________________
| બાર પદ: શરીર
[ ૧૮૫]
बद्धेल्लया य मुक्केल्लया य । जहा तेयगसरीरा तहा कम्मगसरीरा वि भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કાશ્મણ શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! કાર્પણ શરીરના બે પ્રકાર છે. બદ્ધ અને મુક્ત. જે રીતે તૈજસ શરીરની વક્તવ્યતા પૂર્વે કહી છે તે જ રીતે કાર્પણ શરીર માટે કહેવું. વિવેચન :બદ્ધ તૈજસ શરીર પરિમાણ - બદ્ધ તૈજસ શરીર અનંત છે. સર્વ સંસારી જીવને તૈજસ શરીર સ્વતંત્રપોતપોતાનું હોય છે. સાધારણ શરીરી નિગોદના જીવોને ઔદારિક શરીર સાધારણ હોય છે એટલે કે અનંતજીવોનું એક ઔદારિક શરીર હોય છે, જ્યારે તૈજસ-કાશ્મણ શરીર પોત-પોતાના અલગ-અલગ હોય છે. તેથી જેટલા સંસારી જીવ છે, તેટલા જ બદ્ધ તૈજસ શરીર હોય છે. તેની સંખ્યા અનંત છે. (૧) કાળથી તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય છે તેટલા તૈજસ શરીર છે. (૨) ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે અર્થાત અનંતલોકના જેટલા આકાશપ્રદેશ છે તેટલા બદ્ધ તૈજસ શરીર છે. (૩) દ્રવ્યથી સિદ્ધ જીવોથી અનંતગુણ અધિક અને સર્વ જીવો કરતાં અનંતમા ભાગે ન્યૂન હોય છે.
તેજસ શરીર સર્વ સંસારી જીવને અવશ્ય હોય છે. સંસારી જીવો સિદ્ધો કરતાં અનંત ગુણ અધિક છે, તેથી બદ્ધ શરીર પણ સિદ્ધ કરતાં અનંત ગુણ અધિક થાય છે. સર્વ જીવ રાશિમાંથી સિદ્ધ જીવોને તૈજસ કાર્પણ શરીર ન હોય, સિદ્ધો સર્વ જીવ રાશિથી અનંતમા ભાગ જેટલા ન્યૂન છે, તેથી તે ઓછા કરતાં તૈજસ શરીર સર્વ જીવોના અનંતમા ભાગે ન્યૂન થાય છે. આ રીતે બદ્ધ તૈજસ શરીર સિદ્ધોથી અનંત ગુણ અધિક અથવા સર્વ જીવરાશિના અનંતમા ભાગે ન્યૂન હોય છે. તૈજસ કાર્મણ શરીરના મુશ્કેલગ:- આ બંને શરીર જીવ સાથે અનાદિકાલથી છે. જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે જ તે આ બે શરીરને છોડે છે, તો પ્રશ્ન થાય છે કે સિદ્ધ થયા પહેલાં જીવને તૈજસ કાર્પણ શરીરના મુશ્કેલગ કેમ હોય? સમાધાન એ છે કે શરીરધારી જીવના ઔદારિક, તૈજસ, કાર્મણ આદિ શરીરના પુદ્ગલ સમયે-સમયે ક્ષીણ થતા રહે છે. તેમાં ચય અને ઉપચય થતા રહે છે, તેથી તે શરીરના જીર્ણ-શીર્ણ અને ત્યક્ત યુગલ લોકમાં રહે છે. માટે દરેક જીવને તૈજસ, કાર્મણ શરીરના મુશ્કેલગ અનંત હોય છે. મુક્ત તૈજસ શરીર પરિમાણ – મુક્ત તૈજસ શરીર પણ અનંત છે. (૧) કાળથી તે અનંત ઉત્સર્પિણીઅવસર્પિણીના સમય પ્રમાણ છે, (૨) ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે અર્થાત્ અનંત લોકના જેટલા આકાશપ્રદેશ છે, તેટલા મુક્ત તૈજસ શરીર છે. (૩) દ્રવ્યથી મુક્ત તૈજસ શરીર સર્વ જીવોથી અનંતગુણ અધિક છે. તેમજ સર્વ જીવ વર્ગના અનંતમા ભાગ પ્રમાણ છે અર્થાત્ સર્વ જીવ સંખ્યાને તે જ સંખ્યાથી ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય, તેના અનંતમા ભાગ જેટલા તૈજસના મુક્ત શરીર છે.
પ્રત્યેક જીવે ભૂતકાળમાં અનંત-અનંત તૈજસ શરીરોને છોડ્યા છે. જીવ તે શરીરને છોડી દે પછી અસંખ્યાતકાળ સુધી તૈજસ પુદ્ગલ રૂપે તે મુક્ત તૈજસ શરીર રહી શકે છે. પ્રત્યેક જીવના મુક્ત તૈજસ શરીર અનંત હોવાથી તેની સંખ્યા સમસ્ત જીવોથી અનંતગુણી અધિક થાય છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે જીવોની વર્ગ સંખ્યાના અનંતમા ભાગ પ્રમાણ છે.
કોઈપણ રાશિને તે જ રાશિથી ગુણવામાં આવે તે વર્ગ કહેવાય છે. જેમ કે ૪૪૪ = ૧૬. આ ૧૬ સંખ્યા ચારનો વર્ગ કહેવાય. જીવરાશિને જીવરાશિથી ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય તે જીવવર્ગ કહેવાય.