________________
| અગિયારમાં પદ: ભાષા
[ ૧૫૯ ]
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! રસથી તીખા રસવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું એકગુણ તીખારસવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે યાવતુ અનંત ગુણ તીખા રસવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તે એક ગુણ તીખા રસવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે વાવ અનંત ગુણ તીખા રસવાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. આ જ રીતે યાવત્ મધુર રસ સુધી જાણવું જોઈએ. ५७ जाइं भंते ! भावतो फासमंताई गेण्हइ, ताई किं एगफासाइं गेण्हइ जाव अट्ठफासाई गेण्हइ?
गोयमा !गहणदव्वाइं पडुच्चणो एगफासाइं गेण्हइ, दुफासाइंगेण्हइ जावचउफासाई पिगेण्हइ, णो पंचफासाई गेण्हइ जावणो अट्ठफासाई पिगेण्हइ । सव्वग्गहणं पडुच्च णियमा चउफासाइं गेण्हइ, तंजहा-सीयफासाई गेण्हइ, उसिणफासाइं गेण्हइ, णिद्धफासाई गेण्हइ, लुक्खफासाइं गेण्हइ।। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! જીવ ભાવથી સ્પર્શવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું એકસ્પર્શવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે યાવત્ આઠ સ્પર્શવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! ગ્રહણ દ્રવ્યોની અપેક્ષાએ એક સ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરતા નથી, બે સ્પર્શવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે યાવતુ ચાર સ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, પાંચ સ્પર્શવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરતા નથી થાવત આઠ સ્પર્શવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરતા નથી. સર્વ ગ્રહણની અપેક્ષાએ નિયમથી ચાર સ્પર્શવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે. તે ચાર સ્પર્શવાળા દ્રવ્ય આ પ્રમાણે છેશીત સ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, ઉષ્ણ સ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, સ્નિગ્ધ સ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે અને રૂક્ષ સ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે. ५८ जाई भंते ! फासओ सीयाई गेण्हइ ताई कि एगगुणसीयाई गेण्हइ जाव अणंतगुणसीयाई गेण्हइ ? गोयमा ! एगगुणसीयाई पिगेण्हइ जाव अणंतगुणसीयाइं पि गेण्हइ । एवं उसिण-णिद्ध लुक्खाई जाव अणंतगुणलुक्खाई पिगेण्हइ । ભાવાર્થ –પ્રશ્ન – હે ભગવન્!જીવ સ્પર્શથી શીત સ્પર્શવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું એક ગુણ શીતસ્પર્શવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે યાવત્ અનંત ગુણ શીત સ્પર્શવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે એકગુણ શીત સ્પર્શવાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે યાવત અનંત ગુણ શીત સ્પર્શવાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. આ જ રીતે ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શવાળા ભાષા દ્રવ્યોના ગ્રહણના વિષયમાં જાણવું યાવત્ અનંત ગુણ રૂક્ષ સ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. ५९ जाई भंते ! जाव अणंतगुणलुक्खाई गेण्हइ; ताई किं पुट्ठाई गेण्हइ, अपुट्ठाई गेण्हइ? गोयमा ! पुट्ठाई गेण्हइ, णो अपुट्ठाइं गेण्हइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ એક ગુણ કૃષ્ણવર્ણથી લઈને રૂક્ષ સ્પર્શ સુધીના ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું સ્પષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્પષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે સ્કૃષ્ટ ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, અસ્પષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરતા નથી.