________________
[ ૧૮૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
जहा- ओरालिए, तेयए, कम्मए । एवं आउ-तेउ-वणस्सकाइयाण वि एए चेव तिण्णि सरीरा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને કેટલા શરીર હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તેને ત્રણ શરીર હોય છે, તે આ પ્રમાણે છે– ઔદારિક, તૈજસ અને કાર્પણ. પૃથ્વીકાયિક જીવોની જેમ જ પાણી, અગ્નિ અને વનસ્પતિના જીવોને પણ ત્રણ-ત્રણ શરીર હોય છે. | ५ वाउकाइयाणं भंते ! कइ सरीरा पण्णत्ता ? गोयमा ! चत्तारि सरीरा पण्णत्ता, तं जहा- ओरालिए, वेउव्विए, तेयए, कम्मए । बेइंदिय तेइंदिय चउरिदियाणं जहा पुढवीकाइयाणं । पंचेदियतिरिक्खजोणियाणं जहा वाउकाइयाणं । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! વાયુકાયિક જીવોને કેટલા શરીર હોય છે? ઉત્તર- હે ગૌતમ ! વાયુકાયિક જીવોને ચાર શરીર હોય છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) તૈજસ (૪) કાર્પણ. પૃથ્વીકાયિક જીવોની જેમ બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરેન્દ્રિય જીવોને ઔદારિક, તૈજસ અને કાર્મણ. આ ત્રણ શરીર હોય છે. વાયુકાયની જેમ પંચેન્દ્રિય તિર્યંચોને દરિક, વૈક્રિય, તેજસ અને કાર્મણ, આ ચાર શરીર હોય છે. | ६ मणूसाणं भंते ! कइ सरीरा पण्णत्ता? गोयमा ! पंच सरीरा पण्णत्ता, तं जहा
ओरालिए, वेउव्विए, आहारए, तेयए, कम्मए । वाणमंतराणं जोइसियाणं वेमाणियाणं जहा णेरइयाणं, वेउव्विय-तेयग-कम्मगा तिण्णि तिण्णि सरीरा भाणियव्वा । ભાવાર્થ :- પ્રગ્ન–હે ભગવન્! મનુષ્યોને કેટલા શરીર હોય છે? ઉત્તર- હે ગૌતમ! મનુષ્યોને પાંચ શરીર હોય છે, તે આ પ્રમાણે છે– ઔદારિક, વૈક્રિય, આહારક તૈજસ અને કાર્મણ. નારકીની જેમ વાણવ્યંતર,
જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને વૈક્રિય, તૈજસ અને કાર્મણ, આ ત્રણ-ત્રણ શરીર હોય છે. વિવેચન:
પાંચ શરીરમાંથી તૈજસ અને કાર્પણ આ બે શરીર તો સર્વ સંસારી જીવોને હોય જ છે. મનુષ્ય અને તિર્યંચોને ભવસ્વભાવથી ઔદારિક શરીર અને દેવ-નારકીને ભવસ્વભાવથી વૈક્રિય શરીર હોય છે. આહારક શરીર લબ્ધિધારી મનુષ્યોને જ હોય છે. મનુષ્ય અને તિર્યચોમાં વૈક્રિય શરીર લબ્ધિજન્ય હોય છે. કેટલાક બાદર વાયુકાયને વૈક્રિય શરીર હોય છે તેથી તેમાં ચાર શરીર હોય છે. ૨૪ દંડકમાં પાંચ શરીર ઃનારકી–દેવતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય
મનુષ્ય વનસ્પતિ, વિકજિય ૩શરીર | યશરીર | ૪ શરીર
પશરીર વિક્રિય, તૈજસ, કાર્મણઔદારિક તૈજસ, કાર્પણ | દારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ | ઔદારિક, વૈક્રિય,આહારક તૈજસ,કાર્પણ
દારિક શરીર સંખ્યા પરિમાણ:|७ केवइया णं भंते ! ओरालियसरीरा पण्णत्ता ?