________________
| અગિયારમાં પદ: ભાષા
[ ૧૦૧ ]
६६ जाइं भंते ! सविसए गेण्हइ, ताई किं आणुपुट्वि गेण्हइ ? अणाणुपुट्वि गेण्हइ ? गोयमा ! आणुपुट्विं गेण्हइ, णो अणाणुपुर्दिव गेण्हइ ।। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! જીવ સ્વવિષયક દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું તેને અનુક્રમે ગ્રહણ કરે છે અથવા વ્યુત્ક્રમે ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જીવ તે સ્વગોચર દ્રવ્યોને અનુક્રમે ગ્રહણ કરે છે, વ્યુત્ક્રમે ગ્રહણ કરતા નથી. ६७ जाई भंते ! आणुपुर्दिव गेण्हइ, ताई किं तिदिसि गेण्हइ जाव छद्दिसि गेण्हइ? गोयमा ! णियमा छद्दिसि गेण्हइ ।
पुट्ठोगाढ अणंतरं, अणू य तह बायरे य उड्डमहे ।।
आदि विसयाणुपुट्वि, णियमा तह छद्दिसिं चेव ॥१॥ ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! જીવ જે દ્રવ્યોને અનુક્રમે ગ્રહણ કરે છે, શું તેને ત્રણ દિશામાંથી ગ્રહણ કરે છે કે યાવતુ છ દિશાઓથી ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે જીવ તે દ્રવ્યોને નિયમા છ દિશામાંથી ગ્રહણ કરે છે. ગાથાર્થ- સંક્ષેપમાં– ભાષા ઉચ્ચારણ કરવા માટે જીવ સૃષ્ટ, અવગાઢ, અનંતરાવગાઢ, અણ તથા બાદર, ઊર્ધ્વ, અધો, તિર્યશ્લોક આદિ, સ્વવિષયક, આનુપૂર્વીથી તથા નિયમ છ દિશામાંથી ભાષા યોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવ ભાષા બોલવાના સમયે જે ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે ભાષા દ્રવ્યોની યોગ્યતાનું વિસ્તૃત વર્ણન છે. ભાષા વર્ગણા- ભાષા રૂપે પરિણત થઈ શકે તેવા પુદ્ગલ સ્કંધોને ભાષા વર્ગણા કહેવામાં આવે છે. વક્તાને જ્યારે ભાષાનો પ્રયોગ કરવો હોય ત્યારે તે પ્રથમ ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરે છે, ત્યાર પછી તે પુગલોને ભાષારૂપે પરિણત કરીને ભાષા બોલે છે.
ગ્રાહ્ય ભાષા વર્ગણાના પગલોના સ્વરૂપને અહીં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તથા સ્પાદિ ૧૪ બોલોના માધ્યમે સ્પષ્ટ કર્યું છે. ગ્રાહ્ય ભાષા દ્રવ્યોનું નિરૂપણ - જીવ સ્થિત પુલોને જ ગ્રહણ કરે છે, જે દ્રવ્ય કંપનયુક્ત કે ગમન ક્રિયાયુક્ત હોય, તે ભાષા દ્રવ્ય જીવને અગ્રાહ્ય છે.
દ્રવ્યથી– એક પ્રદેશીથી અસંખ્યાતપ્રદેશી ઢંધને જીવ ગ્રહણ કરતો નથી, અનંતપ્રદેશી ભાષા વર્ગણાના સ્કંધોને જ ગ્રહણ કરે છે. ક્ષેત્રથી– એક પ્રદેશાવગાઢથી સંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધને જીવ ગ્રહણ કરતો નથી. અસંખ્યપ્રદેશાવગાઢ અનંત પ્રદેશ સ્કંધને જીવ ગ્રહણ કરે છે. કાલથી- એકથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે. ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત દ્રવ્યોને ગ્રહણ કરે છે. અહીં વર્ણાદિનું કથન ગ્રાહ્ય પ્રત્યેક દ્રવ્યની અપેક્ષાએ અને સર્વ દ્રવ્યોની અપેક્ષાએ, તેમ બે પ્રકારે છે.
ગળ વધ્યા-ગ્રહણ દ્રવ્ય. એકવારમાં ભાષા દ્રવ્યના જે સ્કંધોનું ગ્રહણ થાય, તે પ્રત્યેક સ્કંધોના વર્ણાદિની વિવક્ષાને ગ્રહણ દ્રવ્ય કહેવામાં આવે છે. આ સ્કંધોમાં કેટલાક સ્કંધ એક વર્ણવાળા, કેટલાક સ્કંધ બે વર્ણવાળા, કેટલાક સ્કંધ ત્રણ, કેટલાક સ્કંધ ચાર અને કેટલાક સ્કંધ પાંચ વર્ણવાળા હોય છે. આ રીતે