________________
| બાર પદ: શરીર
[ ૧૮૧ ]
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहि अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जा लोगा । तत्थ णं जे से मुक्केल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ अणंता लोगा, दव्वओ अभवसिद्धिएहिं अणंतगुणा, सिद्धाणं अणंतभागो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! દારિક શરીરના બે પ્રકાર છે. બલક–બદ્ધ ઔદારિક શરીર અને મુશ્કેલગમુક્ત ઔદારિક શરીર. તેમાં બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. તે કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી- અવસર્પિણી કાલમાં અપહત થાય તેટલા છે અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ છે. જે મુક્ત ઔદારિક શરીર છે, તે અનંત છે. કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલમાં અપહૃત થાય તેટલા છે. ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ-લોકપ્રદેશ તુલ્ય છે. દ્રવ્યની અપેક્ષાએ મુક્ત ઔદારિક શરીરની સંખ્યા અભવ્ય જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમાં ભાગ પ્રમાણ છે. વિવેચનઃ
આ સૂત્રમાં બદ્ધ ઔદારિક શરીર અને મુક્ત ઔદારિક શરીરની સંખ્યાનું પરિમાણ બતાવ્યું છે અર્થાત્ વર્તમાનકાલિક ઔદારિક શરીર અને ભૂતકાલિક મુક્ત ઔદારિક શરીર સંખ્યાની વિચારણા છે. બહેલક–બદ્ધ શરીર ઃ- વર્તમાનમાં જીવે જે શરીર ધારણ કર્યું હોય, તે શરીર બઢેલક(બદ્ધ) શરીર કહેવાય છે. વર્તમાન ભવની જેટલી સ્થિતિ હોય તેટલા સમય સુધી તે બઢેલક શરીરરૂપે રહે છે. મુશ્કેલગ–મુક્ત શરીર ઃ- જીવે પૂર્વભવમાં જે શરીરો ગ્રહણ કરીને છોડી દીધા છે, વર્તમાન ભવની સ્થિતિ પૂર્ણ થતાં જીવ જે શરીરને છોડી દે છે, તે છૂટેલા શરીરો મુશ્કેલગ–મુક્ત શરીર કહેવાય છે. તે શરીર ખંડ-ખંડ થઈ જાય તોપણ જ્યાં સુધી ઔદારિકાદિપણાનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે શરીર ખંડો તે જીવના મુક્કલગ શરીર કહેવાય છે.
અસંખ્યાત કાળ સુધી તે પુદ્ગલ તે શરીર રૂપે (અનંત ખંડ-ખંડ થઈને) રહે છે અર્થાત્ મુશ્કેલગ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાલની છે. તેટલા કાલ સુધી તે મુક્ત પુલ બીજા કોઈ પ્રયોગ પરિણત કે વિસસા પરિણત થયા વિના અને કોઈ શરીરના બધેલક થયા વિના રહી શકે છે. તે પુલો દ્રવ્ય નિક્ષેપથી ઔદારિક શરીર કહેવાય છે. અહીં તેને મુશ્કેલગ ઔદારિક શરીર કહ્યા છે. ઔદારિક શરીર પરિમાણ :- બઢેલક ઔદારિક શરીર અસંખ્યાત અને મુક્ત ઔદારિક શરીર અનંત છે. અસંખ્યાત અને અનંતની આ રાશિને સૂત્રકારે કાલથી, ક્ષેત્રથી અને દ્રવ્યથી સમજાવી છે. કાલથી બદ્ધ ઔદારિક શરીર પરિમાણ:-બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. તે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય છે તેટલા જાણવા અર્થાત્ અસત્ કલ્પનાથી પ્રત્યેક સમયે એક-એક બદ્ધેલક શરીરને દૂર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ વ્યતીત થાય ત્યારે બધા બઢેલક ઔદારિક શરીર દૂર થાય. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમય છે તેટલા બદ્ધ ઔદારિક શરીર છે.