________________
[ ૧૯૮]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
कोडाकोडीओ, एगुणतीसं ठाणाई, तिजमलपयस्स उवरिं चउजमलपयस्स हेट्ठा, अहवणं छटो वग्गो पंचमवग्गपडुप्पण्णो, अहवणंछण्णउझ्छेयणगदाइरासी । उक्कोसपदे असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहि अवहीरंति कालओ, खेत्तओ उक्कोसपए रूवपक्खित्तेहिं मणूसेहिं सेढी अवहीरंति, असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहि कालओ, खेत्तओ अंगुलपढमवग्गमूलं ततियवग्गमूल पडुप्पण्णं । मुक्केल्लया जहा ओहिया ओरालिया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોને કેટલા ઔદારિક શરીર છે?
ઉત્તર– હે ગૌતમ ! મનુષ્યોમાં ઔદારિક શરીરના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય, કદાચિત્ અસંખ્યાત હોય. જઘન્ય પદે સંખ્યાત હોય છે. તે સંખ્યાત ક્રોડાકોડી અર્થાત્ ર૯ આંક પ્રમાણ હોય છે. તે ર૯ આંક ત્રણ યમલથી વધુ અને ૪ યમલથી ઓછા પ્રમાણમાં છે અથવા પંચમવર્ગથી ગુણિત છઠ્ઠા વર્ગપ્રમાણ હોય છે અથવા ૯૬ છેદનક રાશિ જેટલા હોય છે.
મનુષ્ય ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત છે. કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીમાં તેનો અપહાર થાય છે. ક્ષેત્રથી એક રૂપ એટલે એક(મનુષ્ય) પ્રક્ષિપ્ત કરવાથી મનુષ્યો વડે એક શ્રેણીનો અપહાર થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ આ રીતે સમજવો– અંગુલ પ્રદેશના પ્રથમ વર્ગમૂળને તૃતીય વર્ગમૂળથી ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય તેટલા ક્ષેત્રમાં એક એક મનુષ્યને રાખે તો એક શ્રેણી પૂરિત થાય અને એક મનુષ્યની જગ્યા બાકી રહે તેટલા ઉત્કૃષ્ટ મનુષ્યો જાણવા અથવા તેટલા પ્રદેશોથી એક એક મનુષ્યનો અપહાર થાય તો શ્રેણી પ્રદેશોમાં એક મનુષ્યના પ્રદેશ બાકી રહે ત્યારે સર્વ મનુષ્યોનો અપહાર પૂર્ણ થઈ જાય. મુક્ત ઔદારિક શરીર મુક્ત ઔધિક ઔદારિક શરીર પ્રમાણ જાણવા. २५ मणुसाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ।
गोयमा । दविहा पण्णत्ता.तं जहा- बदेल्लया य मक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं संखेज्जा, समए समए अवहीरमाणा संखेज्जेणं कालेणं अवहीरंति, णो चेव णं अवहिया सिया । मुक्केल्लया जहा ओहिया ओरालिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોને કેટલા વૈક્રિય શરીર હોય છે?
ઉત્તર– હે ગૌતમ! મનુષ્યોમાં વૈક્રિય શરીરના બે પ્રકાર છે. યથા- બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીર છે તે સંખ્યાત છે. સમયે-સમયે અપહૃત કરતાં, સંખ્યાતકાળમાં અપહૃત થાય છે પણ તેમ કોઈ અપહૃત કરતું નથી. મુક્ત વૈક્રિય શરીર, મુક્ત ઔદારિક પ્રમાણે જાણવા. २६ मणूसाणं भंते ! केवइया आहारयसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं सिय अत्थि सिय णत्थि जइ अत्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं सहस्सपुहुत्तं । मुक्केल्लया जहा ओहिया ओरालिया ।
तेयग-कम्मसरीरा जहा एएसिं चेव ओहिया ओरालिया तहा भाणियव्वा ।