________________
૧૭૮
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
–
- બારમું પદઃ શરીર VPP/PE/PP/PE/ શરીરના પાંચ પ્રકાર:| १ कइ णं भंते ! सरीरा पण्णत्ता? गोयमा ! पंच सरीरा पण्णत्ता, तं जहा- ओरालिए, वेउव्विए, आहारए, तेयए, कम्मए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! શરીરના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદારિક શરીર, (૨) વૈક્રિય શરીર, (૩) આહારક શરીર, (૪) તૈજસ શરીર, (૫) કાર્મણ શરીર. વિવેચન :
નીર્તિ રૂરિ શરીર: | જે જીર્ણ-શીર્ણ થાય તે શરીર. જન્મથી મૃત્યુ પર્યત નિરંતર જર્જરિત થાય, શીર્ણ થાય તે શરીર કહેવાય છે. (૧) ઔદારિક શરીર - ઔદારિક શબ્દ-ઉદાર શબ્દથી બન્યો છે. ઉદાર શબ્દના ચાર અર્થ છે– (૧) ઉદાર=પ્રધાન, (૨) ઉદાર=વિશાળ, વિસ્તૃત, (૩) ઉદાર માંસ, મજ્જા, હાડકા વગેરે (૪) ઉદાર-શૂલ.
(૧) જે શરીર પ્રધાન હોય તે ઔદારિક શરીર કહેવાય છે. તીર્થકરો, ગણધરો આદિ ચરમ શરીરી જીવોને આ શરીર હોય છે તથા ઔદારિક શરીર દ્વારા જ જીવ મુક્તિ ગમનમાં સહાયક એવી સંયમ સાધના કરી શકે છે, માટે અન્ય શરીરોમાં તે પ્રધાન છે (૨) ઔદારિક શરીરની અવગાહના અન્ય શરીર કરતાં વધુ મોટી હોય છે. વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન છે. વૈક્રિય શરીરની અવગાહના ૫૦૦ ધનુષ્યની છે, જોકે ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના લાખ યોજનની છે પણ તે અલ્પકાળ માટે જ હોય છે, ભવ પર્યત રહેતી નથી તેથી તેની ગણના ન કરતાં ઔદારિક શરીર જ અન્ય શરીરોમાં વિશાળ હોવાથી તેને ઉદાર–ઔદારિક શરીર કહે છે. (૩) માંસ, હાડકા, સ્નાયુ વગેરેથી બદ્ધ શરીર ઔદારિક શરીર કહેવાય છે. પાંચ શરીરમાંથી એક માત્ર ઔદારિક શરીર જ માંસ, મજ્જા, લોહી વગેરે સપ્ત ધાતુનું બનેલું હોય છે. અન્ય શરીરમાં સપ્તધાતુઓ હોતી નથી. (૪) ઔદારિક શરીર વૈક્રિયાદિ શરીરોની અપેક્ષાએ ઉદાર-સ્થૂલ પુગલોથી બનેલું હોવાથી તે ઔદારિક શરીર કહેવાય છે. આ શરીર મનુષ્ય અને તિર્યંચોને હોય છે. (૨) વૈકિય શરીર - વિવિધ, વિશિષ્ટ ક્રિયાઓ જે શરીર દ્વારા થઈ શકે, નાના-મોટા, દશ્ય-અદશ્ય આદિ અનેક રૂપો જે શરીર દ્વારા થઈ શકે તે વૈક્રિય કહેવાય છે. તેના બે ભેદ છે– (૧) લબ્ધિ પ્રત્યયિક (૨) ભવ પ્રત્યયિક. (૧) વિશિષ્ટ લબ્ધિના પ્રયોગથી જે શરીર વૈક્રિય પુદ્ગલ દ્વારા બનાવવામાં આવે તે લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. (૨) દેવ-નારકીને જે વૈક્રિય શરીર ભવના નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે, તે ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે. ભવપ્રત્યયિક વૈક્રિય શરીર દેવ અને નારકીને હોય છે. (૩) આહારક શરીર - ચૌદ પૂર્વધર મુનિ વિશિષ્ટ પ્રયોજન માટે પોતાના યોગબળથી જે શરીરનું