________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
ते बद्धेल्या ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो, तासि णं सेढीणं विक्खंभसूई अंगुलबिइयवग्गमूलं तइयवग्गमूलपडुप्पण्णं, अहवा णं अंगुलतइयवग्गमूलघणप्पमाणमेत्ताओ सेढीओ। मुक्केल्लया जहा ओहिया ओरालिया ।
आहारयसरीरा जहा णेरइयाणं । तेयग-कम्मगसरीरा जहा एएसिं चेव वेडव्वियसरीरा तहा भाणियव्वा ।
૨૦૪
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વૈમાનિક દેવોના ઔદારિક શરીર કેટલા છે ? ઉત્તર- હે ગૌતમ! નારકીના ઔદારિક શરીરની જેમ વૈમાનિક દેવના ઔદારિક શરીરની વક્તવ્યતા જાણવી.
પ્રશ્ન- હે ભગવન્ ! વૈમાનિક દેવોના વૈક્રિય શરીર કેટલા છે ? ઉત્તર– હે ગૌતમ ! વૈમાનિક દેવના વૈક્રિય શરીર બે પ્રકારના છે– બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિયશરીર અસંખ્યાત છે, કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં અપહૃત થાય છે.
ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓ જેટલા છે. તે શ્રેણીઓની વિષ્કભ સૂચી અંગુલ પ્રદેશના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતાં પ્રાપ્ત રાશિ પ્રમાણ અથવા ત્રીજા વર્ગમૂળનો ઘન કરતાં પ્રાપ્ત રાશિ પ્રમાણ છે. મુક્ત વૈક્રિય શરીર ઔઘિક ઔદારિક શરીર પ્રમાણ છે.
વૈમાનિક દેવોના બદ્ઘ મુક્ત આહારક શરીર, નારકીના બદ્ર-મુક્ત આહારક શરીર જેટલા છે અને તેના બદ્ઘ-મુક્ત તૈજસ, કાર્મણ શરીર તેઓના જ બક્ર-મુક્ત વૈક્રિય શરીરાનુસાર છે.
વિવેચનઃ
નારકીની જેમ વૈમાનિક દેવોમાં બદ્ધ ઔદારિક શરીર અને બદ્ધ આહારક શરીર નથી અને મુક્ત ઔદારિક અને આહારક શરીર પૂર્વભવોની અપેક્ષાએ અનંત છે.
વૈમાનિક દેવોમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. સમયે-સમયે એક-એક બદ્ધ વૈક્રિય શરીરનું અપહરણ કરતાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ વ્યતીત થઈ જાય. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના જેટલા પ્રદેશ છે, તેટલા વૈમાનિક દેવોના બદ્ધ વૈક્રિય શરીર છે. તે વાતને સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે આ શ્રેણીઓની વિધ્યુંભ સૂચીનું પ્રમાણ અંગૂલ પ્રદેશના તૃતીય વર્ગમૂળથી ગુણિત દ્વિતીય વર્ગમૂળ પ્રમાણ છે અથવા અંગુલ પ્રદેશના તૃતીય વર્ગમૂળનો ઘન કરતાં પ્રાપ્ત સંખ્યાનુસાર શ્રેણીઓની વિધ્યુંભ સૂચી હોય છે.
અસત્કલ્પનાથી અંગુલના (અસંખ્યાતમા ભાગમાં) ૨૫૬ પ્રદેશ છે તેમ માનવું, તેનું પ્રથમ વર્ગમૂળ ૧૬, બીજું વર્ગમૂળ ૪ અને તૃતીય વર્ગમૂળ ૨ થાય. આ બીજાવર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતા ૪×૨ = ૮ થાય. આ આઠને આપણે અસંખ્યાત શ્રેણીઓની વિધ્યુંભ સૂચી જાણવી. આવિષ્કભ સૂચી રૂપ અસંખ્યાત શ્રેણીઓના જેટલા આકાશ પ્રદેશ છે તેટલા બદ્ધ વૈક્રિય શરીર હોય છે. અથવા એક અંગુલમાં ૨૫૬ આકાશ પ્રદેશો છે. તેનું તૃતીય વર્ગમૂળ ૨ છે તેનો ઘન કરતા ૨૪૨૪૨ = ૮ થાય. તે આઠ એટલે અસંખ્યાત શ્રેણીઓની વિધ્યુંભસૂચી જાણવી. આ બંન્ને પ્રકારના કથનમાં કોઈ અર્થ ભેદ નથી. વૈમાનિક દેવોમાં જેટલા દેવો તેટલાં જ બદ્ધ વૈક્રિય, તૈજસ-કાર્મણ શરીર હોય છે. તેના મુક્ત વૈક્રિય શરીર પૂર્વવત્ અનંત હોય છે.