________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૨
अवहीरंति । णो चेव णं अवहिया सिया | मुक्केल्लया जहा ओहिया ओरालियमुक्केल्लया । आहारग-तेयग-कम्मगसरीरा जहा पुढविकाइयाणं तहा भाणियव्वा ।
૧૯૨
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વાયુકાયિકોને કેટલા ઔદારિક શરીર છે ? ઉત્તર- પૃથ્વીકાયિકોના ઔદારિક શરીરની જેમ બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત અને મુક્ત ઔદારિક શરીર અનંત છે.
પ્રશ્ન− હે ભગવન્ ! વાયુકાયિકોને કેટલા વૈક્રિય શરીર છે ? ઉત્તર– હે ગૌતમ ! વાયુકાયિકોના વૈક્રિય શરીરના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– બદ્ઘ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. જો સમયે-સમયે એક-એક શરીરનું અપહરણ કરવામાં આવે તો (ક્ષેત્ર) પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળમાં સંપૂર્ણ રીતે અપહરણ કરી શકાય, પરંતુ તેવો અપહાર ક્યારે ય થયો નથી. મુક્ત વૈક્રિય શરીર ઔઘિક મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા. તેને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત આહારક શરીર અનંત છે. બદ્ર-મુક્ત તૈજસ-કાર્પણ શરીરની વક્તવ્યતા પૃથ્વીકાયિકના બદ્ર-મુક્ત તૈજસ-કાર્પણ પ્રમાણે જાણવી.
વિવેચનઃ
વાયુકાયિક જીવોના ઔદારિક, આહારક, તૈજસ, કાર્પણ શરીર તો પૃથ્વીકાયિકની જેમ જ જાણવા તેમાં કોઈ વિશેષતા નથી. માત્ર વૈક્રિય શરીરમાં વિશેષતા છે. વાયુકાયમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે તે અસંખ્યાતનું પરિમાણ બતાવતા કહ્યું છે કે સમયે-સમયે તેના એક-એક વૈક્રિય શરીરને બહાર કાઢવામાં આવે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં તે કાઢી શકાય. આ પ્રરૂપણા કેવળ સમજાવવા માટે છે. આ રીતે વાયુકાયના વૈક્રિય શરીરનું અપહરણ કોઈ વ્યક્તિએ ક્યારે ય કર્યું નથી.
અહીં મૂળપાઠમાં, પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અપહરણ થાય તેટલા વાયુકાયના બન્ને વૈક્રિય શરીર છે, તેમ સામાન્ય રીતે કથન છે, પરંતુ વ્યાખ્યામાં તેના માટે ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય જેટલા વાયુકાયના બદ્ધ વૈક્રિય શરીર હોય છે, તેમ સ્પષ્ટીકરણ છે.
વાયુકાયિક જીવોની સંખ્યા તો અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે, છતાં તેઓના બદ્ધ વૈક્રિય અલ્પ છે તેનું કારણ એ છે કે વાયુકાયિકના ચાર પ્રકાર છે– (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ પર્યાપ્તા, (૩) બાદર અપર્યાપ્તા, (૪) બાદર પર્યાપ્તા; તે ચારમાંથી પર્યાપ્તા બાદર વાયુકાયને વૈક્રિયલબ્ધિ હોય છે. પર્યાપ્ત બાદર વાયુકાયમાં પણ ત્રસ નાડીમાં રહેલા જીવોના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવોને જ વૈક્રિય લબ્ધિ હોય છે. વૈક્રિય લબ્ધિવાળા ખાદર વાયુકાયિકોના અસંખ્યાતમા ભાગવર્તી જીવો જ વૈક્રિય શરીર બનાવે છે, તેથી તેનું પ્રમાણ અલ્પ છે અને તે ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. વનસ્પતિકાયમાં શરીર પરિમાણ ઃ
२० वणस्सइकाइयाणं ओरालिय- वेडव्विय - आहारगसरीरा जहा पुढविकाइया तहा માળિયવ્યા । વળસાડ્યાળું ભંતે ! જેવડ્યા તેયનમ્માક્ષરીર પળત્તા ? ગોયમા ! ओहिया - कम्मगसरीरा तहा वणस्सइकाइयाण वि तेयग, कम्मगसरीरा भाणियव्वा । ભાવાર્થ :- વનસ્પતિકાયિક જીવોના ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર પૃથ્વીકાયિકોના ઔદારિક શરીરની જેમ જાણવા જોઈએ.