________________
બારમું પદ : શરીર
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! મનુષ્યોને કેટલા આહારક શરીર છે ?
ઉત્તર– હે ગૌતમ ! મનુષ્યોમાં આારક શરીરના બે પ્રકાર છે. યથા− બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ આહારક શરીર ક્યારેક હોય, ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક-બે-ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર (પરંપરાએ બે હજારથી નવ હજાર) હોય છે. મુક્ત આહારક શરીર, મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત હોય છે. મનુષ્યના બદ્ધ મુક્ત તૈજસ અને કાર્યણ શરીર, મનુષ્યોના બદ્ર-મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા. વિવેચન :
૧૯૯
મનુષ્યોને ભવ સ્વભાવથી ઔદારિક શરીર છે. મનુષ્યોના બદ્ધ ઔદારિક શરીર કદાચિત સંખ્યાત હોય, કદાચિત્ અસંખ્યાત હોય. મનુષ્યો બે પ્રકારના છે. (૧) ગર્ભજ (૨) સંમૂર્ચ્છમ. સંમૂર્ચ્છિમ મનુષ્યોનો ઉત્પત્તિ વિરહકાળ ૨૪ મુહૂર્તનો હોય છે. જ્યારે સંમૂર્ચ્છિમ મનુષ્યોનો વિરહકાળ હોય ત્યારે એક પણ સંમૂર્છિમ મનુષ્ય ન હોય. તે સમયે કેવળ ગર્ભજ મનુષ્યો જ હોય છે, ત્યારે તે સંખ્યાત હોય છે, તેથી બદ્ધ ઔદારિક શરીર કદાચિત સંખ્યાત હોય છે અને સંમૂર્ચ્છિમ મનુષ્યનો વિરહકાળ ન હોય ત્યારે મનુષ્યોના । ઔદારિક શરીર અસંખ્યાત હોય છે. સંમૂકિમ મનુષ્યો એક શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા હોય છે. ગર્ભજ અને સંમૂર્ચ્છિમ બંને મનુષ્યો મળીને અસંખ્યાત થાય છે માટે બંનેના મળીને બદ્ધ ઔદારિક શરીર પણ અસંખ્યાત હોય છે. ગર્ભજ મનુષ્યો સંખ્યાત છે. તેનું સંખ્યાત કોટાકોટિનું પરિમાણ શાસ્ત્રકારે જુદી-જુદી અનેક રીતે બતાવ્યું છે. જેમકે –
(૧) ગર્ભજ મનુષ્યો જઘન્યપદે સંખ્યાત કોટાકોટિ પ્રમાણ છે. આ સંખ્યાત કોટાકોટિ ૨૯ અંક પ્રમાણ છે અર્થાત્ ગર્ભજ મનુષ્યો ૨૯ અંક પ્રમાણ હોય છે. તે અંક સ્થાપના આ પ્રમાણે છે. ૭૯૨૨૮૧૬૨, ૫૧૪૨૬૪ ૩૩, ૭૫૯૩૫૪૩૯, ૫૦૩૩૬. આ ૨૯ આંક ત્રણ યમલપદથી વધુ અને ૪ યમલ પદની અંદર છે. શાસ્ત્રીય પરિભાષા અનુસાર આઠ-આઠ પદોને એક યમલ કહેવામાં આવે છે. આઠ અંક પ્રમાણ રાશિને એક યમલ કહેવાય છે. ૩ યમલ એટલે ૩×૮ = ૨૪ અંક થાય. ગર્ભજ મનુષ્યો ૨૯ અંક પ્રમાણ હોવાથી ૩ યમલ–૨૪ અંક કરતાં પાંચ અંક વધુ થાય, માટે ત્રણ યમલથી વધુ અને ચોથા યમલમાં ૩ અંક ઓછા રહે તેથી ૪ યમલની અંદર કહ્યા છે.
(૨) ગર્ભજ મનુષ્યો સંખ્યાત કોટાકોટિ (ર૯ અંક) પ્રમાણ છે, તે બીજી રીતે સૂત્રકાર સ્પષ્ટ કરે છે. પંચમ વર્ગથી છઠા વર્ગને ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય તે રાશિપ્રમાણ ગર્ભજ મનુષ્યોની સંખ્યા છે.
કોઈપણ અંક રાશિને તે જ અંક રાશિથી ગુણતાં જે રાશિ આવે તે વર્ગ કહેવાય છે. વર્ગનો પ્રારંભ બે સંખ્યાથી થાય છે, એકને એકથી ગુણતા ગુણનફળ એક જ આવે તેમાં સંખ્યામાં વૃદ્ધિ થતી નથી, તેથી એકની વર્ગરૂપે ગણના થતી નથી. વર્ગની શરૂઆત બેથી થાય છે ર×ર = ૪, ચાર પ્રથમ વર્ગ છે. ૪×૪ = ૧૬ સોળ તે બીજો વર્ગ, ૧૦×૧૬ = ૨૫૬ તે ત્રીજો વર્ગ છે. તે જ રીતે ૨૫×૨૫૬ = ૫૫૩૬ તે ચોથો વર્ગ છે. તેમજ ૫૫૩×૫૫૩૬ = ૪૨૯૪૯૬૭૨૯૬. (૪ અરબ, ર૯ કરોડ, ૪૯ લાખ, ૬૭ હજાર ૨૯૬) તે પાંચમો વર્ગ છે અને આ અંકરાશિને પરસ્પર ગુણતા ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૯૫૫૧૬૧૬ રાશિ થાય તે છઠ્ઠો વર્ગ છે. આ છાવર્ગને પાંચમાં વર્ગથી ગુલિત કરતાં ૭૯૨૨૮૧-૨૫૧૪૨૪૩૩૭૫૯૩૫૪૩૫૦૩૩૬ આ ૨૯ અંક પ્રમાણ રાશિ નિષ્પન્ન થાય છે. જઘન્ય પદે ગર્ભજ મનુષ્યો આ ૨૯ આંક પ્રમાણ જાણવા. તે ૨૯ આંકને કથન કરવાની રીત આ પ્રમાણે છે.