________________
બારમું પદ : શરીર
ते बद्धेल्लया जाव तासि णं सेढीणं विक्खंभसूई (...) बेछप्पण्णंगुलसयवग्ग-पलिभागो पयरस्स । मुक्केल्लया जहा ओहियओरालिया ।
૨૦૩
आहारयसरीरा जहा णेरइयाणं तहा भाणियव्वा । तेयग-कम्मगसरीरा जहा एए सिं चेव वेडव्विया तहा भाणियव्वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યોતિષ્ક દેવોના ઔદારિક શરીર કેટલા છે ? ઉત્તર- હે ગૌતમ ! જ્યોતિષ્ક દેવોના ઔદારિક શરીરો નારકોના ઔદારિક શરીરની સમાન છે. પ્રશ્ન– હે ભગવન્ ! જ્યોતિષ્મ દેવોના વૈક્રિય શરીર કેટલા છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેઓને બે પ્રકારના વૈક્રિય શરીર છે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર યાવત્ તેઓની વિભ સૂચી સુધીનું વર્ણન વ્યંતર દેવોની જેમ કહેવું. પ્રતરના પૂરણ અપહારમાં બસો છપ્પન અંગુલ વર્ગ ક્ષેત્રમાં એક એક જ્યોતિષી દેવને રાખે તો પ્રતર પૂરિત થાય તેટલા જ્યોતિષી દેવો છે અથવા બસો છપ્પન અંગુલ વર્ગ ક્ષેત્રથી એક એક જ્યોતિષીનો અપહાર થાય તો આખો પ્રતર ખાલી થઈ જાય તેટલા જ્યોતિષી દેવો છે. તેના મુક્ત વૈક્રિય શરીર ઔધિક મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા. જ્યોતિ દેવોના આહારક શરીર નારકોના આહારક શરીર પ્રમાણે જાણવા અર્થાત્ બદ્ધ આહારક શરીર નથી અને મુક્ત આહારક શરીર અનંત છે. જ્યોતિષ્ક દેવોના બદ્ધ-મુક્ત તૈજસ-કાર્પણ શરીર તેના બદ્ર-મુક્ત વૈક્રિય શરીર જેટલા છે.
વિવેચનઃ
જ્યોતિષ્મ દેવોને બદ્ધ ઔદારિક અને બદ્ધ આહારક શરીર નથી. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના સમય પ્રમાણ છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગની અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશ પ્રમાણ છે. વ્યંતર દેવોની જેમ જ્યોતિષ્મ દેવોમાં પણ સૂત્રકારે વિધ્યુંભ સૂચીનું માપ અધ્યાહાર રાખ્યું છે. ટીકાકારે તેની સ્પષ્ટતા કરી છે કે વ્યંતરો કરતાં જ્યોતિષી દેવો સંખ્યાતગુણ અધિક છે માટે તેઓની વિધ્યુંભ સૂચી સંખ્યાતગુણ અધિક જાણવી. પાઠના આ અધ્યાહારને સૂચવવા મૂળપાઠમાં (...) આ નિશાન પ્રસ્તુત સૂત્રમાં મૂક્યું છે. અહીં જ્યોતિષીની અસંખ્ય સંખ્યાનું પરિમાણ બતાવતા શાસ્ત્રકારે કહ્યું છે કે ૨૫૬ અંગુલ વર્ગ પ્રમાણ પ્રતરખંડ પર એક એક જ્યોતિષ્કના બદ્ધ વૈક્રિય શરીરને સ્થાપે તો સંપૂર્ણ પ્રતર વૈક્રિય શરીરથી ભરાઈ જાય અથવા તે સ્થાપિત શરીરોને બહાર કાઢવામાં આવે તો ૨૫૬ અંગુલ વર્ગ પ્રમાણ પ્રતરખંડથી એક એક જ્યોતિષીનો અપહાર થાય તો જ્યોતિષીના સર્વ બદ્ધ વૈક્રિય શરીર નીકળી જાય ત્યારે એક પ્રતર ખાલી થાય.
વૈમાનિક દેવોમાં શરીર પરિમાણ :
३० वेमाणियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ? गोयमा ! जहा णेरइयाणं तहा भाणियव्वा । वेमाणियाणं भंते ! केवइया वेडव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे