________________
[ ૧૮
]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
Oાન છે.
ક્ષેત્રથી બદ્ધ ઔદારિક શરીર પરિમાણ :- ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ છે અર્થાતુ એક-એક દારિક શરીરને લોકમાં રહેલા એક-એક આકાશ પ્રદેશ પર સ્થાપિત કરવામાં આવે તો આખા લોકના સર્વ આકાશપ્રદેશ તો બદ્ધ ઔદારિક શરીરથી વ્યાપ્ત થઈ જાય અને આ લોક જેવડા બીજા અસંખ્યાત લોકના આકાશપ્રદેશ પણ બદ્ધ ઔદારિક શરીરથી વ્યાપ્ત થઈ જાય અર્થાત્ અસંખ્યાત લોકના જેટલા આકાશપ્રદેશ છે, તેટલા બદ્ધલક ઔદારિક શરીર છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે વનસ્પતિમાં અનંત જીવ છે, તો તેના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત કેમ હોય શકે ? તેનું સમાધાન એ છે કે વનસ્પતિમાં નિગોદ(સાધારણ વનસ્પતિ)માં એક-એક શરીરમાં અનંત-અનંત જીવો રહે છે. તેઓને જુદા-જુદા ઔદારિક શરીર હોતા નથી માટે જીવો અનંત છે પણ તેના ઔદારિક શરીર અસંખ્યાતા જ છે. મુક્ત ઔદારિક શરીર પરિમાણ – મુક્ત ઔદારિક શરીર અનંત છે. બદ્ધ ઔદારિક શરીર અસંખ્ય છે તેમ છતાં મુક્ત ઔદારિક શરીર અનંત છે કારણ કે એક મુક્ત ઔદારિક શરીર અનંત સ્કંધોમાં વિભાજિત થઈ જાય છે. તે સ્કંધો જ્યાં સુધી દારિકપણાનો ત્યાગ કરે નહીં, બીજા પરિણામે પરિણત થાય નહીં, ત્યાં સુધી તે વિભાજિત થયેલા અનંત સ્કંધો ઔદારિક શરીરના મુશ્કેલગ કહેવાય છે, તેથી એક-એક ઔદારિક શરીરના અનંત મુશ્કેલગ છે. તે જ રીતે વૈક્રિય શરીર કે આહારક શરીરના મુક્કલગ પણ અનંત છે. કાળથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ:-કાળની અપેક્ષાએ મુક્ત ઔદારિક શરીર અનંત ઉત્સર્પિણીઅવસર્પિણીના જેટલા સમય છે તેટલા જાણવા. પ્રત્યેક સમયે એક એક મુક્ત ઔદારિક શરીરનો અપહાર કરવામાં આવે તો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પસાર થઈ જાય છે. ક્ષેત્રથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ :- ક્ષેત્રની અપેક્ષાએ મુક્ત ઔદારિક શરીર અનંત લોક પ્રમાણ છે. એક લોકના અસંખ્યાત આકાશપ્રદેશ છે. તેવા અનંત લોકના આકાશપ્રદેશ પ્રમાણ મુશ્કેલગ
ઔદારિક શરીર હોય છે. દ્રવ્યથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ :-દ્રવ્યની અપેક્ષાએ મુક્ત ઔદારિક શરીર અભવ્ય જીવોથી અનંતગુણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ હોય છે. વૈક્રિય શરીર સંખ્યા પરિમાણ:८ केवइया णं भंते ! वेउव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया तेणं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो । तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं अवहीरंति कालओ, सेसं जहा ओरालियस्स मुक्केल्लया तहा एते वि भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિય શરીરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! વૈક્રિય શરીરના બે પ્રકાર છે. (૧) બઢેલક–બદ્ધ (૨) મુક્કલગ-મુક્ત. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી દ્વારા અપહત થાય