________________
| અગિયારમાં પદ: ભાષા
_.
પ
[ ૧૫૭]
હે ગૌતમ! જીવ એક પ્રદેશી દ્રવ્યોને યાવત્ અસંખ્યાત પ્રદેશ દ્રવ્યોને ગ્રહણ કરતા નથી પરંતુ અનંતપ્રદેશી દ્રવ્યોને ગ્રહણ કરે છે.
४८ जाई भंते ! खेत्तओ ताई किं एगपएसोगाढाइं गेण्हइ दुपएसोगाढाइं गेण्हइ जाव असंखेज्जपएसोगाढाई गेण्हइ ? गोयमा ! णो एगपएसोगाढाई गेण्हइ जावणो संखेज्ज पएसोगाढाइं गेण्हइ असंखेज्जपएसोगाढाई गेण्हइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ જે સ્થિત દ્રવ્યોને ક્ષેત્રથી ગ્રહણ કરે છે, તે શું એક પ્રદેશાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે, દ્વિ પ્રદેશાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જીવ એક પ્રદેશાવગાઢ દ્રવ્યોને યાવત્ સંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરતા નથી પરંતુ અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે. ४९ जाइं भंते ! कालओ गेण्हइ, ताइं किं एगसमयढिईयाइं गेण्हइ, दुसमयठिईयाई गेण्हइ जाव असंखेज्जसमयठिईयाई गेण्हइ ? गोयमा ! एगसमयठिईयाई पि गेण्हइ, दुसमयठिईयाई पि गेण्हइ, जाव असंखेज्जसमयठिईयाई पिगेण्हइ । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જીવ જે સ્થિત ભાષા દ્રવ્યોને કાળથી ગ્રહણ કરે છે, તે શું એક સમયની સ્થિતિવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, એ સમયની સ્થિતિવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે એક સમયની સ્થિતિવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, બે સમયની સ્થિતિવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે યાવત અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. ५० जाइं भंते ! भावओ गेण्हइ ताई किं वण्णमंताई गेण्हइ, गंधमंताई गेण्हइ, रसमंताई गेण्हइ, फासमंताई गेण्हइ ? गोयमा ! वण्णमंताई पिगेण्हइ जाव फासमंताई पिगेण्हइ। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! જીવ જે સ્થિત દ્રવ્યોને ભાવથી ગ્રહણ કરે છે, તે શું વર્ણવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, ગંધવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે, રસવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે કે સ્પર્શવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે વર્ણવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, ગંધવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે થાવત્ સ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. ५१ जाई भंते ! भावओ वण्णमंताई गेण्हइ, ताई किं एगवण्णाइं गेण्हइ जावपंचवण्णाई गेण्हइ? गोयमा ! गहणदव्वाइं पडुच्च एगवण्णाई पिगेण्हइ जावपंचवण्णाई पिगेण्हइ, सव्वग्गहणं पडुच्च णियमा पंचवण्णाई गेण्हइ, तं जहा- कालाई णीलाई लोहियाई हालिद्दाइं सुक्किलाइं। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ ભાવથી જે વર્ણવાળા દ્રવ્યોને ગ્રહણ કરે તે શું એક વર્ણવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે યાવત પાંચ વર્ણવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! ગ્રહણ દ્રવ્યોની અપેક્ષાએ તે એક વર્ણવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે યાવતુ પાંચ વર્ણવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને સર્વ ગ્રહણની અપેક્ષાએ તે નિયમા પાંચ વર્ણવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે. જેમ કે- કાળા, નીલા, લાલ, પીળા અને સફેદ.