________________
અગિયારમું પદ : ભાષા
(૫) અજીવ મિશ્રિત – શંખના ઢગલામાં મરેલા શંખ ઘણા હોય અને જીવિત અલ્પ હોય, તેને જોઈને કહે કે આ મોટો મરેલાનો ઢગલો છે. આ ભાષા અજીવ મિશ્રિત ભાષા છે.
૫૧
(૬) જીવાજીવ મિશ્રિત– શંખના ઢગલામાં જીવિત મૃતકની સંખ્યા અનિયત હોવા છતાં નિશ્ચિતરૂપે કહી દે કે આ ઢગલામાં પચાસ મૃતક છે અને પચાસ જીવિત છે. તે ઢગલામાં જીવિત અને મૃતકની વિદ્યમાનતા સત્ય છે પણ સંખ્યા નિશ્ચિત કહેવી મા છે.
(૭) અનંત મિશ્રિત – મૂળા, ગાજર આદિ અનંતકાયની સાથે કોઈક પ્રત્યેક વનસ્પતિ હોય તેમ છતાં કહે કે આ બધા અનંતકાયિક છે જેમ કે પાન સહિત મૂળો હોય તો આખાને અનંતકાયિક કહે,
(૮) પરિત્ત(પ્રત્યેક) મિશ્રિત– પ્રત્યેક વનસ્પતિકાયિકની સાથે થોડી અનંતકાયિક વનસ્પતિ હોય તો પણ કહે કે આ બધી પ્રત્યેક વનસ્પતિકાવિક છે. આ પરિત્ત મિશ્રિત ભાષા છે.
(૯) અહ્વા મિશ્રિત– અહ્વા એટલે કાળ. અહીં અહ્વા શબ્દથી દિવસ કે રાત્રિ અર્થ ગ્રહણ થાય છે. તે બંનેનું મિશ્રણ કરીને કહેવું તે અદ્રા મિશ્રિત ભાષા છે. જેમ કે– હજુ દિવસ શેષ હોય ત્યારે કહે કે રાત પડી ગઈ અને રાત્રિ શેષ હોવા છતાં કહે ઊઠો સૂર્યોદય થઈ ગયો.
(૧૦) અહ્વાહા મિશ્રિત— અહ્વાહ્વા એટલે દિવસ કે રાત્રિના એક દેશને તે અંશોમાં મિશ્રણ કરીને બોલવું તે અહાહા મિશ્રિત ભાષા છે. જેમ કે– હજુ પહેલો પહોર ચાલતો હોય તો કોઈ ઉતાવળ કરાવવાની દષ્ટિએ કહે કે જલ્દી ચાલ, મધ્યાહ્ન થઈ ગયો.
અપર્યાપ્તિકા વ્યવહાર ભાષાના બાર પ્રકાર ઃ
(૧) આમંત્રણી- હે દેવદત્ત !, આ પ્રકારની સંબોધન રૂપ ભાષા.
(૨) આજ્ઞાપની– આ કાર્ય કરો, ઊભા થાઓ, આ પ્રકારની આજ્ઞાકારી ભાષા.
(૩) યાચની— મને આ વસ્તુ આપો, અમે અહીં રહીએ, આ પ્રકારની યાચનાકારી ભાષા.
(૪) પૃચ્છની– આ શબ્દનો અર્થ શું છે ? આ રીતે પૂછવા રૂપ ભાષા.
(૫) પ્રજ્ઞાપની– અહિંસાના પાલનથી નીરોગી કાયા મળે છે, આ પ્રકારની ઉપદેશાત્મક ભાષા. (૬) પ્રત્યાખ્યાની– પચ્ચક્ખાણ કરવા-કરાવવા રૂપ ભાષા અથવા માંગનારને ના પાડવા રૂપ ભાષા. (૭) ઇચ્છાનુલોમા— કાર્યારંભ માટે કોઈ પૂછે ત્યારે કહે- જેવી તમારી ઇચ્છા, આ પ્રકારની બીજાને સુખપ્રદ, અનુકૂળ, સન્માન સૂચક ભાષા.
(૮) અનભિગૃહિતા ઘણા કાર્ય સમયે કોઈ પૂછે કે કયું કાર્ય કરું ? ત્યારે કહે કે જે ઠીક લાગે તે કરો, આ પ્રકારની અનિર્ણયાત્મક ભાષા.
(૯) અભિગૃહિતા— ઘણા કાર્ય સમયે કોઈ પૂછે કે કયું કાર્ય કરું ? ત્યારે કહે કે આ કાર્ય કરો, આ કાર્ય ન કરો, આ પ્રકારની નિર્ણયાત્મક, નિશ્ચયાત્મક ભાષા.
(૧૦) સંશયકારિણી— સંધવ શબ્દના ઘોડો, મીઠું, વસ્ત્ર, પુરુષ વગેરે અનેક અર્થ થાય છે. તેના પ્રયોગપૂર્વક