________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૨
ગોયમા ! તુવિજ્ઞા પળત્તા, તં નહીં- • बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्या ते णं सिय अत्थि सिय णत्थि, जइ अत्थि जहण्णेणं एगो वा दो वा तिणि વા, उक्कोसेणं सहस्सपुहत्तं । तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता, जहा ओरालियसरीरस्स मुक्केल्लया तहा भाणियव्वा ।
૧૮૪
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આહારક શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! આહારક શરીરના બે પ્રકાર છે– બદ્ધ અને મુક્ત. તેમાંથી બદ્ધ આહારક શરીર ક્યારેક હોય, ક્યારેક હોતા નથી. જ્યારે હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર (પરંપરાથી– બે થી નવ હજાર) હોય છે. મુક્ત આહારક શરીર અનંત છે. તે ઔદારિક શરીર પ્રમાણે જાણવા.
વિવેચન :
લબ્ધિધારી, ચૌદપૂર્વી સાધુને જ આહારક શરીર હોય છે અને તે પણ જ્યારે બનાવે ત્યારે જ હોય છે. તેની સમય મર્યાદા પણ અલ્પ છે અને સંખ્યા પણ નિયત છે. આહારક શરીરનો વિરહ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનો છે અર્થાત્ ક્યારેક છમાસ પર્યંત આહારક શરીર હોતું નથી.
બદ્ધ આહારક શરીરનું પરિમાણ :– જ્યારે હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે અર્થાત્ બે હજાર થી નવ હજાર સુધીની કોઈપણ સંખ્યામાં હોય છે.
મુક્ત આહારક શરીરનું પરિમાણ ઃ– મુક્ત ઔદારિક શરીરની સમાન તે અનંત હોય છે. અનંતના અનંત ભેદ છે. વાસ્તવમાં મુક્ત ઔદારિક શરીરથી અનંતમા ભાગ જેટલા મુક્ત આહારક હોય છે. તૈજસ-કાર્મણ શરીર સંખ્યા પરિમાણ -
१० केवइया णं भंते ! तेयगसरीरा पण्णत्ता ?
गोया ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ अनंता लोगा, दव्वओ सिद्धेहिंतो अणंतगुणा सव्वजीवाणं अनंतभागूणा । तत्थ जे ते मुक्केल्लयाणं अनंता, अणंताहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ अणंता लोगा, दव्वओ सव्वजीवेहिं अनंतगुणा जीववग्गस्स अनंतभागो । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તૈજસ શરીરના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– તૈજસ શરીરના બે પ્રકાર છે– બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ તૈજસ શરીર અનંત છે. તે કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણીથી અપહૃત થાય છે. ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે, દ્રવ્યથી સિદ્ધો કરતાં અનંતગુણ અધિક અને સર્વ જીવોથી અનંતમા ભાગે ન્યૂન છે.
મુક્ત તૈજસ શરીર પણ અનંત છે. તે કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીથી અપહૃત થાય છે. ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે. દ્રવ્યથી સર્વ જીવોથી અનંતગુણ અધિક અને જીવવર્ગના અનંતમા ભાગે છે. શ્o જેવડ્યા ખં ભંતે ! જમ્મયસરીરા પાત્તા ? ગોયમા ! સુવિહા પળત્તા,
તું નહા