________________
[ ૧૬૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
६० जाई भंते ! पुट्ठाई गेण्हइ, ताई किं ओगाढाई गेण्हइ अणोगाढाई गेण्हइ ? गोयमा ! ओगाढाइं गेण्हइ, णो अणोगाढाइं गेण्हइ । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! જીવ સ્પષ્ટ ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અનવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર-હે ગૌતમ! તે અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, અનવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરતા નથી.
६१ जाई भंते ! ओगाढाइं गेण्हइ, ताई किं अणंतरोगाढाइं गेण्हइ, परंपरोगाढाइं गेण्हइ? गोयमा ! अणंतरोगाढाइं गेण्हइ, णो परंपरोगाढाई गेण्हइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ અવગાઢ ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું અનંતરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે કે પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે અનંતરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરતા નથી. ६२ जाई भंते ! अणंतरोगाढाई गेण्हइ ताई कि अणूई गेण्हइ ? बादराई गेण्हइ ? गोयमा! अणूई पिगेण्हइ, बादराई पिगेण्हइ । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જીવ અનંતરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું અણુરૂપદ્રવ્યોને ગ્રહણ કરે છે કે બાદરરૂપ દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે અણુરૂપ દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને બાદરરૂપ દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. ६३ जाइं भंते ! अणूइं पिगेण्हइ, ताई कि उड्ढे गेण्हइ? अहे गेण्हइ? तिरियं गेण्हइ? गोयमा ! उड्डे पिगेण्हइ, अहे वि गेण्हइ, तिरियं पिगेण्हइ । ભાવાર્થ- પ્રગ્ન- હે ભગવન! જીવ અણરૂપ દ્રવ્યોને ગ્રહણ કરે છે. તે શું ઊર્ધ્વ દિશામાં સ્થિત, અધો દિશામાં સ્થિત કે તિરછી દિશામાં સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જીવ અણુરૂપ દ્રવ્યોને ગ્રહણ કરે છે તે ઊર્ધ્વ દિશામાં, અધો દિશા અને તિરછી દિશા, આ ત્રણે ય દિશામાં સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે. ६४ जाई भंते ! उर्ल्ड पि गेण्हइ, अहे वि गेण्हइ, तिरियं वि गेण्हइ, ताई किं आई गेण्हइ? मज्झे गेण्हइ ? पज्जवसाणे गेण्हइ ? गोयमा ! आई पिगेण्हइ, मज्झे वि गेण्हइ, पज्जवसाणे वि गेण्हइ । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! ઊર્ધ્વ, અધો અને તિર્યગુદિશામાં સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે તે શું તેને (ભાષા ઉચ્ચારણના) પ્રારંભમાં ગ્રહણ કરે છે, મધ્યમાં ગ્રહણ કરે છે કે અંતમાં ગ્રહણ કરે છે? ઉત્તરગૌતમ! તેને આદિમાં પણ ગ્રહણ કરે છે, મધ્યમાં પણ ગ્રહણ કરે છે અને અંતમાં પણ ગ્રહણ કરે છે. |६५ जाइं भंते ! आई पि गेण्हइ मज्झे वि गेण्हइ पज्जवसाणे वि गेण्हइ ताई किं सविसए गेण्हइ? अविसए गेण्हइ ? गोयमा ! सविसए गेण्हइ, णो अविसए गेण्हइ । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! જીવ આદિમાં, મધ્યમાં અને અંતમાં ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું સ્વવિષયક (સ્પષ્ટ, અવગાઢ અને અનંતરાવગાઢ) દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અવિષયક દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે સ્વવિષયક દ્રવ્યોને ગ્રહણ કરે છે, અવિષયક દ્રવ્યોને ગ્રહણ કરતા નથી.