________________
| તેરમું પદ પરિણામ
૨૦૭
તેરમું પદ પરિચય છે છે છેક છે. ર છે છે. છેક છે. જ
ક છ છે. છેક છે
આ પદનું નામ પરિણામ પદ .
પરિણામ શબ્દના અહીં બે અર્થ અભિપ્રેત છે– (૧) મૂળ સ્વરૂપને છોડ્યા વિના દ્રવ્યોનું એક અવસ્થામાંથી બીજી અવસ્થા(પર્યાય)માં પરિવર્તિત થવાને પરિણામ કહે છે. (૨) પૂર્વવર્તી વિદ્યમાન પર્યાયના વિનાશ અને ઉત્તરવર્તી અવિદ્યમાન પર્યાયના પ્રાદુર્ભાવને પરિણામ કહે છે. આ પદમાં જીવ અને અજીવ બંનેના પરિણામોનો વિચાર કરવામાં આવ્યો છે.
જૈન દર્શનાનસાર કોઈપણ વસ્તુનો સર્વથા વિનાશ થતો નથી, તેનું રૂપાંતર કે અવસ્થાંતર થાય છે. પૂર્વની અવસ્થાનો નાશ થાય છે અને નવી અવસ્થાનો પ્રાદુર્ભાવ થાય છે. વસ્તુનો આ પ્રકારનો ધ્રુવ સ્વભાવ છે.
વસ્તુમાં બે અંશ છે. એક અંશ ધ્રુવ–શાશ્વત છે અને બીજો અંશ અશાશ્વત પરિવર્તનશીલ છે. વસ્તુનો ધ્રુવ અંશ હંમેશાં સ્વરૂપમાં સ્થિત રહે છે અને અશાશ્વત અંશમાં ઉત્પાદ, વ્યય રૂ૫ પરિવર્તન થયા કરે છે. આ રીતે વસ્તુ પોતાના સ્વરૂપમાં સ્થિર રહીને પરિણમન પામે છે. વસ્તુનું પરિણમન થવું, તે જ પરિણામ છે.
છ એ દ્રવ્યમાં પર્યાયોનું પરિણમન સતત થયા જ કરે છે. તેમ છતાં સંસારી જીવોની અને પુદ્ગલોની પરિવર્તન પામતી વિવિધ અવસ્થાઓ પ્રત્યક્ષ દેખાય છે. આ પદમાં સંસારી જીવોની મુખ્યતાએ જીવ દ્રવ્યના દશ પરિણામોનું અને અજીવ દ્રવ્યમાં પુલાસ્તિકાય દ્રવ્યની મુખ્યતાએ દશ પ્રકારના પરિણામ અને તેના ભેદોનું કથન કર્યું છે. તેમ છતાં અગુરુલઘુ પરિણામ ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્યમાં પણ હોય છે.
આ પદમાં દશ પ્રકારના જીવ પરિણામના પ્રભેદોનું કથન કરીને ત્યારપછી ૨૪ દંડકના જીવોમાં પ્રાપ્ત થતાં પરિણામોનું નિરૂપણ છે અને ત્યારપછી અજીવ પરિણામોના ભેદ-પ્રભેદોનું પ્રતિપાદન છે.