________________
[ ૧૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
जहा- खंडाभेए, पयराभेए, चुणियाभेए, अणुतडियाभेए, उक्करियाभेए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પુદ્ગલ દ્રવ્યનો ભેદ કેટલા પ્રકારે થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પુદ્ગલ દ્રવ્યોનો ભેદ પાંચ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે છે – (૧) ખંડ ભેદ, (૨) પ્રતર ભેદ (૩) ચૂર્ણિકા ભેદ, (૪) અનુકટિકા ભેદ અને (૫) ઉત્કટિકા(ઉત્કરિકા) ભેદ ७२ से किं तं खंडाभेए ? जणं अयखंडाण वा, तउखंडाण वा, तंबखंडाण वा, सीसगखंडाण वा रययखंडाण वा, जायरूवखंडाण वा, खंडएण भेदे भवइ । सेतखंडाभेए । ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! ખંડ ભેદનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! જેમ લોખંડના ટુકડા, જસતના ખંડો, ત્રાંબાના ટુકડા, સીસાના ટુકડા, ચાંદીના ટુકડા કે સોનાના ટુકડા વગેરેનો ટુકડા રૂપે ભેદ થાય, તેને ખંડ ભેદ કહે છે. આ ખંડ ભેદનું સ્વરૂપ છે. ७३ से किं तं पयराभेए ? जण्णं वंसाण वा वेत्ताण वा णलाण वा कयलिथंभाण वा अब्भपडलाण वा पयरएणं भेए भवइ । से तं पयराभेदे । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! પ્રતર ભેદનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– હે ગૌતમ! જે વાંસનો, નેતરનો, બરુનો, કેળના સ્તંભનો કે અબરખના પડનો પ્રતરરૂપે ભેદ થાય, તેને પ્રતર ભેદ કહે છે ७४ से किं तं चुण्णियाभेए ? जण्ण तिलचुण्णाण वा मुग्गचुण्णाण वा मासचुण्णाण वा पिप्पलिचुण्णाण वा मिरियचुण्णाण वा सिंगबेरचुण्णाण वा चुण्णियाए भेए भवइ । से तं चुण्णियाभेए। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ચૂર્ણિકાભેદનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! જેમ તલનું ચૂર્ણ, મગનો લોટ, અડદનો લોટ, પીપરનું ચૂર્ણ, મરીનું ચૂર્ણ, આદુનુ ચૂર્ણ, ઇત્યાદિ ચૂર્ણ કે ભૂકારૂપે ભેદ થાય, તે ચૂર્ણિકા ભેદ છે. ७५ से किं तं अणुतडियाभेए? जणं अगडाण वा तलागाण वा दहाण वा णईण वा वावीण वा पुक्खरिणीण वा दीहियाण वा गुंजालियाण वा सराण वा सरपंतियाण वा सरसरपंतियाण वा अणुतडियाए भेए भवइ । से तं अणुतडियाभेए। ભાવાર્થ :- પ્રશ્ન- અનુતટિકા ભેદનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જેમ કૂવાનો, તળાવોનો, દ્રહોનો, નદીઓનો, વાવડીઓનો, પુષ્કરિણીઓ(ગોળાકાર વાવડીઓ)નો, દીધિંકાઓનો(લાંબી વાવડીઓનો), ગુંજાલિકાઓ (વાંકીચૂંકી વાવડીઓ)નો, સરોવરોનો, પંકિતબદ્ધ સરોવરોનો અનુતટિકારૂપે(તે પાણી સૂકાતાં જમીનમાં તીરાડોરૂપે) જે ભેદ થાય તે અનુતટિકા ભેદ છે. ७६ से किं तंउक्करियाभेदे? जणंमूसगाण वा मगूसाण वा तिलसिंगाण वा मुग्गसिंगाण वा माससिंगाण वा एरंडबीयाण वा फुडित्ता उक्करियाए भेए भवइ । सेतं उक्करियाभेए । ભાવાર્થ - પ્રશ્ન- ઉત્કરિકા ભેદનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– મસૂર, મગફળી કે ચોળીની શિંગ, તલની શિંગ, મગની શિંગ, અડદની શિંગ કે એરંડબીજ ફાટે ત્યારે જે ભેદ થાય છે, તે ઉત્કટિકા-ઉત્કરિકા ભેદ છે. આ ઉત્કરિકા ભેદનું સ્વરૂપ છે.