________________
બારમું પદ : શરીર
બીજી રીતે શ્રેણીનું પ્રમાણ બતાવતા સૂત્રકારે કહ્યું છે કે અંગુલના બીજા વર્ગમૂળના ઘનપ્રમાણ શ્રેણીઓ ગ્રહણ કરવી અર્થાત્ અંગુલમાત્ર ક્ષેત્રમાં જેટલા પ્રદેશ છે, તેના બીજા વર્ગમૂળનો ઘન કરી તેટલા પ્રમાણવાળી શ્રેણી ગ્રહણ કરવી. જે રાશિનો વર્ગ હોય તેને તે જ રાશિથી ફરી ગુણતા ઘન થાય છે. અસત્કલ્પનાએ અસંખ્યાત પ્રદેશાત્મક અંગુલ ક્ષેત્રમાં ૨૫૬ શ્રેણી કલ્પી છે. તેનું પ્રથમ વર્ગમૂળ ૧૬ અને બીજું વર્ગમૂળ–૪ છે. આ બીજા વર્ગમૂળ–૪નો ઘન કરતાં ૪×૪×૪ = ૬૪ અથવા બીજું વર્ગમૂળ–૪ છે તેનો વર્ગ ૧૬ ને તે જ રાશિ એટલે ૪ થી ગુણતા–૧૬×૪ = ૬૪ થાય. ૬૪ શ્રેણી પ્રમાણ વિધ્વંભ સૂચી થાય છે. આ ૪ની સંખ્યા તો કલ્પનાથી છે, સિદ્ધાંત દષ્ટિએ અસંખ્યાત શ્રેણીની વિધ્યુંભ સૂચી છે. તે શ્રેણીગત જેટલા આકાશ પ્રદેશો છે તેટલા નારકીના બદ્ઘ વૈક્રિય શરીર છે.
૧૮૯
નારકીના મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે. નારકીને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત આહારક શરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે. બદ્ધ અને મુક્ત તૈજસ-કાર્મણ શરીર, બદ્ઘ-મુક્ત વૈક્રિય શરીરની સમાન છે કારણ કે આ બંને શરીર બધા જ નારકીઓને હોય છે. વૈક્રિય શરીર પણ બધા નારકીને છે, તેથી તેની સમાન તૈજસ-કાર્યણ શરીરનું વક્તવ્ય જાણવું.
ભવનપતિદેવોમાં શરીર પરિમાણ :
१५ असुरकुमाराणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ? गोयमा ! जहा णेरइयाणं ओरालियसरीरा तहा भाणियव्वा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અસુરકુમારોને કેટલા ઔદારિક શરીર છે ? ઉત્તર– અસુરકુમારો માટે નારકીની જેમ ઔદારિક શરીરનું કથન કરવું અર્થાત્ બદ્ધ ઔદારિક શરીર નથી. મુક્ત ઔદારિક શરીર અનંત છે, તે નારકી પ્રમાણે છે.
१६ असुरकुमाराणं भंते ! केवइया वेडव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्या ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ पयरस्स असंखेज्जइभागो, तासि णं सेठीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स संखेज्जइभागो । तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता, जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અસુરકુમારોને કેટલા વૈક્રિય શરીર છે ?
ઉત્તર– હે ગૌતમ ! અસુરકુમારના વૈક્રિય શરીરના બે પ્રકાર કહ્યા છે, જેમકે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીર છે, તે અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીથી અપહૃત થાય છે. ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણીઓ જેટલા છે અને તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિધ્યુંભ સૂચી અંગુલના પ્રથમ વર્ગમૂળના સંખ્યાતમા ભાગ પ્રમાણ છે. મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે.
१७ असुरकुमाराणं भंते ! केवइया आहारगसरीरा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । जहा एएसिं चेव ओरालियसरीरा तहा