________________
૧૬૨
શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨
જીવ ગ્રહણ દ્રવ્યની અપેક્ષાએ એક, બે, ત્રણ, ચાર કે પાંચ વર્ણવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે.
સવ્વ ફળ્યું- સર્વ ગ્રહણ. એકવારમાં ભાષા દ્રવ્યના જે સ્કંધોનું ગ્રહણ થાય, તે સમસ્ત સ્કંધોના વર્ણાદિનું સમુચ્ચય રૂપે કથન કરવાને સર્વ ગ્રહણ કહેવામાં આવે છે. સર્વ ગ્રહણની અપેક્ષાએ અર્થાત્ સમસ્ત દ્રવ્યોના સમુદાયની અપેક્ષાએ જીવ પાંચે ય વર્ણવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે.
તે જ રીતે ગ્રહણ દ્રવ્યની અપેક્ષાએ જીવ એક કે બે ગંધવાળા; એક, બે, ત્રણ, ચાર કે પાંચ રસવાળા, બે, ત્રણ કે ચાર સ્પર્શવાળા પુદ્ગલોને ગ્રહણ કરે છે અને સમસ્ત દ્રવ્યોના સમુદાયની અપેક્ષાએ બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે. ભાષા દ્રવ્ય અનંતપ્રદેશી હોવાથી તેમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ તે ચાર સ્પર્શ જ હોય છે.
સૂક્ષ્મ સ્કંધ પ્રત્યેક વર્ણ, ગંધ, રસ કે સ્પર્શમાં એક ગુણથી અનંતગુણની તરતમતા હોય છે અર્થાત્ જીવ એક ગુણથી અનંતગુણ કાળા વર્ણવાળા પુદ્ગલો ગ્રહણ કરે છે; આ રીતે પ્રત્યેક વર્ણાદિમાં જાણવું,
સ્પષ્ટ જીવ આત્મ પ્રદેશોને સ્પર્શેલા ભાષા દ્રવ્યોના પુદ્ગલોને ગ્રહણ કરે છે, અસ્પૃષ્ટને નહીં. અવગાઢ– જીવ પ્રદેશો જેટલા આકાશ પ્રદેશ ઉપર અવગાહિત–સ્થિત હોય, તેટલા આકાશ પ્રદેશ અવગાઢ કહેવાય છે અર્થાત્ શરીર પ્રમાણ ક્ષેત્ર અવગાઢ કહી શકાય. જીવ આત્માવગાઢ ભાષા પુદ્ગલોને ગ્રહણ કરે છે. અનાવગાઢ ક્ષેત્રમાં રહેલા ભાષા દ્રવ્યો ગ્રહણ થતાં નથી.
અનંતરાવગાઢ– અંતર-વ્યવધાન રહિત. શરીર પ્રમાણ અવગાહ ક્ષેત્રમાંથી જે આત્મપ્રદેશ જે આકાશપ્રદેશ ઉપર છે, તે જ આકાશ પ્રદેશ ઉપર સ્થિત ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે. અન્ય હાથ-પગાદિ ક્ષેત્રમાં સ્થિત ભાષા દ્રવ્યો અર્થાત્ પરંપરાવગાઢ ભાષા દ્રવ્યો ગ્રહણ થતાં નથી. અથવા ભાષા ઉચ્ચારણ કરનાર અવયવોના અવગાઢ દ્રવ્યો અનંતરાવગાઢ કહેવાય છે, શેષ શરીરાવગાડ દ્રવ્યો પરંપરાવગાઢ કહેવાય છે. અણુ-બાદર- જીવ અનંત પ્રદેશી ભાષા સ્કંધોને ગ્રહણ કરે છે. અનંતના અનંત ભેદ છે. તેમાં અલ્પ સંખ્યક અનંત પ્રદેશી બંધ અણુ કહેવાય છે અને વધુ સંખ્યક અનંત પ્રદેશી ધ બાદર કહેવાય છે. જીવ અણુ અને બાદર બંને પ્રકારના અનંત પ્રદેશી ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે.
ઊર્ધ્વ, અર્ધા અને તિરછી દિશા— જેટલા ક્ષેત્રમાં જીવના ગ્રહણ યોગ્ય ભાષા દ્રવ્યો અવસ્થિત છે એટલે કે શરીરસ્થ જીવ પ્રદેશોથી અવગાહિત ક્ષેત્રના ઉપર, નીચે અને તિરછી ત્રણે દિશામાંથી ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે.
આદિ, મધ્યમ, અંત— ભાષા બોલવાનો કાળ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત પ્રમાણ છે. જીવ તેના પ્રારંભના, મધ્યના અને અંતના ત્રણે વિભાગમાં ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે.
સ્વ વિષય– જીવ બોલવાના સમયે, સ્પષ્ટ, અવગાઢ અને અનંતરાવગાઢ ભાષા વર્ગણા સ્વ વિષય કહેવાય છે. સ્પષ્ટ, અવગાઢ અને અનંતરાવગાઢ આકાશ પ્રદેશ ઉપર સર્વપ્રકારની વર્ગણાઓ હોય છે, બોલવાના સમયે જીવ ભાષા વર્ગણાને (ભાષા દ્રવ્યોને) જ ગ્રહણ કરે છે.
આનુપૂર્વી– અનંતરાવગાઢ ક્ષેત્રમાં અનંત ભાષા દ્રવ્યો હોય છે, તેને જીવ અનુક્રમથી ગ્રહણ કરે છે. આ ક્રમપૂર્વકના ગ્રહણને આનુપૂર્વી ગ્રહણ કહે છે.
છ દિશા- જીવ છ દિશામાંથી અવગાઢ ક્ષેત્રમાં આવેલા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે. ત્રસ જીવો જ ભાષા બોલી શકે છે. ત્રસ જીવો ત્રસ નાડીમાં જ હોય છે, તેથી તેઓ છ દિશાના ભાષા દ્રવ્યોને