________________
[ ૧૭૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
બારમું પદ છેક છે' રાક પૈકી
પરિચય
છે
૨ કી . છેક છે છે :
આ પદનું નામ શરીર પદ . તેમાં સંસારી જીવોને પ્રાપ્ત પાંચ શરીરનું વિસ્તૃત વર્ણન છે.
સંસારી જીવો સશરીરી જ હોય છે. સિદ્ધ જીવ અશરીરી છે. શરીર સાથે સંસારી જીવોને ઘનિષ્ઠ સંબંધ છે. અનાદિકાલીન ભવભ્રમણમાં જીવે પોતાના સ્થાનાનુસાર ભિન્ન-ભિન્ન પ્રકારના શરીર ધારણ કરીને છોડ્યા છે. સૂક્ષ્મ શરીર જીવની સાથે ભવાંતરમાં જાય છે અને પ્રત્યેક ભવમાં જીવ નૂતન સ્કૂલ શરીર ધારણ કરે છે. શરીર કે શરીરથી સંબંધિત સ્વજનો અને શરીરની સુરક્ષા માટેના સાધનો તથા તેની આસક્તિ જ જીવના કર્મબંધનું કારણ છે. તે આસક્તિથી જ સમસ્ત સંસારનું સર્જન થયું છે.
પ્રસ્તુત પદમાં ક્રમશઃ પાંચ પ્રકારના શરીર અને તેમાંથી ૨૪ દંડકના જીવોને પ્રાપ્ત થતાં શરીર, સમુચ્ચય રીતે પાંચ શરીરનું સંખ્યા પ્રમાણ તેમજ ૨૪ દંડકના જીવોએ ગ્રહણ કરેલા બદ્ધ શરીર અને જીવે છોડેલા મુક્ત શરીરોનું વિસ્તૃત વર્ણન છે. શરીર- પ્રતિક્ષણ વિનાશ ભાવને પ્રાપ્ત થાય તે શરીર છે. તે પૌગલિક હોવાથી જડ-અચેતનમય છે, પરંતુ ચૈતન્યમય જીવના સંયોગે શ્વાસોચ્છવાસ હલન-ચલન વગેરે વિવિધ ક્રિયાઓ તેમાં થાય છે. શરીરના પાંચ પ્રકાર છેઔદારિક શરીરઃ- (૧) જે શરીર ઉદાર-સ્થૂલ પુદ્ગલોનું બન્યું હોય તે ઔદારિક શરીર. (૨) જે ઉદારમોક્ષના પ્રયોજનભૂત છેતે ઔદારિક શરીર. (૩) જે ઉદાર એટલે અવગાહનાની અપેક્ષાએ વિશાળ છે તે ઔદારિક શરીર છે. વૈલિય શરીર ઃ- જે શરીર વિવિધ રૂપો બનાવવામાં સમર્થ હોય તે વૈક્રિય શરીર છે. તે નારકી અને દેવોને જન્મથી જ હોય છે. મનુષ્ય અને તિર્યંચોને લબ્ધિથી પ્રાપ્ત થાય છે. આહારક શરીર - ચૌદ પૂર્વધર મુનિવર આહારક લબ્ધિજન્ય ઉત્તમ પુલોથી જે શરીર બનાવે તે આહારક શરીર છે. તે શરીરની સહાયતાથી મુનિરાજ તીર્થકરના દર્શનાદિ કરવા જઈ શકે છે, પ્રશ્ન પૂછીને સમાધાન પ્રાપ્ત કરી શકે છે. તેજસ શરીરઃ- તેજોમય પુદ્ગલોનું બનેલું હોય, જે આહાર પાચનનું કાર્ય કરે છે અને તેજલબ્ધિવંત પુરુષ તેના દ્વારા તેજોલેશ્યા મૂકે છે. કાર્મણ શરીર :- કર્મના પુદ્ગલથી બનેલું શરીર. કર્મોનું સંકલન-સંગ્રહ રાખનાર તથા સર્વ કર્મોનું સંચાલન કરનાર. કાર્પણ શરીર દ્વારા જીવ કર્મ પુગલોને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણત કરે છે.
આ પાંચ શરીરમાં તૈજસ અને કાર્મણ શરીર સુક્ષ્મ છે. તે અનાદિકાલથી જીવની સાથે જ હોય છે અને જીવ સિદ્ધ ન થાય ત્યાં સુધી સાથે રહે છે. દારિક, વૈક્રિય અને આહારક, આ ત્રણ શરીર સ્કૂલ છે. જીવ જ્યારે એક ભવનું આયુષ્ય પૂર્ણ કરી બીજા ભવમાં ઉત્પન્ન થવા માટે ગતિ કરે છે ત્યારે તેની પાસે તૈજસ-કાશ્મણ શરીર હોય છે. ત્યારપછી જ્યાં જન્મ થાય તે ગતિ અનુસાર તે જીવ પૂલ શરીરનું નિર્માણ કરે