________________
અગિયારમું પદ : ભાષા
७७ एएसि णं भंते ! दव्वाणं खंडाभेएणं पयराभेएणं चुण्णियाभेएणं अणुतडियाभेए णं उक्कारियाभेएण य भिज्जमाणाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा, विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवाइं दव्वाइं उक्करिया भेएणं भिज्जमाणाइं, अणुतडियाभेएणं भिज्जमाणाइं अणंतगुणाइं, चुण्णियाभेएणं भिज्जमाणाइं अनंतगुणाई, पयराभेएणं भिज्जमाणाइं अनंतगुणाई, खंडाभेएणं भिज्जमाणाइं अनंतगुणाई ।
૧૬૯
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ખંડ ભેદથી, પ્રતર ભેદથી, ચૂર્ણિકા ભેદથી, અનુટિકા ભેદથી અને ઉત્કરિકા ભેદથી ભેદાયેલા પુદ્ગલ દ્રવ્યોમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા ઉત્કરિકા ભેદથી ભેદાયેલા દ્રવ્યો છે, તેનાથી અનુતટિકા ભેદથી ભેદાયેલા દ્રવ્યો અનંતગુણા છે, તેનાથી ચૂર્ણિકાભેદથી ભેદાયેલા દ્રવ્યો અનંત ગુણા છે, તેનાથી પ્રતર ભેદથી ભેદાયેલા દ્રવ્યો અનંતગુણા છે, તેનાથી ખંડ ભેદથી ભેદાયેલા દ્રવ્યો અનંત ગુણા અધિક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પુદ્ગલના પાંચ પ્રકારોનું નિરૂપણ છે. સંઘાત અને ભેદ–ભેગા થવું અને છૂટા પડવું તે પુદ્ગલનો ધર્મ છે. પુદ્ગલના ભેદમાં પાંચ ચોક્કસ પ્રકારની વિવિધતા છે.
(૧) ખંડ ભેદ – લોખંડ, સોનું, ચાંદી આદિ ધાતુઓના કોઈપણ શસ્ત્રથી ટુકડા થવાની જેમ ટુકડા રૂપ ભેદ થાય, તેને ખંડ ભેદ કહે છે.
(૨) પ્રતર ભેદ :– પ્રતર = પડ. અબરખના પડ, કેળના સ્તંભના પડની જેમ પડરૂપે ભેદ થાય તેને પ્રતર ભેદ કહે છે.
(૩) ચૂર્ણિકા ભેદ ઃ– ઘઉં, જૂવાર, બાજરો વગે૨ે ધાન્યના લોટ, સૂંઠ, મરી વગેરેના ચૂર્ણની જેમ ચૂર્ણ રૂપ ભેદ થાય, તેને ચૂર્ણિકા ભેદ કહે છે.
(૪) અનુતટિકા ભેદ :– વિવિધ પ્રકારના જલસ્થાનોમાં પાણી સૂકાઈ જાય ત્યારે માટીમાં જે તિરાડ પડે, તેની જેમ જે ભેદ થાય, તેને અનુટિકા ભેદ કહે છે.
(૫) ઉત્સરિકા ભેદ :– મગ, મઠ આદિ કઠોળની શિંગ અથવા એરંડ બીજ ફાટે, તેની જેમ જે ભેદ થાય, તેને ઉત્કરિકા ભેદ કહે છે.
૧૯ દંડકના જીવોમાં ગ્રાહ્ય ભાષા દ્રવ્ય :
७८ रइए णं भंते ! जाई दव्वाइं भासत्ताए गेण्हइ ताई किं ठियाई गेण्हइ ? अठियाई गेण्हइ ? गोयमा ! एवं चेव जहा जीवे वतव्वया भणिया तहा णेरइयस्सवि जाव अप्पाबहुयं । एवं एगिंदयवज्जो दंडओ जाव वेमाणिया ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરયિક જે દ્રવ્યોને ભાષારૂપે ગ્રહણ કરે છે તે સ્થિત પુદ્ગલોને ગ્રહણ કરે છે કે અસ્થિત પુદ્ગલોને ગ્રહણ કરે છે ? ઉત્તર− હે ગૌતમ ! (ઔઘિક) જીવની સમાન અલ્પબહુત્વ