________________
[ ૧૮૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
નારકીના ઔદારિક શરીર - નારકીઓ વૈક્રિય શરીરધારી છે, તેથી તે જીવોને બદ્ધ ઔદારિક શરીર હોતું નથી. પૂર્વ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ નારકીઓને ઔદારિક શરીર હોય છે. નારકીઓ પૂર્વભવમાં મનુષ્ય કે તિર્યંચ પર્યાયમાં હોય ત્યારે તેમને ઔદારિક શરીર હોય છે. તે ઔદારિક શરીરને છોડીને નારક પર્યાયમાં આવે છે. છોડેલા તે ઔદારિક શરીરના ખંડ-ખંડ થઈ જાય, તોપણ તે નારકીના મુક્કલગ ઔદારિક શરીર જ કહેવાય છે. કારણ કે જ્યાં સુધી તે ખંડો અન્ય વર્ગણા રૂપે પરિણત ન થાય ત્યાં સુધી તે ઔદારિક શરીરના મુશ્કેલગ જ કહેવાય છે; તેથી નારકીઓને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે. તે અનંતની સંખ્યા સામાન્ય જીવના મુક્ત ઔદારિક શરીર પ્રમાણ હોય છે. નારકીના વૈલિયશરીર ઃ- નારકીઓને જન્મથી જ વૈક્રિય શરીર હોય છે, તેથી જેટલા નારકી તેટલા બદ્ધ વૈક્રિય શરીર હોય. નારકીઓ અસંખ્યાત છે અને પ્રત્યેકને પોત-પોતાનું વૈક્રિય શરીર હોવાથી બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત હોય છે. આ અસંખ્યાતનું પરિમાણ કાળ અને ક્ષેત્રથી દર્શાવ્યું છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય તેટલા નારકીઓના બદ્ધ વૈક્રિય શરીર છે. ક્ષેત્રથી ઘનીકૃત લોકની અસંખ્યાત શ્રેણી પ્રમાણ નારકીના બદ્ધ વૈક્રિય શરીર છે. અસંખ્યાત શ્રેણીનું માપ બતાવવા સૂત્રકાર કહે છે કે "પર અહેમાન ઘનીકત લોકના એક પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં જેટલી શ્રેણી હોય તેટલી શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશ છે તેટલા નારકીઓના બદ્ધ વૈક્રિય શરીરો છે.તે શ્રેણીઓના સમૂહને વિખંભ સૂચી કહે છે. વિષ્કલચી :- વિખંભ = પહોળાઈ, સૂચી = શ્રેણી. વિખંભ સૂચી = શ્રેણીઓની પહોળાઈ. ઘનીકૃત લોકની એક પ્રદેશી પહોળી અને સાત રાજુ લાંબી શ્રેણી હોય છે. એવી અનેક કે અસંખ્ય શ્રેણીઓ ગ્રહણ કરવામાં આવે ત્યારે તેની જે પહોળાઈ હોય તે વિખંભ સૂચી કહેવાય. જેમ કે અસત્કલ્પનાથી કોઈ દંડકના જીવોની ગણતરી માટે પચાસ શ્રેણીઓ ગ્રહણ કરવી હોય તો તે સાત રાજુ લાંબી શ્રેણિઓની વિખંભ સૂચી પચાસ પ્રદેશી કહેવાય અને અસંખ્ય શ્રેણીઓ ગ્રહણ કરવી હોય તો તેની વિખંભ સૂચી અસંખ્ય પ્રદેશી કહેવાય. નારકીના બદ્ધ વૈકિય શરીર માટે વિપ્લભ સૂચીનું પ્રમાણ :- નારકીના બદ્ધ વૈક્રિય શરીરનું પ્રમાણ બતાવવા પ્રતરના અસંખ્યાતમા ભાગમાં શ્રેણી હોય તેટલી શ્રેણીમાં રહેલા આકાશ પ્રદેશ ગ્રહણ કર્યા છે. ત્યારે પ્રશ્ન થાય કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં તો અસંખ્યાત યોજન કોટિ પ્રમાણ શ્રેણીઓ સમાવિષ્ટ થઈ શકે અને અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શ્રેણીઓ પણ થઈ શકે, તો કેટલી આકાશ શ્રેણી ગ્રહણ કરવી? તેના માટે શાસ્ત્રકારે તેની વિખંભ સૂચી બતાવી છે. આ વિખંભ સૂચના પ્રમાણના આધારે જ અસંખ્યાત શરીરમાંથી કોના અસંખ્યાત નાના છે અને કોના અસંખ્યાત મોટા છે તે નિશ્ચિત થાય છે. ૨૪ દંડકના બઢેલક શરીરોનું પરિમાણ, આ વિખંભ સૂચના આધારે બતાવ્યું છે.
તેનો આશય એ છે કે અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં જે પ્રદેશ રાશિ છે, તેના અસંખ્યાત વર્ગમૂળ થાય છે. તેમાંથી પ્રથમ વર્ગમૂળને દ્વિતીય વર્ગમૂળથી ગુણતાં જે રાશિ આવે તેટલી શ્રેણી ગ્રહણ કરવી, તેટલા પ્રમાણવાળી વિખંભ સૂચી અહીં ગ્રહણ કરવાની છે. આ સંખ્યા પરિમાણને સમજવા અસંખ્યય પ્રદેશાત્મક અંગુલ ક્ષેત્રમાં અસત્કલ્પનાથી ર૫૬ શ્રેણીઓ છે, તેમ માની લઈ એ તો ૨૫નું પ્રથમ વર્ગમૂળ ૧૬ થાય (૧૬૪૧૬ = ૨૫૬) તેનું બીજું વર્ગમૂળ ૪ થાય (૪૪૪ = ૧૬) અને ત્રીજું વર્ગમૂળ ૨ થાય (ર૪૨ = ૪). પ્રથમ વર્ગમૂળ ૧૬ સાથે દ્વિતીય વર્ગમૂળ ૪ ને ગુણતા ૧૬૪૪ = ૬૪ થાય. ૬૪ રાશિ જેટલી શ્રેણીની વિખંભ સૂચી ગ્રહણ કરવાની છે.