________________
| ૧૬૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
दुसमइयं उक्कोसेणं असंखेज्जसमइयं अंतोमुहुत्तयं गहण-णिसिरणं करेइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે દ્રવ્યોને જીવ ભાષારૂપે ગ્રહણ કરીને છોડે છે, તેને શું સાંતર છોડે છે કે નિરંતર છોડે છે? ઉત્તર- હે ગૌતમ! જીવ તેને સાંતર છોડે છે, નિરંતર છોડતો નથી. સાંતર છોડે તો તે એક સમયમાં ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે અને એક સમયે છોડે છે. એ જ રીતે ગ્રહણ અને નિસરણ(બહાર કાઢવાના) પ્રયત્ન વડે જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધી ગ્રહણ અને નિસરણ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભાષા દ્રવ્યને ગ્રહણ કરવા અને છોડવાની પદ્ધતિનું નિરૂપણ છે. કોઈપણ પ્રાણીને કાંઈપણ બોલવું હોય ત્યારે તે ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે, ભાષારૂપે પરિણમાવે અને પછી તે દ્રવ્યોને છોડે છે, ત્યારે જ બોલાય છે. સ્વર, વ્યંજનાદિ એક-એક અક્ષરના ઉચ્ચારણમાં અસંખ્યાત સમય વ્યતીત થાય છે. આ અસંખ્યાત સમય પર્યત જીવ ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે.
તેમાં પ્રથમ સમયે ભાષા દ્રવ્યોનું ગ્રહણ થાય છે, બીજા સમયે તે દ્રવ્યોને છોડે છે, બીજા સમયે ગ્રહણ કરેલા દ્રવ્યોને ત્રીજા સમયે છોડે છે, આ રીતે ક્રમશઃ ગ્રહણ અને નિઃસરણની પ્રક્રિયા ચાલે છે. જ્યારે વક્તાને બોલવાની ઇચ્છા સમાપ્ત થાય ત્યારે તે ભાષા દ્રવ્યને ગ્રહણ કરતો નથી, પરંતુ પૂર્વના સમયે ગ્રહણ કરેલા દ્રવ્યનું નિઃસરણ માત્ર કરે છે. આ રીતે પ્રથમ સમયે ભાષા દ્રવ્યનું ગ્રહણ માત્ર થાય, અંતિમ સમયે નિઃસરણ માત્ર થાય અને મધ્યના સમયમાં ગ્રહણ અને નિસરણ બને ક્રિયા થતી રહે છે. તેની સ્થાપના આ પ્રમાણે છે. ભાષા દ્રવ્યોનું ગ્રહણ અને નિસરણ:૧લો સમય બીજો સમય ત્રીજો સમય ચોથો સમય સંખ્યામાં અસંખ્યાતમો છોડે | છોડે |.
છોડે 60- 60 ગ્રહણ ગ્રહણ ગ્રહણ | ગ્રહણ ગ્રહણ
૦- સમય, 7- ગ્રહણ, 1 છોડવું, સાંતર ગ્રહણઃ- જીવ ભાષા દ્રવ્યને સાંતર(અંતર પાડીને) ગ્રહણ કરે તો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અંતર પછી ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે.
બોલવામાં પ્રવૃત્ત જીવની અપેક્ષાએ જઘન્ય ૧ સમયનું અંતર ઘટિત થાય છે. સતત લાંબા સમય સુધી બોલનાર વ્યક્તિને અસંખ્યાત સમયના ભાષા દ્રવ્યના ગ્રહણ પછી, તેના ગ્રહણ કરવામાં અવશ્ય અંતર પડે છે. ભાષકના અસંખ્યાત સમય સુધી પ્રતિ સમય ભાષા દ્રવ્ય ગ્રહણ અને છોડવાના પ્રયત્ન પછી, તેના અંતિમ સમયે જીવ ભાષા દ્રવ્યોને ગ્રહણ ન કરે, માત્ર છોડે અને ત્યારપછીના સમયે ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે તો જઘન્ય એક સમયનું અંતર થાય છે અને ૨,૩,૪ યાવત્ અસંખ્યાત સમય પછી ભાષા દ્રવ્યને ગ્રહણ કરે તો ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયનું અંતર થાય છે.
છોડ
குருருக்கும் பருருக்கம் 000000 050
અસંખ્યાત સમયનું ગ્રહણ અંતર
૧ સમયનું ગ્રહણ અંતર