________________
બાર પદ: શરીર
.
૨૨૨
[ ૧૮૩ ]
છે. ક્ષેત્રથી તે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે. મુક્ત વૈક્રિય શરીર અનંત છે. કાળથી તે અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી દ્વારા અપહત થાય છે. શેષ કથન ઔદારિક શરીર પ્રમાણે જાણવું. વિવેચનઃ
દેવો અને નારકીને ભવ પર્યત બદ્ધ વૈક્રિય શરીર હોય છે. મનુષ્ય અને તિર્યંચમાં વૈક્રિય લબ્ધિધારી મનુષ્ય કે તિર્યંચ જેટલો સમય વૈક્રિય શરીર બનાવે તેટલો સમય બદ્ધ વૈક્રિય શરીર હોય છે અને તે શરીર છૂટી જાય પછી તે મુક્ત વૈક્રિય શરીર કહેવાય છે. વૈકિય શરીર પરિમાણ :- બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. મુક્ત વૈક્રિય શરીર અનંત છે. કાળથી બદ્ધ વૈલિય શરીર- કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય છે, તેટલા બદ્ધ વૈક્રિય શરીર છે. સમયે સમયે એક બદ્ધ વૈક્રિય શરીરને દૂર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ વ્યતીત થાય, તેટલા બદ્ધ વૈક્રિય શરીર છે. ક્ષેત્રથી બદ્ધ વૈકિય શરીર ઃ- ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણી પ્રમાણ બદ્ધ વૈક્રિય શરીર છે. તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. ઘનીકૃત લોકના એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણીઓ હોય અને તે શ્રેણીઓમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા બદ્ધ વૈક્રિય શરીર હોય છે. મુક્ત વૈકિય શરીર પરિમાણ - મુક્ત વૈક્રિય શરીર અનંત છે. ઔદારિક મુક્ત શરીરની જેમ જ કાળ થી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ અને દ્રવ્યથી અભવ્ય જીવોથી અનંતગુણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ મુક્ત વૈક્રિય શરીર હોય છે.
પ્રસ્તુત સૂત્રોમાં અનેક સ્થાને બદ્ધ-મુક્ત શરીરોનું પ્રમાણ ઘનીકૃત લોક, શ્રેણી, પ્રતર વગેરેના આધારે સમજાવ્યું છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ઘનીકત લોક, પ્રતર અને શ્રેણી :- લોકનો આકાર બે પગ પહોળા રાખીને, કમ્મર ઉપર બે હાથ રાખી ફૂદરડી ફરતા પુરુષની આકૃતિ જેવો સર્વત્ર ગોળાકાર છે. લોક નીચેથી ઉપર ૧૪ રાજુ પ્રમાણ છે અને લંબાઈ પહોળાઈમાં નીચે ૭ રાજૂ, મધ્યમાં ૧ રાજૂ, પાંચમા દેવલોક પાસે ૫ રાજૂ અને ઉપર લોકાંતે ૧ રાજૂ છે.
અસત્કલ્પનાથી તેના જુદા-જુદા વિભાગો કરીને જોડવામાં આવે તો તે ૭ રાજૂ લાંબો-પહોળો અને ૭ રાજૂ જાડાઈવાળો ઘનીકૃત લોક થાય છે. (આકૃતિ સાથે સમજવા માટે જુઓ– અનુયોગ દ્વાર સૂત્ર પેઈજ નં. ૩૩૪-૩૩૫) તેની ૭ રાજૂની જાડાઈમાં એકપ્રદેશી જાડાઈવાળા અસંખ્ય પ્રતર(૭ રાજૂ લાંબાપહોળા) થાય છે અને તે દરેક પ્રતરમાં એકપ્રદેશી પહોળી અને ૭ રાજુ લાંબી અસંખ્ય શ્રેણીઓ થાય છે. તે દરેક શ્રેણીમાં અસંખ્ય આકાશપ્રદેશો હોય છે. દષ્ટાંત – કોઈ એક પુસ્તક આઠ ઈંચ લાંબું, ૬ ઈંચ પહોળું અને ૨ ઈંચ જાડાઈવાળું હોય તે ઘન રૂપ છે. તે પુસ્તકના એક-એક પાના પ્રતર રૂપ છે, તે પાનાની એક-એક લાઈન શ્રેણી રૂપ છે, તે લાઈનના એક-એક અક્ષર પ્રદેશ રૂપ છે. આહારક શરીર સંખ્યા પરિમાણ:९ केवइया णं भंते ! आहारगसरीरा पण्णत्ता?