________________
| બારમું પદ શરીર
[ ૧૮૭ ] जे ते मुक्केल्लया ते अणंता, जहा ओहिया ओरालिया तहा भाणियव्वा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોને કેટલા ઔદારિક શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! દારિક શરીરના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- બદ્ધ અને મુક્ત. તેમાંથી બદ્ધ ઔદારિક શરીર નારકીઓને હોતા નથી અને મુક્ત ઔદારિક શરીરનું કથન ઔધિક ઔદારિક શરીર પ્રમાણે જાણવું અર્થાતુ નારકીઓના મુક્ત ઔદારિક શરીર અનંત છે. |१३ णेरइयाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ?
___ गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया तेणं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहि अवहीरंतिकालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो। तासिणं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलं बितियवग्गमूलपडुप्पण्णं, अहवा णं अंगुलबितियवग्गमूल घणपमाणमेत्ताओ सेढीओ। तत्थ णं जे ते मुक्केल्लया ते णं जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નારકીઓને વૈક્રિય શરીર કેટલા છે?
ઉત્તર- હે ગૌતમ ! નારકીઓને વૈક્રિય શરીર બે પ્રકારના છે– (૧) બદ્ધ (૨) મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. (૧) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળના સમય પ્રમાણ, (૨) ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે. તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિષ્ઠભસૂચી-પહોળાઈ અંગુલ પ્રદેશના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળથી ગુણિત કરતાં જે રાશિ નિષ્પન્ન થાય તેટલા પ્રદેશ પ્રમાણ હોય છે અથવા અંગુલના બીજા વર્ગમૂળના ઘનપ્રમાણ શ્રેણીઓ જાણવી અર્થાત્ અંગુલના બીજા વર્ગમૂળ પ્રમાણ આકાશ પ્રદેશોને ત્રણ વાર ગણવાથી જે રાશિ થાય તેટલી શ્રેણીઓ અને તે શ્રેણીઓના પ્રદેશ તુલ્ય નારકીના બદ્ધ વૈક્રિય શરીર જાણવા. મુક્ત વૈક્રિય શરીર ઔધિક મુક્ત ઔદારિક શરીર જેટલા છે. १४ णेरइयाणं भंते ! केवइया आहारगसरीरा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थणं जे ते बद्धेल्लया ते णं णत्थि । तत्थ णं जे ते मुक्केल्लया ते जहा ओहिया ओरालिया तहा भाणियव्वा । तेयग-कम्मगसरीरा जहा एतेहिं चेव वेउव्वियसरीरा तहा भाणियव्वा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નારકીઓને કેટલા આહારક શરીર છે? ઉત્તર- હે ગૌતમ! આહારક શરીરના બે પ્રકાર છે. બદ્ધ અને મુક્ત. નારકીઓને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત આહારક શરીરનું કથન ઔધિક મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવું. નારકીના વૈક્રિય શરીરના વિષયમાં કહ્યું તે જ પ્રમાણે તૈજસ-કાર્પણ શરીર માટે જાણવું. વિવેચન :
આ સૂત્રોમાં નારકીઓના બદ્ધ અને મુક્ત પાંચે શરીરનું પરિમાણ બતાવ્યું છે.