________________
બારમું પદ : શરીર
કોટાકોટિ યોજનની વિધ્યુંમસૂચી પ્રમાણ અસંખ્યાત શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા બદ્ધ ઔદારિક શરીર બેઇન્દ્રિય જીવોમાં હોય છે.
૧૯૫
શ્રેણીની વિષ્ણુભ સૂચીનું માપ ઃ– ઘનીકૃત લોકની એક પ્રદેશી એક શ્રેણીના જેટલા આકાશપ્રદેશ છે તેના વર્ગમૂળનું વર્ગમૂળ કાઢતાં અસંખ્ય વર્ગમૂળ પ્રાપ્ત થાય તે બધાનો સરવાળો કરતાં જે રાશ થાય તેટલી શ્રેણીઓ સમજવી. તે શ્રેણીઓની વિધ્યુંભ સૂચી અસંખ્ય ક્રોડાક્રોડી યોજન પ્રમાણ થઈ જાય છે. અસંખ્ય વર્ગમૂળને સમજવા માટે એક પ્રદેશી આકાશ શ્રેણીમાં રહેલ સમસ્ત પ્રદેશ અસંખ્યાત હોય છે, તેને અસત્કલ્પનાથી ૬૫૫૩૬ છે તેમ સમજી લઈએ અર્થાત્ ૬૫૫૩૬ અસંખ્યાતની બોધક સંખ્યા સ્વીકાર કરતાં તે સંખ્યાનું પ્રથમ વર્ગમૂળ ૨૫૬, બીજું વર્ગમૂળ−૧૬, ત્રીજું વર્ગમૂળ−૪ અને ચોથું વર્ગમૂળ ૨ છે. કલ્પિત આ વર્ગમૂળ અસંખ્યાત વર્ગમૂળ રૂપ છે. આ વર્ગમૂળોનો સરવાળો કરવાથી ૨૫–૧૬+૪+૨ = ૨૭૮ થાય છે. આ ૨૭૮ પ્રદેશવાળી તે વિષ્ણુભ સૂચી જાણવી.
બેઈદ્રિય જીવોના બદ્ધ ઔદારિક શરીરની અસંખ્યાત સંખ્યાનું પરિમાણ સૂત્રકાર બીજી રીતે અર્થાત્ અપહાર વિધિથી બતાવે છે.
=
પયર અવતીર૬ ઃ- પ્રતર અપહાર, અસત્કલ્પનાથી પ્રતરના આકાશપ્રદેશોનો અપહાર કરવામાં આવે, તે આકાશ પ્રદેશોને બહાર કાઢવામાં આવે, તે પ્રતર અપહાર' કહેવાય છે.
કાળક્ષેત્રથી પ્રતર અપહાર વિધિ :– અંગુતપવરસ્સ આવત્તિયાજ્ ય અમને ખ્તખાદિમા તેનું એક પ્રતર સાત રાજુ લાંબો અને સાત રાજુ પહોળો હોય છે. તે પ્રતરના અંગુલ પ્રમાણ ક્ષેત્રને અંગુલ પ્રતર કહે છે. તેનો અસંખ્યાતમો ભાગ અહીં વિવક્ષિત છે. તે પ્રતરનો પ્રતિભાગ કહેવાય છે. પ્રતિભાગ એટલે પ્રતરનો ખંડ કે વિભાગ. તાત્પર્ય એ છે કે અંગુલ પ્રતરના અસંખ્યાતમા અસંખ્યાતમા ભાગ ઉપર ક્રમથી એક એક બેઈદ્રિય જીવને સ્થાપવા અથવા અંગુલ પ્રતરના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળા બેઈદ્રિય ધ્વને પ્રતર ઉપર સ્થાપવા.
મણિયાર્ ૧ :- આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા સમયે તે પ્રતર પર સ્થાપિત બેઈદ્રિય જીવોનો અપહાર કરવો. આ રીતે અપહાર કરતાં-કરતાં સંપૂર્ણ પ્રતરને ખાલી થતાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ વ્યતીત થાય છે. પ્રતર પર સ્થાપિત અંગુલ પ્રતરના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અવગાહનાવાળા બેઈદ્રિય જીવને, આવલિકાના અસંખ્યાતમા ભાગે અપહાર કરતાં સંપૂર્ણ પ્રતર બેઇન્દ્રિયોથી ખાલી થઈ જાય, એક પણ બેન્દ્રિય જીવ શેષ ન રહે, તેટલા બેઇન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીર છે.
આ રીતે બેઇન્દ્રિય જીવોના બહેલક ઔદારિક શરીર (૧) કાલથી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીના સમય પ્રમાણ છે– (૨) ક્ષેત્રથી– ઘનીકૃત લોકની અસંખ્ય ક્રોડાક્રોડ યોજન પ્રમાણ વિષ્મભ સૂચીવાળી શ્રેણીઓના આકાશપ્રદેશ પ્રમાણ છે. (૩) દ્રવ્યથી- અંકુલના અસંખ્યાતમા ભાગ જેટલા પ્રતર ક્ષેત્રમાં આવલિકાના અસંખ્યાતમા ભાગે એક–એક બેઇન્દ્રિયને સ્થાપિત કરતાં સંપૂર્ણ પ્રતર ભરાઈ જાય તેટલી સંખ્યા બેઇન્દ્રિય જીવોની અને તેના બદ્ધ ઔદારિક શરીરની છે.