તેમાં પહેલી બે નરકમાં કાપોતલેશ્યા, ત્રીજી નરકમાં કાપોત અને નીલલેશ્યા, ચોથી નરકમાં નીલ વેશ્યા, પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણલેશ્યા, છઠ્ઠી- સાતમી નરકમાં કૃષ્ણલેશ્યા હોય છે. અહીં સૂત્રપાઠમાં નરક ગતિમાં સમુચ્ચય ત્રણ લેશ્યાનું કથન કર્યું છે.