________________
[ ૧૭ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
છોડે છે. મિશ્ર ભાષા રૂપે કે વ્યવહાર ભાષા રૂપે પણ છોડતા નથી. આ જ રીતે મિશ્ર ભાષા રૂપે ગૃહીત દ્રવ્યોના વિષયમાં પણ સમજવું જોઈએ. ८४ असच्चामोसभासत्ताए वि एवं चेव । णवरं असच्चामोसभासत्ताए विगलिंदिया तहेव पुच्छिज्जति । जाए चेव गेण्हइ ताए चेव णिसिरइ । एवं एते एगत्तपुहत्तिया अट्ठ दंडगा भाणियव्वा । ભાવાર્થઃ- આ રીતે વ્યવહાર ભાષા રૂપે ગૃહીત દ્રવ્યોના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે વ્યવહાર ભાષા રૂપે ગૃહીત દ્રવ્યોના વિષયમાં વિકલૅન્દ્રિયોની પણ પૃચ્છા કરવી. સર્વત્ર જે ભાષા રૂપે દ્રવ્યો ગ્રહણ કરે છે તે જ ભાષારૂપે તે દ્રવ્યોનો ત્યાગ કરે છે, તેમ કથન કરવું. આ રીતે એકવચન અને બહુવચનથી ચારે ભાષાના આઠ આલાપક કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જે ભાષા રૂપેદ્રવ્યોનું ગ્રહણ તે જ ભાષા રૂપે તે દ્રવ્યોનુંનિસ્સરણ” આ સિદ્ધાંતનું નિરૂપણ છે.
ભાષા વર્ગણામાં કોઈપણ પ્રકારનો તફાવત હોતો નથી. વક્તા જે આશયથી ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે, તે જ રૂપે તેનું પરિણમન થાય અને તે જ રૂપે તેને છોડે છે. આ રીતે સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર ભાષાનું વિભાજન વક્તાના આશય પર આધારિત છે. સત્ય ભાષા રૂપે ગ્રહણ કરેલા ભાષા દ્રવ્યોને સત્ય ભાષારૂપે જ છોડે છે, તેમાં કોઈ પરિવર્તન થતું નથી. તે જ રીતે અસત્ય, મિશ્ર અને વ્યવહાર ભાષા રૂપે ગ્રહણ કરેલા ભાષા દ્રવ્યને ક્રમશઃ તે તે રૂપે જ છોડે છે.
આ રીતે પાંચ સ્થાવરને છોડીને શેષ જીવોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ કથન છે. તેના કુલ દશ આલાપક થાય છે. વિકલેન્દ્રિયને એક વ્યવહાર ભાષા જ હોય છે, તેથી સત્ય, અસત્ય, મિશ્રા ભાષામાં તેનું કથન કર્યું નથી. પત્ત પુત્તિવા અહિંડ - એકવચન અને બહુવચનના આઠ આલાપક. ભાષા દ્રવ્યોની યોગ્યતા માટેના પૂર્વ સૂત્રોમાં દસ આલાપક કહ્યા છે અને પ્રસ્તુત સૂત્રોમાં આઠ આલાપકનું કથન છે. કારણ કે ભાષા દ્રવ્યોની યોગ્યતાના સંબંધમાં સમુચ્ચય ભાષાનો આલાપક થાય છે. પરંતુ સત્ય આદિ જે ભાષા રૂપે દ્રવ્યો ગ્રહણ કરે તે જ રૂપે છોડવાના કથનમાં સમુચ્ચય ભાષાનો આલાપક થતો નથી, ચાર ભાષા રૂપે જે દ્રવ્યો ગ્રહણ કરે તેને તે જ ભાષા રૂપે છોડે છે. આ રીતે ચાર ભાષા માટે એક-એક જીવની પૃચ્છાના ચાર આલાપક અને અનેક જીવોની પૃચ્છાના ચાર આલાપક મળીને કુલ આઠ આલાપક થાય છે.
ત્રણ ભાષાનું કથન ૧૬ દંડકમાં અને વ્યવહાર ભાષાનું કથન ૧૯ દંડકમાં થાય છે. વચનના સોળ પ્રકાર:८५ कइविहे णं भंते ! वयणे पण्णत्ते ? गोयमा ! सोलसविहे वयणे पण्णत्ते, तं जहाएगवयणे, दुवयणे, बहुवयणे, इत्थिवयणे, पुमवयणे, णपुंसगवयणे, अज्झत्थवयणे, उवणीयवयणे, अवणीयवयणे, उवणीयावणीयवयणे, अवणीयउवणीयवयणे, तीयवयणे, पडुप्पण्णवयणे, अणागयवयणे, पच्चक्खवयणे, परोक्खवयणे ।