________________
[ ૨૦૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
સાત ક્રોડાકોડ ક્રોડાકોડ, ૯૨ લાખ ક્રોડાકોડ-કોડ, ૨૮ હજાર ક્રોડાકોડ-કોડ, ૧૦૦ ક્રોડાકોડ-ક્રોડ, દર ક્રોડાકોડ-કોડ, ૫૧ લાખ ક્રોડાક્રોડ, ૪૨ હજાર ક્રોડાક્રોડ, ૬૦૦ ક્રોડાકોડ, ૪૩ ક્રોડાકોડ, ૩૭ લાખ ક્રોડ, ૫૯ હજાર ક્રોડ, ૩૦૦ ક્રોડ, ૫૪ ક્રોડ, ૩૯ લાખ, ૫૦ હજાર ૩૩૬. (૩) મનુષ્યોના બદ્ધ ઔદારિક શરીર જઘન્યપદે ૯૬ છેદનકદાયીરાશિ તુલ્ય હોય છે. અંક રાશિના અર્ધભાગ કરવામાં આવે તે છેદનક કહેવાય છે. એકવાર અર્ધભાગ થાય તો એક છેદનક કહેવાય. બે વાર અર્ધભાગ કરી એક પર્યત પહોંચાય તો તેના બે છેદનક કહેવાય અને ત્રણ અર્ધભાગ થાય તો તેના ૩ છેદનક કહેવાય. જેમ કે પ્રથમ વર્ગ ૪ છે. તેના બે છેદનક થશે. પહેલો અર્ધભાગ-૨ થશે અને તે બે નો પાછો અર્ધભાગ કરતાં એક થશે. માટે ૪ અંકના બે છેદનક કહેવાય. બીજો વર્ગ ૧૬ છે તો તેના ૪ છેદન થાય. પ્રથમ છેદનક ૮, બીજો છેદનક-૪, ત્રીજો છેદનક–૨ અને ચોથો છેદનક એક થશે. તૃતીય વર્ગ ૨૫ના આઠ છેદનક છે. ચોથા વર્ગના ૧૬, પંચમવર્ગના ૩ર અને છઠા વર્ગના ૬૪ છેદનક છે. પાંચમા અને છઠા વર્ગના છેદનકને જોડવાથી ૯૬ છેદનક થશે. આ ૯૬ છેદનક કરનારી રાશિ છે અથવા એક અંકને સ્થાપિત કરી ઉત્તરોત્તર ૯૬ વાર બમણા-બમણા(ડબલ-ડબલ) કરતાં જે રાશિ આવે તે ૯૬ છેદનક રાશિ કહેવાય છે. ૯૬ વાર છેદ આપી શકાય તેવી રાશિ ર૯ અંક પ્રમાણ છે અને તેટલા ગર્ભજ મનુષ્યો હોય છે. તેટલા જ જઘન્યપદે બદ્ધ ઔદારિક શરીર જાણવા.
ઉત્કૃષ્ટ પદે મનુષ્યો અને મનુષ્યોના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. સંમૂર્છાિમ મનુષ્યો અસંખ્યાત છે. સંમૂર્છાિમ મનુષ્યોનો જ્યારે વિરહકાળ ન હોય ત્યારે મનુષ્યો અસંખ્યાત હોય છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોય છે, તેથી અસંખ્યાતનું પરિમાણ સૂત્રકારે કાળ અને ક્ષેત્રથી બતાવ્યું છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય તેટલા બદ્ધ ઔદારિક શરીર છે. ક્ષેત્રથી અંગુલ પ્રમાણ પ્રદેશના પ્રથમ વર્ગમૂલને તૃતીય વર્ગમૂલથી ગુણન કરતાં ઉપલબ્ધ રાશિના આકાશપ્રદેશ પર એક એક મનુષ્યને સ્થાપિત કરતાં એક શ્રેણી ભરાય અને એક મનુષ્યની જગ્યા રહે. તાત્પર્ય એ છે કે સર્વ અસંખ્ય મનુષ્ય એક શ્રેણીના પ્રદેશોથી પણ અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે ઉત્કૃષ્ટ પદે બદ્ધ ઔદારિક શરીર જાણવા.
મનષ્યોને બદ્ધક્રિય શરીર સંખ્યાત છે. વૈક્રિય લબ્ધિ કર્મભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોને જ હોય છે અને તેમાં પણ બધા મનુષ્યોને નથી હોતી, કેટલાકને જ હોય છે, તેથી તે સંખ્યાત જ હોય છે. મુક્ત વૈક્રિય શરીર અનંત છે.
મનુષ્યોમાં બદ્ધ આહારક શરીર ક્યારેક હોય ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક-બે-ત્રણ ઉત્કૃષ્ટ અનેક હજાર (૨ થી ૯ હજાર) સંભવે છે. મુક્ત આહારક શરીર અનંત છે. બદ્ધ તૈજસ-કાર્પણ શરીર ઔદારિક શરીરની જેમ બધાને જ હોય છે અર્થાતુ બદ્ધ સંખ્યાત કેઅસંખ્યાત અને મુક્ત, તૈજસ-કાર્પણ શરીર અનંત છે.
મનુષ્યોમાં પાંચે શરીરના બદ્ધ-મુક્ત શરીરનું સંખ્યા પરિમાણ બતાવ્યું, તે અનેક જીવોની અપેક્ષાએ તથા કાળની ભિન્નતાની અપેક્ષાએ છે. કોઈ એક મનુષ્યને એક સાથે પાંચે શરીર સંભવિત નથી. એક જીવને એક સમયે વધુમાં વધુ ચાર શરીર હોય છે. વૈક્રિય અને આહારક બંને લબ્ધિઓ એક સાથે એક મનુષ્યને સંભવે છે પરંતુ બંને લબ્ધિનો પ્રયોગ એક સાથે થતો નથી, તેથી લબ્ધિજન્ય આ બંને શરીર એક સાથે સંભવિત નથી.