________________
૨૦૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
અર્થાત્ વાણવ્યંતર દેવોને બદ્ધ-દારિક શરીર નથી અને મુક્ત ઔદારિક શરીર અનંત છે.
પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોને કેટલા વૈક્રિય શરીર છે? ઉત્તર- હે ગૌતમ! તેઓને બે પ્રકારના વૈક્રિય શરીર છે– બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે, કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલમાં અપહત થાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણી જેટલા છે. (તે શ્રેણીઓની વિખંભ સૂચી તિર્યંચ પંચેદ્રિયથી અસંખ્યાતમા ભાગ હીન જાણવી). પ્રતરના સંખ્યાત સો યોજન વર્ગ પ્રમાણ ક્ષેત્રથી એક-એક વ્યંતર દેવનો અપહાર થાય તો આખો પ્રતર ખાલી થઈ જાય તેટલા વ્યંતર દેવો છે. મુક્ત વૈક્રિયશરીર ઔધિક મુક્ત ઔદારિક પ્રમાણે જાણવા. २८ आहारगसरीरा दुविहा वि जहा असुरकुमाराणं । वाणमंतराणं भंते ! केवइया तेयग-कम्मगसरीरा पण्णत्ता ? गोयमा ! जहा एएसिं चेव वेउव्वियसरीरा तहा तेयगकम्मगसरीरा वि भाणियव्वा । ભાવાર્થ :- વાણવ્યંતરોના બંને પ્રકારના આહારક શરીરનું પરિમાણ અસુરકુમાર દેવોના આહારક શરીરની જેમ જાણવું.
પ્રશ્ન- હે ભગવન! વાણવ્યંતર દેવોને કેટલા તૈજસ-કાશ્મણ શરીર છે? ઉત્તર- હે ગૌતમ! તેના તૈજસ-કાર્પણ શરીરનું પ્રમાણ તેના જ વૈક્રિય શરીર પ્રમાણે જાણવું. વિવેચનઃ
વાણવ્યંતર દેવો વૈક્રિય શરીરધારી છે, તેથી તેઓને બદ્ધ ઔદારિક શરીર નથી. મુક્ત ઔદારિક શરીર પૂર્વભવોની અપેક્ષાએ અનંત છે. વૈક્રિય શરીર અસંખ્યાત છે. વાણવ્યંતરના બદ્ધ વૈક્રિય શરીરનું પરિમાણ ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં રહેલી અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે. તે અસંખ્યાત શ્રેણીની વિખંભ સૂચીનું માપ પ્રસિદ્ધ હોવાથી સૂત્રકારે સૂત્રમાં બતાવ્યું નથી. ટીકાકારે તેનું સ્પષ્ટીકરણ આપ્યું છે કે વ્યંતર દેવો તિર્યંચ પંચેન્દ્રિય કરતાં અસંખ્યાત ગુણ હીન છે માટે તેની વિખંભ સૂચી તિર્યંચ પંચેન્દ્રિયની વિખંભ સૂચી કરતાં અસંખ્યાત ભાગ હીન જાણવી. પ્રસ્તુત સંસ્કરણમાં આ પ્રસિદ્ધ પાઠને સૂચવવા સૂત્રપાઠમાં આ (.) અધ્યાહાર ચિહ્ન મૂક્યું છે. દ્રવ્યથી વ્યંતર જીવોના પરિમાણમાં પણ સૂત્રકારે સંહે ગોપાલ વજાપતિમાને પરલ્સ કહ્યું છે. તેને સ્પષ્ટ કરતાં ટીકાકારે કહ્યું છે કે સંખ્યાત સો યોજન વર્ગ જેટલા પ્રતરના પ્રતિભાગ-ખંડ ઉપર વ્યંતરને સ્થાપતાં સંપૂર્ણ પ્રતર ભરાઈ જાય તેટલા વ્યંતરના બદ્ધ વૈક્રિય શરીર છે. વ્યંતરોમાં બદ્ધ આહારક શરીર નથી અને તેના બદ્ધ તૈજસ-કાર્પણ શરીરનું પ્રમાણ વૈક્રિય શરીર પ્રમાણે જાણવું. જ્યોતિષ્ક દેવોમાં શરીર પરિમાણ:२९ जोइसियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता? गोयमा ! जहा णेरइयाणं तहा भाणियव्वा । जोइसियाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णता?
गोयमा ! दुविहा पण्णत्ता ! तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे