________________
| અગિયારમું પદ: ભાષા
[ ૧૭ ]
अभिण्णाई णिसिरइ ? गोयमा ! भिण्णाई पि णिसिरइ, अभिण्णाई पि णिसिरइ । जाई भिण्णाई णिसिरइ ताई अणंतगुणपरिवड्डीए परिवड्डमाणाई परिवड्डमाणाई लोयंतं फुसंति । जाइ अभिण्णाई णिसिरइ ताई असंखेज्जाओ ओगाहणवग्गणाओ गंता भेयमावज्जति, संखेज्जाई जोयणाई गंता विद्धंसमागच्छंति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ ભાષા રૂપે ગ્રહણ કરેલા જે દ્રવ્યોને છોડે છે, તે દ્રવ્યોને ભિન્નભેદાયેલા છોડે છે કે અભિન્ન-ભેદાયા વિનાના છોડે છે? ઉત્તર- હે ગૌતમ ! ભિન્ન અને અભિન્ન બંને પ્રકારના દ્રવ્યોને છોડે છે. જો ભિન્ન દ્રવ્યો છોડે છે, તો તે દ્રવ્યો અનંતગુણ વૃદ્ધિ પામતાં-પામતાં લોકાંતનો
સ્પર્શ કરે છે. જો અભિન્ન દ્રવ્યોને છોડે તો તે દ્રવ્યો અસંખ્યાત યોજન સુધી જઈને ભેદાય છે અને પછી સંખ્યાત યોજન સુધી આગળ જઈને નાશ પામે છે અર્થાત્ શબ્દ પરિણામનો ત્યાગ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં, જે વક્તા ભાષા દ્રવ્યોને ભેદીને(ટુકડા કરીને) છોડે અને જે વક્તા ભાષા દ્રવ્યોનું ભેદન કર્યા વિના ચૂલ, અસ્ફટ, અખંડ રૂપે છોડે છે, તે બંનેની ગતિ અને ગંતવ્ય ક્ષેત્રનું વર્ણન છે. ભાષા દ્રવ્યોનું ભેદન થવામાં કે ન થવામાં વક્તાનો પ્રયત્ન આધારભૂત બને છે. વક્તાના બે પ્રકાર છે– (૧) મંદ પ્રયત્નવાન અને (૨) તીવ્ર પ્રયત્નવાન. fમારું શિર :- તીવ્ર પ્રયત્નવાન વક્તા ગ્રહણ કરેલા ભાષા દ્રવ્યોને છોડે ત્યારે તે ભાષા દ્રવ્યો ખંડ-ખંડ થઈને વિખેરાય જાય છે. તે ભાષા દ્રવ્યો સૂક્ષ્મ, ઘણા અને સ્ફટ હોય છે. આ ભાષા દ્રવ્યો સૂક્ષ્મ હોવાથી છએ દિશામાં સમશ્રેણીએ ગમન કરે છે. આ ભાષા દ્રવ્યો અન્ય ઘણા દ્રવ્યોને વાસિત કરતાં-કરતાં અનંત ગુણ વૃદ્ધિને પ્રાપ્ત થઈને ચાર સમયમાં લોકોને પહોંચે છે અને સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થઈ જાય છે. વક્તાની છએ દિશાની સમશ્રેણીમાં છોડેલા અને વાસિત એમ મિશ્ર ભાષા દ્રવ્યો હોય છે જ્યારે વિશ્રેણીમાં વાસિત ભાષા દ્રવ્યો હોય છે.
માઠું ઉસિર – મંદ પ્રયત્નવાન વક્તા ભાષા દ્રવ્યોને છોડે ત્યારે ખંડ-ખંડ ન થવાથી તેમાં અન્ય દ્રવ્યોને વાસિત કરવાની શક્તિ વધતી નથી. આ ભાષા દ્રવ્યો સંખ્યાત યોજનની અસંખ્યાત અવગાહના વર્ગણા સુધી જઈને ભેદાય છે. વાવાળાઓ - એક-એક ભાષા દ્રવ્યના આધારભૂત અસંખ્યાત પ્રદેશી ક્ષેત્રના વિભાગને અવગાહન કહે છે અને તેની વર્ગણા–સમુદાયને અવગાહન વર્ગણા કહેવામાં આવે છે. એક અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં અસંખ્યાત અવગાહન વર્ગણા હોય છે.
આ રીતે ગતિ વિશેષથી થતો ભેદ તે ભાષા દ્રવ્યોના નાશનું કારણ બને છે. અસંખ્યાત અવગાહન વર્ગણા સુધી પહોંચતા આ ભાષા દ્રવ્યો ભેદાય છે અને તેની અન્ય પુદ્ગલોને વાસિત કરવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે. તે ભેદાયેલા ભાષા દ્રવ્યો સંખ્યાત યોજન સુધી જતાં તેનો વિધ્વંસ થાય છે અર્થાતુ તે પુદ્ગલો શબ્દ પરિણામનો ત્યાગ કરે છે. પુદ્ગલ ભેદના પ્રકાર:७१ तेसिणं भंते ! दव्वाणं कइविहे भए पण्णत्ते? गोयमा ! पंचविहे भए पण्णत्ते । तं