________________
[ ૧૭૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
વચનોનો સમ્યગુરૂપે ઉપયોગ કરીને બોલે છે, ત્યારે તેની ભાષા પ્રજ્ઞાપની સમજવી જોઈએ. તે ભાષાથી ચોક્કસ અર્થનો બોધ થાય છે તેથી તે મૃષા નથી. ચાર ભાષાઓની અપેક્ષાએ આરાધક-વિરાધક:८७ कइ णं भंते ! भासज्जाया पण्णत्ता? गोयमा ! चत्तारि भासज्जाया पण्णत्ता, तं जहा- सच्चमेगं भासज्जायं, बिइयं मोसं भासज्जायं, तइयं सच्चामोसं भासज्जायं, चउत्थं असच्चामोसं भासज्जायं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! ભાષા જાત-ભાષાના પ્રકાર કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! ભાષાના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ભાષાનો પહેલો પ્રકાર છે સત્ય ભાષા (૨) ભાષાનો બીજો પ્રકાર છે અસત્ય ભાષા (૩) ભાષાનો ત્રીજો પ્રકાર છમિશ્ર ભાષા અને (૪) ભાષાનો ચોથો પ્રકાર છે–વ્યવહાર ભાષા. ८८ इच्चेयाई भंते ! चत्तारि भासज्जायाइं भासमाणे किं आराहए, विराहए?
गोयमा ! इच्चेयाइं चत्तारि भासज्जायाई आउत्तं भासमाणे आराहए, णो विराहए। तेण परं असंजए अविरए अपडिहय-पच्चक्खायपावकम्मे सच्चं वा मोसं वा सच्चामोसं वा असच्चामोसं वा भासं भासमाणे णो आराहए, विराहए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ ચાર પ્રકારની ભાષા બોલતો જીવ આરાધક છે કે વિરાધક? ઉત્તર-હે ગૌતમ! આ ચારે ય પ્રકારની ભાષાઓને ઉપયોગપૂર્વક બોલનારો આરાધક છે, વિરાધક નથી. તે સિવાય ઉપયોગ રહિત બોલનારો જે અસંયત, અવિરત, પાપકર્મના પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન ન કરનાર વ્યક્તિ સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર કોઈપણ ભાષા બોલતો આરાધક નથી, પરંતુ વિરાધક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચાર પ્રકારની ભાષા બોલનાર વક્તાની આરાધકતા-વિરાધકતાનું નિરૂપણ છે.
સુત્રકારે આરાધકતાના આધારભૂત આકર્ત શબ્દનો પ્રયોગ કર્યો છે, તેથી સ્પષ્ટ થાય છે કે ઉપયોગપૂર્વક, વિવેકપૂર્વક, સાવધાનીપૂર્વક ચાર પ્રકારની ભાષા બોલનાર સંયમી પુરુષ આરાધક છે અને ઉપયોગ રહિત બોલનાર અસંયમી પુરુષ વિરાધક છે, કારણ કે ઉપયોગ રહિત, વિવેક વિનાના આચરણ વિરાધકતા મૂલક હોય છે. ભાષકોનું અલ્પબદુત્વઃ८९ एएसिणंते ! जीवाणं सच्चभासगाणं मोसभासगाणं सच्चामोसभासगाणं असच्चामोसभासगाणं अभासगाण यकयरे कयरेहितो अप्पा वा बहुया वा, तुल्ला वा विसेसाहिया वा? गोयमा !सव्वत्थोवा जीवा सच्चाभासगा, सच्चामोसभासगा असंखेज्जगुणा,मोसभासगा असंखेज्जगुणा, असच्चामोसभासगा असंखेज्जगुणा, अभासगा अणंतगुणा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ સત્ય ભાષક, અસત્ય ભાષક, મિશ્ર ભાષક અને વ્યવહાર ભાષક તથા અભાષક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી