________________
| અગિયારમું પદ: ભાષા
[ ૧૭૫ ]
થોડા સત્ય ભાષક જીવો છે, તેનાથી મિશ્ર ભાષક જીવો અસંખ્યાતગુણા છે, તેનાથી અસત્ય ભાષક જીવો અસંખ્યાતગુણા છે, તેનાથી વ્યવહાર ભાષક જીવો અસંખ્યાતગુણા છે અને તેનાથી અભાષક જીવો અનંત ગુણા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચાર પ્રકારના ભાષકોનું અપુત્વ છે.
(૧) સર્વથી થોડા સત્ય ભાષક છે. સમ્યક ઉપયોગપૂર્વક, વસ્તુતત્ત્વનું પ્રતિપાદન કરવાની બુદ્ધિથી જે બોલે છે, તે જ સત્ય ભાષક છે અને તેવા જીવો બહુજ ઓછા હોય છે, (૨) તેનાથી મિશ્ર ભાષા બોલનારા અસંખ્યાતગુણા છે. લોકમાં સાચું-ખોટું બોલનારો વર્ગ વધુ છે (૩) તેનાથી અસત્ય ભાષક અસંખ્યાતગુણા છે, કારણ કે ક્રોધાદિને વશીભૂત થઈને બોલનારા જીવો સંસારમાં ઘણા હોય છે અને તે મૃષા ભાષક છે. (૪) તેનાથી વ્યવહાર ભાષક અસંખ્યાતગુણા અધિક છે, કારણ કે બેઈન્દ્રિયથી પંચેંદ્રિય સુધીના જીવો વ્યવહાર ભાષક હોય છે. (૫) તેનાથી અભાષક અનંતગુણા છે, કારણ કે અભાષકોની ગણનામાં સિદ્ધો તથા એકેન્દ્રિય જીવો આવે છે અને તે બંને જીવો અનંત છે.
II અગિયારમું પદ સંપૂર્ણ I