________________
બારમું પદ : શરીર
पुढविकाइयाणं भंते ! केवइया वेडव्वियसरीरा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं णत्थि । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा ।
૧૯૧
आहारगसरीरा वि एवं चेव भाणियव्वा । तेयगकम्मगसरीराणं जहा एएसिं चेव ओरालियसरीरा तहा भाणियव्वा । जहा पुढविकाइयाणं एवं आउकाइयाणं ते काइयाण सव्वसरीरा भाणियव्वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિકોને કેટલા ઔદારિક શરીર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેઓના ઔદારિક શરીરના બે પ્રકાર છે– બદ્ધ અને મુક્ત. આ બંને પ્રકારના શરીરોની સંખ્યા ઔઘિક બદ્ધ અને મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવી.
પ્રશ્ન– હે ભગવન્ ! પૃથ્વીકાયિકોને કેટલા વૈક્રિય શરીર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે– બદ્ધ અને મુક્ત. આ બે પ્રકારના શરીરમાંથી તેને બદ્ઘ વૈક્રિય શરીર નથી. મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે.
આહારક શરીરની વક્તવ્યતા પણ વૈક્રિય શરીરની જેમ જાણવી જોઈએ. બદ્ધ અને મુક્ત તૈજસકાર્યણ શરીરની પ્રરૂપણા તેના બદ્ઘ-મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવી. જે રીતે પૃથ્વીકાયિકોમાં પાંચ શરીરનું સંખ્યા પરિમાણ બતાવ્યું, તે પ્રમાણે અપ્લાય અને તેઉકાયમાં પાંચે શરીરનું સંખ્યા પરિમાણ જાણવું. વિવેચનઃ
પૃથ્વી, પાણી અને અગ્નિ ભવ સ્વભાવથી ઔદારિક શરીરધારી છે. તેમના બદ્ધ ઔદારિક શરીર ઔઘિક બદ્ધ ઔદારિકની જેમ અસંખ્યાત છે અને મુક્ત ઔદારિક શરીર ઔઘિક મુક્ત ઔદારિકની જેમ
અનંત છે.
આ ત્રણે સ્થાવરકાયને બદ્ધ વૈક્રિય અને બદ્ધ આહારક શરીર ભવ સ્વભાવથી હોતા નથી. પૂર્વભવોની અપેક્ષાએ મુક્ત વૈક્રિયશરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે અને પૂર્વના મનુષ્ય ભવની અપેક્ષાએ મુક્ત આહારક શરીર પણ અનંત છે. બદ્ઘ-મુક્ત તૈજસ-કાર્યણ શરી૨, ઐઘિક ઔદારિક શરીરવત્ જાણવા અર્થાત્ બદ્ધ તૈજસ કાર્યણ શરીર અસંખ્યાત છે અને મુક્ત તૈજસ કાર્યણ શરીર અનંત છે. પૃથ્વી, પાણી અને અગ્નિ, આ ત્રણે પ્રત્યેક શરીરી છે, તેથી જેટલા ઔદારિક શરીર હોય તેટલા જ તૈજસ-કાર્મણ શરીર હોય, તેથી બદ્ર-મુક્ત તૈજસ, કાર્પણ શરીરમાં ઔદારિક શરીરનો જ અતિદેશ કર્યોછે. વાયુકાયિકમાં શરીર પરિમાણ :
| १९ वाकाइयाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ? गोयमा ! जहा पुढविकाइयाणं ओरालियसरीरा तहा भाणियव्वा ।
वाउकाइयाणं भंते ! केवइया वेडव्वियसरीरा पण्णत्ता ? गोयमा ! दुविहा પળત્તl, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया तेणं असंखेज्जा, समएसमए अवहीरमाणा पलिओवमस्स असंखेज्जइभागमेत्तेणं कालेणं