________________
[ ૧૭૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
સુધીની સમગ્ર વક્તવ્યતા નૈરયિકોના વિષયોમાં પણ જાણવી જોઈએ. આ જ રીતે એકેન્દ્રિયને છોડીને શેષ વૈમાનિક સુધીના દંડક કહેવા જોઈએ. ७९ जीवा णं भंते ! जाइं दव्वाई भासत्ताए गेण्हंति ताई किं ठियाई गेण्हइ ? अठियाई गेण्हइ ? गोयमा ! एवं चेव पुहुत्तेण वि णेयव्वं जाव वेमाणिया । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જીવો જે દ્રવ્યોને ભાષારૂપે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે એકવચનથી કથન કર્યું તે જ રીતે બહુવચનમાં પણ નૈરયિકોથી લઈવૈમાનિકો સુધી સમજી લેવું જોઈએ. ८० जीवे णं भंते ! जाई दव्वाइं सच्चभासत्ताए गेण्हइ ताई किं ठियाई गेण्हइ ? अठियाई गेण्हइ? गोयमा ! जहा ओहियदंडओ तहा एसो वि । णवरं-विगतेदिया ण पुच्छिज्जति एवं मोसभासाए वि सच्चामोसभासाए वि। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! જીવો જે દ્રવ્યોને સત્ય ભાષારૂપે ગ્રહણ કરે છે, શું તે સ્થિતદ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને?
ઉત્તર-હે ગૌતમ! જેમ ઔધિક જીવ વિષયક દંડક(આલાપક) છે, તેમજ આ સત્ય ભાષા વિષયક દંડક પણ કહેવો જોઈએ. વિશેષતા એ છે કે અહીં વિકલૈંદ્રિયોના વિષયમાં પૃચ્છા ન કરવી અને તે જ રીતે મૃષા ભાષા તથા મિશ્ર ભાષા દ્રવ્યોના ગ્રહણના વિષયમાં પણ કહેવું જોઈએ. ८१ असच्चामोसभासाए वि एवं चेव, णवरं-असच्चामोसभासाए विगलिंदिया वि पुच्छिज्जति इमेणं अभिलावेणं
विगलिदिए णं भंते ! जाइं दव्वाइं असच्चामोसभासत्ताए गेण्हइ ताई किं ठियाई गेण्हइ ? अठियाई गेण्हइ ? गोयमा ! जहा ओहियदंडओ । एवं एए एगत्तपुहत्तेणं दस दंडगा भाणियव्वा । ભાવાર્થ:- વ્યવહાર ભાષા દ્રવ્યોના ગ્રહણના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં વિકસેંદ્રિયોની પૃચ્છા પણ આ પ્રમાણે કરવી જોઈએ
પ્રશ્ન- હે ભગવન્! વિકલૈંદ્રિય જીવ જે દ્રવ્યોને વ્યવહાર ભાષા રૂપે ગ્રહણ કરે છે, તો શું તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તરહે ગૌતમ! ઔધિકદંડકની સમાન જાણવું. આ રીતે સમુચ્ચય ભાષાના અને સત્ય વગેરે ચાર ભાષાના તેમ પાંચ એકવચનના અને પાંચ બહુવચનના કુલ દશ આલાપક કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૧૯ દંડકના એક અને અનેક જીવોમાં તેમ જ ચાર પ્રકારની ભાષા માટે ગ્રાહ્ય ભાષા દ્રવ્યની યોગ્યતા સંબંધી અતિદેશાત્મક નિરૂપણ છે.
૨૪ દંડકના જીવોમાંથી પાંચ સ્થાવર જીવોને ભાષા નથી, તેથી તેનું કથન થતું નથી.