________________
[ ૧૯૦]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
भाणियव्वा। तेयग-कम्मगसरीरा जहा एएसिं चेव वेउव्वियसरीरा तहा भाणियव्वा । जहा असुरकुमाराणं तहा जाव थणियकुमाराणं भाणियव्वं । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવનું ! અસુરકુમારોને કેટલા આહારક શરીર છે? ઉત્તર- હે ગૌતમ ! આહારક શરીરના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– બદ્ધ અને મુક્ત. તે બંને પ્રકારના શરીરનું પ્રમાણ તેના જ ઔદારિક શરીરની સમાન જાણવું.
અસુરકુમારોના વૈક્રિય શરીરની જેમ તેના તૈજસ અને કાર્પણ શરીર સંબંધી બદ્ધ-મુક્ત શરીરની વક્તવ્યતા જાણવી. નાગકુમારથી લઈ સ્વનિતકુમાર સુધીના સર્વ ભવનવાસી દેવોના પાંચ શરીર સંબંધી કથન અસુરકુમારની જેમ જ જાણવું. વિવેચન :
નારકીની જેમ અસુરકુમારાદિ દસે પ્રકારના ભવનપતિ દેવો ભવસ્થ વૈક્રિયશરીરવાળા છે, તેથી તેમને બદ્ધ ઔદારિક શરીર હોતું નથી. પૂર્વભવોમાં ઔદારિક શરીર છોડીને આવ્યા હોવાથી તેઓને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે.
ભવનપતિ દેવોને બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. પ્રત્યેક ભવનપતિ દેવને એક-એક વૈક્રિય શરીર છે માટે જેટલી ભવનપતિ દેવોની સંખ્યા તેટલી બદ્ધ વૈક્રિય શરીરની સંખ્યા છે. તે અસંખ્યાત બદ્ધ વૈક્રિય શરીરનું પરિમાણ- કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશ પ્રમાણ છે. આ શ્રેણીઓની વિખંભ સૂચી પણ અંગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશોની રાશિના પ્રથમ વર્ગમૂળના સંખ્યામાં ભાગ પ્રમાણ છે. આ વિખંભ સૂચી નારકોની વિખંભ સૂચીની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ પ્રમાણવાળી છે. નારકીમાં અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં માનેલી ર૫૬ શ્રેણીના પ્રથમ વર્ગમૂળથી બીજા વર્ગમૂળને ગુણી ૪ શ્રેણી ગ્રહણ કરી હતી. અહીં તે ર૫ શ્રેણીના પ્રથમ વર્ગમૂળ ૧૬ ના સંખ્યાતમા ભાગ પ્રમાણ અર્થાત્ પાંચ કે છ શ્રેણી પ્રમાણ ગ્રહણ કરવાની છે. અસત્કલ્પનાથી સિદ્ધ થયેલી આ નારકીની ૬૪ શ્રેણીઓ અને ભવનપતિ દેવોની પાંચ કે છ શ્રેણીઓ વાસ્તવમાં અસંખ્યાત છે. તેથી ૬૪ અને પાંચ કે છ શ્રેણીઓ વચ્ચે અસંખ્યાતણ હીનાધિકતા ઘટિત થાય છે. તેથી ૯૮ બોલના અલ્પબદુત્વમાં(ત્રીજા પદમાં) સમસ્ત ભવનપતિ દેવોથી પ્રથમ નરકના નારકીને અસંખ્યાતગુણ અધિક કહ્યા છે. આ રીતે પ્રથમ નરકના નારકીની અપેક્ષાએ સમસ્ત ભવનવાસી દેવ અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેમજ સમસ્ત નારકીઓની અપેક્ષાએ પણ અસુરકુમાર અસંખ્યાતમા ભાગ પ્રમાણ જ હોય છે.
ભવનપતિ દેવોના મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદારિકની જેમ અનંત છે. ભવનપતિ દેવોને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત આહારક શરીર અનંત છે. ભવનપતિ દેવોને વૈક્રિયશરીરની જેમ તૈજસ-કાર્પણ શરીર અવશ્ય હોય છે માટે વૈક્રિય શરીરની જેમ બદ્ધ તૈજસ-કાર્પણ અસંખ્યાત છે અને મુક્ત અનંત છે. પૃથ્વી-પાણી-અગ્નિમાં શરીર પરિમાણ:|१८ पुढविकाइयाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तंजहा- बद्धेल्लया यमुक्केल्लया य । एवं जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा।