________________
૨૦૮
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
_
_
– તેરમું પદઃ પરિણામ 27/7/27/28/27/2E7I પરિણામના પ્રકાર:| १ कइविहे णं भंते ! परिणामे पण्णत्ते? गोयमा !दुविहे परिणामे पण्णत्ते, तं जहाजीवपरिणामे य अजीवपरिणामे य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! પરિણામના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પરિણામના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– જીવ પરિણામ અને અજીવ પરિણામ. વિવેચન -
પરિણામ-પ્રસ્તુત સૂત્રગત પરિણામ' શબ્દ આગમિક પારિભાષિક શબ્દ છે. તેનો વ્યુત્પત્તિલભ્ય અર્થ આ પ્રમાણે થાય છે–પરિણમનપરિણામ: શ્વિત અવસ્થિત€ વસ્તુનઃ પૂર્વ અવસ્થા પરિત્યાન ૩ત્તરાવસ્થામાં અવસ્થિત વસ્તુમાં પૂર્વાવસ્થાનો ત્યાગ કરીને ઉત્તરાવસ્થાની પ્રાપ્તિ થવી, તે પરિણામ છે. એક પર્યાયનું બીજી પર્યાયમાં, એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરિત થવું તે પરિણામ છે.
જૈન દર્શનની દષ્ટિએ પ્રત્યેક પદાર્થ પરિણમનશીલ અને નિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ વસ્ત નિત્ય હોવા છતાં તેની અવસ્થાઓ સતત બદલાતી જ રહે છે. આ રીતે વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. વસ્તુના અનિત્ય ધર્મના આધારે જ તેમાં પરિણમન થયા કરે છે.
ત્રિકાલસ્થાયી દ્રવ્ય પોતાના સતુ સ્વરૂપમાં અવસ્થિત રહીને ધર્માન્તરને કે અવસ્થાન્તરને પામે છે, તે જ પરિણામ છે. દ્રવ્ય સર્વથા નિત્ય પણ રહેતું નથી અને તેનો સર્વથા વિનાશ પણ થતો નથી. તે સત્ પદાર્થો વિવિધ અવસ્થાઓ ધારણ કરતા રહે છે, તે જ પરિણામ છે.
જેમ કે- આત્મ દ્રવ્ય સ્વયં સત સ્વરૂપે હંમેશાં સ્થિત રહીને નારકી, તિર્યંચ આદિ અવસ્થાઓ ધારણ કરે છે તે જીવ પરિણામ છે.
પૂર્વવતી સતુ પર્યાયનો વિનાશ થવો અને ઉત્તરવર્તી અસતુ પર્યાયનો પ્રાદુર્ભાવ થવો તે પરિણામ છે. જેમ કે એક મનુષ્ય મરીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે તો તેના આત્મદ્રવ્યમાં વર્તતી મનુષ્ય પર્યાયનો નાશ થઈને ત્યાર પછી દેવપર્યાય ઉત્પન્ન થાય છે. આ પ્રકારે અવસ્થાઓનું પરિવર્તન થાય તે પરિણામ છે. પરિણામના ભેદ – જીવ અને અજીવ બંને દ્રવ્યમાં ઉપરોક્ત પ્રકારે પરિણમન થયા જ કરે છે તેથી પરિણામના બે પ્રકાર છે– (૧) જીવ દ્રવ્યમાં થતાં પરિણમનને જીવ પરિણામ અને (૨) અજીવ દ્રવ્યમાં થતાં પરિણમનને અજીવ પરિણામ કહે છે. જીવ પરિણામના ભેદ-પ્રભેદઃ| २ जीवपरिणामे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दसविहे पण्णत्ते, तं जहागइपरिणामे, इंदियपरिणामे, कसायपरिणामे, लेस्सापरिणामे, जोगपरिणामे, उवओगपरिणामे,