________________
| ૧૫૮ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
५२ जाई भंते ! वण्णओ कालाई गेण्हइ, ताई किं एगगुणकालाई गेण्हइ जाव अणंतगुणकालाई गेण्हइ ? गोयमा ! एगगुणकालाई पि गेण्हइ जाव अणंतगुणकालाई पि गेण्हइ। एवं जाव सुक्किलाई पि। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્!જીવ વર્ણથી કાળા વર્ણવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું એક ગુણ કાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે યાવતુ અનંત ગુણ કાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે એક ગુણ કાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે યાવત્ અનંત ગુણ કાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. આ જ રીતે શુક્લવર્ણ સુધી જાણવું જોઈએ. ५३ जाई भंते ! भावओ गंधमंताई गेण्हइ, ताई किं एगगंधाई गेण्हइ दुगंधाइं गेण्हइ? गोयमा ! गहणदव्वाइं पडुच्च एगगंधाई पिगेण्हइ दुगंधाई पिगेण्हइ, सव्वग्गहणं पडुच्च णियमा दुगंधाइं गेण्हइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ ભાવથી જે ગંધવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું એક ગંધવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે કે બે ગંધવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! ગ્રહણ દ્રવ્યોની અપેક્ષાએ તે એક ગંધવાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે તથા બે ગંધવાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને સર્વ ગ્રહણની અપેક્ષાએ નિયમા બે ગંધવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે. ५४ जाई गंधओ सुब्भिगंधाइं गेण्हइ, ताई कि एगगुणसुब्भिगंधाई गेण्हइ जाव अणंतगुणसुब्भिगंधाइं गेण्हइ? गोयमा ! एगगुणसुब्भिगंधाई पिगेण्हइ जावअणंतगुणसुब्भिगंधाई पिगेण्हइ । एवं दुब्भिगंधाई पिगेण्हइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ ગંધથી સુગંધવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું એક ગુણ સુગંધવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે યાવત્ અનંત ગુણ સુગંધવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તે એક ગુણ સુગંધવાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે યાવત્ અનંતગુણ સુગંધવાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. આ જ રીતે તે એક ગુણ દુર્ગધવાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે યાવત્ અનંત ગુણ દુર્ગધવાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે.
५५ जाई भंते ! भावओ रसमंताई गेण्हइ, ताई कि एगरसाई गेण्हइ जाव किं पंचरसाइं गेण्हइ? गोयमा ! गहणदव्वाइं पडुच्च एगरसाई पिगेण्हइ जावपंचरसाइंपि गेण्हइ, सव्वगहणं पडुच्च णियमा पंचरसाइं गेण्हइ । ભાવાર્થ -પ્રશ્ન– હે ભગવન્! જીવ ભાવથી રસવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું એક રસવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે યાવતુ પાંચ રસવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! ગ્રહણ દ્રવ્યોની અપેક્ષાએ તે એક રસવાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે યાવતું પાંચ રસવાળા ભાષા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને સર્વ ગ્રહણની અપેક્ષાએ નિયમાં પાંચ રસવાળા ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે.
५६ जाई भंते ! रसओ तित्तरसाइं गेण्हइ, ताई कि एगगुणतित्तरसाइं गेण्हइ जाव अणंतगुणतित्तरसाइं गेण्हइ ? गोयमा ! एगगुणतित्तरसाइं पिगेण्हइ जाव अणंतगुणतित्तरसाइं पि गेण्हइ । एवं जाव महुरो रसो ।