________________
| અગિયારમાં પદ: ભાષા
૧૭૧ ]
ઔધિક એક જીવને ગ્રાહ્ય ભાષા દ્રવ્યની યોગ્યતાનું કથન સુત્રમાં વિસ્તારથી છે. તેનો એક આલાપક થાય છે. શેષ નવ આલાપકોનું કથન તેની સમાન જાણવું છે. વિશેષતા એ છે કે ઔધિક ભાષા સંબંધી એક અને અનેક જીવના બંને આલાપકોમાં ૨૪ દંડકનું કથન છે. સત્ય આદિ ત્રણ ભાષાઓના એક અને અનેક જીવના બંને આલાપકોમાં ૧૬ દંડકનું કથન છે અને વ્યવહાર ભાષાના એક અને અનેક જીવના બંને આલાપકોમાં ૧૯ દંડકનું કથન છે. આ રીતે સૂત્રોમાં ત્રણ ભાષાના કથનમાં વિકસેન્દ્રિય શબ્દથી આઠ દંડક(પાંચ સ્થાવર + ત્રણ વિકલૈંદ્રિયોનો નિષેધ છે અને વ્યવહાર ભાષાના કથનમાં વિકસેન્દ્રિય શબ્દથી કેવલ એકેન્દ્રિયનો(પાંચ દંડકનો) જ નિષેધ છે.
સ ફંડાઃ - દસ આલાપક. તે આ પ્રમાણે છે– (૧) સમુચ્ચય ભાષા સંબંધી એકવચનમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના એક એક જીવની ગ્રાહ્ય ભાષા દ્રવ્યોની યોગ્યતા માટે પૃચ્છા (૨–૫) ચારે ભાષા માટે યથાયોગ્ય દંડકમાં ભાષા દ્રવ્યોની યોગ્યતા માટે એક એક જીવની પૃચ્છા (૬) સમુચ્ચય ભાષા માટે અનેક જીવોની અપેક્ષાએ ૨૪ દંડકમાં પૃચ્છા (૭–૧૦) ચારે ભાષા માટે અનેક જીવોની અપેક્ષાએ યથાયોગ્ય દંડકમાં અચ્છા. આ રીતે સ્પષ્ટ થાય છે કે સર્વ ભાષક જીવો બોલવા સમયે સ્થિતાદિ સમાન વિશેષતા- વાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે. ભાષા દ્રવ્યોને સત્ય આદિ રૂપે ગ્રહણ નિઃસરણ:८२ जीवे णं भंते ! जाइं दव्वाइं सच्चभासत्ताए गेण्हइ ताई किं सच्चभासत्ताए णिसिरइ? मोसभासत्ताए णिसिरइ? सच्चामोसभासत्ताए णिसिरइ? असच्चामोसभासत्ताए णिसिरइ?
गोयमा ! सच्चभासत्ताए णिसिरइ, णो मोसभासत्ताए णिसिरइ, णो सच्चामोसभासत्ताए णिसिरइ, णो असच्चामोसभासत्ताए णिसिरइ । एवं ए गिदियविगलिंदियवज्जो दंडओ जाव वेमाणिए । एवं पुहुत्तेण वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ જે દ્રવ્યોને સત્ય ભાષા રૂપે ગ્રહણ કરે છે, તેને શું તે સત્ય ભાષારૂપે જ છોડે છે, અસત્ય ભાષારૂપે છોડે છે, મિશ્ર ભાષારૂપે છોડે છે કે વ્યવહાર ભાષા રૂપે છોડે છે?
ઉત્તર– હે ગૌતમ ! સત્ય ભાષા રૂપે ગૃહીત દ્રવ્યોને સત્યભાષા રૂપે છોડે છે. તે અસત્ય ભાષા રૂપે, મિશ્ર ભાષારૂપે કે વ્યવહાર ભાષારૂપે છોડતા નથી. આ જ રીતે યાવત એકેન્દ્રિય અને વિકલૈંદ્રિયને છોડી વૈમાનિક સુધી એકવચનનો દંડક–આલાપક કહેવો જોઈએ તથા તે જ રીતે બહુવચનનો આલાપક પણ કહેવો જોઈએ. ८३ जीवे णं भंते ! जाई दव्वाइं मोसभासत्ताए गेण्हइ ताई किं सच्चभासत्ताए णिसिरइ? मोसभासत्ताए णिसिरइ ? सच्चामोसभासत्ताए णिसिरइ ? असच्चामोसभासत्ताए णिसिरइ?
गोयमा !णो सच्चभासत्ताएणिसिरइ, मोसभासत्ताएणिस्सिरइ, णो सच्चामोसभासत्ताए णिसिरइ, णो असच्चामोसभासत्ताए णिसिरइ । एवं सच्चामोसभासत्ताए वि। ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! જીવ જે દ્રવ્યોને અસત્યભાષા રૂપે ગ્રહણ કરે છે, શું તેને સત્ય ભાષા રૂપે છોડે છે કે અસત્ય ભાષા રૂપે છોડે છે, કે મિશ્ર ભાષા રૂપે છોડે છે કે વ્યવહાર ભાષા રૂપે છોડે છે?
ઉત્તર-ગૌતમ !મૃષા ભાષારૂપે ગૃહીત દ્રવ્યોને સત્ય ભાષારૂપે નહીં પરંતુ અસત્ય ભાષા રૂપે જ