________________
૧૯૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
વિકલેન્દ્રિય જીવોમાં શરીર પરિમાણ:२१ बेइंदियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ पयरस्स असंखेज्जइभागो, तासि णं सेढीणं विक्खंभसूई असंखेज्जाओ जोयणकोडाकोडीओ, असंखेज्जाइं सेढी वग्गमूलाई; बेइंदियाणं ओरालिय- सरीरेहिं बद्धेल्लएहिं पयरं अवहीरइ असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहि कालओ, खेत्तओ अंगुलपयरस्स आवलियाए य असंखेज्जइभागपडिभागेणं । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा । __ वेउव्विय-आहारग सरीरा णं बद्धेल्लया णत्थि, मुक्केल्लया जहा ओरालिय सरीरा ओहिया तहा भाणियव्वा । तेयगकम्मगसरीरा जहा एएसिं चेव ओरालियसरीरा तहा भाणियव्वा । जहा बेइंदियाणं तहा तेइंदियाणं चउरिंदियाण वि भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઈદ્રિય જીવોને કેટલા ઔદારિક શરીર છે?
ઉત્તર- હે ગૌતમ! બેઈદ્રિયોના ઔદારિક શરીરના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– બદ્ધ અને મુક્ત. બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલા સમય તેટલા બદ્ધ ઔદારિક શરીર છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીના પ્રદેશ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિખંભ સૂચી અસંખ્યાત કોટાકોટિ યોજન પ્રમાણ છે. તે વિખંભ સૂચી એક શ્રેણીપ્રદેશના અસંખ્યાત વર્ગમૂળના યોગ પ્રમાણ છે. બેઈદ્રિયોના બદ્ધ ઔદારિક શરીર દ્વારા પ્રતર અપહૃત કરાય તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં અપહત થાય છે. ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પ્રતરથી અને આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ પ્રતિભાગથી સંપૂર્ણ પ્રતર અપહૃત થાય તેટલા બેઈદ્રિયના બદ્ધ ઔદારિક શરીર છે. મુક્ત ઔદારિક શરીર ઔધિક મુક્ત ઔદારિક શરીર જેટલા હોય છે.
બેઈદ્રિયોને બદ્ધ વૈક્રિય અને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત વૈક્રિય શરીર અને મુક્ત આહારક શરીર, મુક્ત ઔદારિક શરીર પ્રમાણે છે. બદ્ધ અને મુક્ત તૈજસ-કાર્પણ શરીર તેના બદ્ધ-મુક્ત ઔદારિક શરીર પ્રમાણે છે.
તેઈદ્રિય અને ચોરેન્દ્રિયના બદ્ધ અને મુક્ત પાંચે શરીરનું પ્રમાણ બેઈદ્રિય પ્રમાણે કહેવું. વિવેચન : -
બેઈદ્રિય જીવો પ્રત્યેક શરીરી છે, તેથી જેટલા બેઈદ્રિય જીવો છે તેટલા તેના બદ્ધ ઔદારિક શરીર જાણવા. બેઈદ્રિય જીવો અસંખ્યાત છે તેથી બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. કાળથી– અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય છે તેટલા છે. ક્ષેત્રથી– પ્રતરના અસંખ્યાતમા ભાગમાં અસંખ્યાત