________________
બારમું પદ : શરીર
નિર્માણ કરે છે, તે આહારક શરીર કહેવાય છે. આહારક લબ્ધિ પ્રાપ્ત મુનિને જ્યારે કોઈપણ જિજ્ઞાસાનું સમાધાન પ્રાપ્ત કરવાનું હોય અને તે સમયે પોતાના ક્ષેત્રમાં કેવળજ્ઞાની ભગવંત ન હોય, અન્ય ક્ષેત્રમાં હોય, જ્યાં ઔદારિક શરીરથી પહોંચી શકાય તેમ ન હોય, ત્યારે મુનિ લબ્ધિ વિશેષથી અતિ વિશુદ્ધ, સ્ફટિક સમાન નિર્મળ એક હાથનું શરીર બનાવીને તે શરીર દ્વારા તે ક્ષેત્રમાં જઈને તીર્થંકર કે કેવળી ભગવાન પાસેથી સમાધાન મેળવે છે, તે શરીર આહારક શરીર કહેવાય છે. આ શરીરનું નિર્માણ પ્રમત્ત સંયત, છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિ કરે છે.
૧૭૯
(૪) તૈજસ શરીર ઃ— સ્થૂલ શરીરની દીપ્તિ અને પ્રભાનું જે કારણ છે તે તૈજસ શરીર છે. તે સૂક્ષ્મ શરીર છે. તેજસ શરીર તેજોમય હોવાથી ભોજનને પચાવે છે. તેજના વિકારરૂપ હોવાથી તે તૈજસ શરીર કહેવાય છે. તે બે પ્રકારનું છે– (૧) અનિઃસરણાત્મક— સ્થૂલ શરીરની સાથે રહીને જે આહારના પાચનનું કાર્ય કરે, તે અનિઃસરણાત્મક તૈજસ શરીર કહેવાય છે. તે ઔદારિક, વૈક્રિય, આહારક શરીરમાં તેજ, પ્રભા, કાંતિનું નિમિત્ત બને છે. અનિઃસરણાત્મક તૈજસ શરીર સર્વ સંસારી જીવને અવશ્ય હોય છે. (૨) નિઃસરણાત્મક— તેજોલબ્ધિના પ્રયોગથી થતું તેજસ શરીર નિઃસરણાત્મક છે. તેમાં જે શુભ છે તે સુભિક્ષ, શાંતિ, અનુગ્રહ વગેરેનું કારણ બને છે અને અશુભ છે તે દુર્ભિક્ષ અશાંતિ, શાપ વગેરેમાં કારણ બને છે. આ શરીર લબ્ધિ પ્રત્યયિક છે, તે તેજોલબ્ધિવાન તિર્યંચ, મનુષ્ય અને દેવોને હોય છે.
(૫) કાર્મણ શરીર ઃ– આઠ પ્રકારના કર્મ સમુદાયથી જે નિષ્પન્ન થાય છે તથા ઔદારિક વગેરે શરીરનું જે કારણ છે તે કાર્પણ શરીર કહેવાય છે. આ શરીર પણ સર્વ સંસારી જીવોને હોય છે.
આ પાંચે શરીરોમાં ઔદારિક શરીર સ્વલ્પ પુદ્ગલોનું બને છે અને તે સૌથી વધુ સ્થૂલ છે અર્થાત્ તેમાં પોલાણ ભાગ વધુ છે. ત્યાર પછીના શરીરો ક્રમશઃ સૂક્ષ્મ-સૂક્ષ્મતર હોવાથી અધિક-અધિકતર પુદ્ગલના બનેલા હોય છે. અંતિમ ત્રણે શરીર આંખથી દૃષ્ટિગોચર થતા નથી, પરમાવધિજ્ઞાની કે કેવળ જ્ઞાની જ તેને જોઈ શકે છે. વૈક્રિય શરીર ચર્મચક્ષુથી દૃષ્ટિગોચર અને અદષ્ટિગોચર બંને પ્રકારના હોય છે. ચોવીસ દંડકવર્તી જીવોના શરીર ઃ
૨ | ઘેરવાળું ભંતે ! વફ સરીયા પળત્તા ? ગોયમા ! તો લીરા પળત્તા, વેનવ્વિર્, તેયÇ, મ્મદ્ ।
તં નહીં
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નારકીઓને કેટલા શરીર છે ? ઉત્તર– હે ગૌતમ ! નારકીઓને ત્રણ શરીર હોય છે, તે આ પ્રમાણે છે– (૧) વૈક્રિય, (૨) તૈજસ, (૩) કાર્મણ.
३ असुरकुमाराणं भंते ! कइ सरीरा पण्णत्ता ? गोयमा ! तओ सरीरा पण्णत्ता, तं जहा - वेडव्विए तेयए कम्मए । एवं तिण्णि तिण्णि एए चेव सरीरा जाव थणियकुमाराणं भाणियव्वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમાર દેવોને કેટલા શરીર હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેને ત્રણ શરીર હોય છે, તે આ પ્રમાણે છે– (૧) વૈક્રિય, (૨) તૈજસ, (૩) કાર્પણ. આ જ રીતે સ્તનિતકુમાર સુધીના દેવોને આ જ ત્રણ-ત્રણ શરીર હોય છે.
૪ પુવીાડ્યાળ મંતે ! ડ્ સરીરા પળત્તા ? ગોયમા ! તો સરીરા પળત્તા,