________________
અગિયારમું પદ : ભાષા
નિરંતર ગ્રહણ ઃ– અંતર(વ્યવધાન) વિના જીવનિરંતર ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે તો જઘન્ય ૨ સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધી નિરંતર ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે. નિરંતર ગ્રહણને સમજાવતા સૂત્રકારે અણુસમાં વિરહિય અને ખિરતાં આ ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો છે. અનુસમય = પ્રતિ સમય. ભાષા પ્રયોગ માટે જીવ અસંખ્યાત સમયમાં એકવાર નહીં પણ પ્રત્યેક સમયે(પ્રતિ સમય) ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે, તે સૂચવવા સમયે નો પ્રયોગ છે. અસંખ્યાત સમયના પ્રતિ સમયના ગ્રહણ દરમ્યાન (વચ્ચે) વ્યવધાન–અંતર થતું નથી, તે સૂચવવા ‘અવિરહિય’નો પ્રયોગ છે, આ રીતે અંતર વિના પ્રતિ સમયે નિરંતર ભાષા દ્રવ્યોને વતા ગ્રહણ કરે છે.
૧૫
સાંતર નિસર્ગ :– નિસર્ગ એટલે છોડવા, મૂકવા, ત્યાગ કરવો. ગ્રહણ કરેલા ભાષા દ્રવ્યોનો નિસર્ગ સાંતર થાય છે. જીવ પ્રથમ સમયે ગ્રહણ કરેલા બધા જ ભાષા દ્રવ્યોને બીજા સમયે છોડે છે અને બીજા સમયે ગ્રહણ કરેલા સર્વ ભાષા દ્રવ્યોને ત્રીજા સમયે છોડે છે. આ રીતે ગ્રહણાપેક્ષયા સમયાંતરે(એક સમયના) અંતરથી નિસર્ગ ક્રિયા થાય છે. પ્રતિ સમયે ભાષા દ્રવ્યોનો નિસર્ગ થવા છતાં અહીં નિરંતર નિસર્ગ ન કહેતા સાંતર નિસર્ગ કહેવાનું કારણ એ છે કે નિસર્ગ ગ્રહણપૂર્વક જ સંભવે, અગૃહીત દ્રવ્યોનો નિસર્ગ થતો નથી અને પ્રથમ સમયે, માત્ર ગ્રહણ છે નિસર્ગ નથી માટે સાંતર નિસર્ગ થાય છે, તે પ્રકારનું કથન છે.
ગ્રહણ–નિસર્ગ :– ભાષા બોલવા માટે ભાષા દ્રવ્યોનું ગ્રહણ અને નિસર્ગ બંને આવશ્યક છે. ગ્રહણનિસર્ગનો કાળ જઘન્ય ૨ સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય છે, પછી અવશ્ય અંતર પડે છે. વક્તા જયારે બોલવાથી વિરામ પામે, ત્યારે ભાષા દ્રવ્યના ગ્રહણ-નિસર્ગની ક્રિયા પૂર્ણ થાય છે. મિારૂં નિખિસ્સરફઃ— જીવ જે ભાષા દ્રવ્યોને છોડે છે તે ભાષા દ્રવ્યોને ભેદ કરીને અર્થાત્ ટુકડા, ચૂર્ણાદિ રૂપે ભેદીને છોડે છે અથવા ભેદ કર્યા વિના પણ છોડે છે, તે વક્તાના પ્રયત્ન પર આધારિત છે.
વક્તાના બે પ્રકાર છે– તીવ્ર પ્રયત્નવાન અને મંદ પ્રયત્નવાન. જે વક્તા રોગી, જરાગ્રસ્ત કે અનાદર ભાવ યુક્ત હોય, તે મંદ પ્રયત્નવાન હોય છે અને તેના દ્વારા છોડાયેલા ભાષા દ્રવ્યો અભિન્ન—સ્થૂળ ખંડરૂપ અને અવ્યક્ત હોય છે. જે વક્તા નિરોગી, બળવાન અને આદરભાવથી સંપન્ન હોય, તે તીવ્ર પ્રયત્નવાન છે; તે ભાષા દ્રવ્યોને છોડે ત્યારે તેના ભાષા દ્રવ્યો ભેદાય જાય છે, અનેક સ્કંધરૂપે ભેદને પામે છે.
તીવ્ર પ્રયત્નવાન વક્તા દ્વારા છોડાયેલા ભાષા દ્રવ્યો ભેદાયેલા, સૂક્ષ્મ અને ઘણા હોવાથી અન્ય ઘણા દ્રવ્યોને વાસિત કરે છે. તે અન્ય દ્રવ્યોને વાસિત કરતાં અનંત ગુણ વૃદ્ધિને પ્રાપ્ત થઇને લોકાંત સુધી પહોંચે છે અને સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થઈ જાય છે. મંદ પ્રયત્નવાન વક્તા દ્વારા છોડાયેલા ભાષા દ્રવ્યો લોકાંત સુધી પહોંચી શકતા નથી. તે અસંખ્યાત અવગાહના વર્ગણા સુધી અર્થાત્ અસંખ્યાત યોજન સુધી જઈને ભેદને પામે છે. પછી સંખ્યાતા યોજન સુધી આગળ જઈને નાશ પામે છે અર્થાત્ ભાષા પરિણામને છોડી દે છે. ઓછા વળ્યાઓ :- અવગાહના વર્ગણા, એક એક ભાષા દ્રવ્યનું આધારભૂત ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશી છે. તે એક ક્ષેત્ર વિભાગને અવગાહન કહે છે. તેવા અવગાહન સ્થાનના સમૂહને અવગાહના વર્ગણા કહે છે. એક અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં અસંખ્યાત અવગાહના વર્ગણા હોય છે.
--
પ્રેયમા વનંતિઃ ભેદને પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત પ્રસંગમાં ભેદનો અર્થ “પુદ્ગલના પાંચ પ્રકારનો ભેદ’ નથી પરંતુ અન્ય પુદ્ગલોને વાસિત કરવાની શક્તિ ઓછી થવી તેને ભેદ કહ્યો છે. મંદ પ્રયત્નવાન વક્તાના શબ્દો અભિન્નપણે નીકળે છે, તેથી તે લોક વ્યાપી બનતા નથી અસંખ્યાત યોજન સુધી જઈને ભેદને પ્રાપ્ત થાય છે અર્થાત્ તે પુદ્ગલોની અન્ય પુદ્ગલોને વાસિત કરવાની શક્તિ ઘટી જાય છે.