________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨
વિવેક ભૂલી જાય છે, તેથી ક્રોધમાં સત્ય કે અસત્ય ગમે તે ભાષાનો પ્રયોગ થાય, તે અસત્ય જ ગણાય છે; કારણ કે તેમાં તેનો આશય દુષ્ટ છે.
૧૫૦
=
(૨) માન નિઃસૃત :– અભિમાનમાં બોલાયેલી ભાષા માન નિઃસૃત અસત્ય ભાષા છે. જેમ કે– પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરવા કોઈ અભિમાનપૂર્વક કહે કે “અમે કાંઈ જેવા તેવા નથી, મારા દાદા પણ અબજોપતિ હતા'. અહંકારથી બોલાયેલી ભાષા અસત્ય છે.
(૩) માયા નિઃસૃત :– માયા-કપટપૂર્વક બોલાયેલી ભાષા માયા નિઃસૃત અસત્ય ભાષા છે. જેમ કેપોતાના વ્યાપારમાં ભાગ ન પડે તેવા ભાવથી કહેવું કે ‘આ વ્યાપારમાં ઘણું જોખમ છે.’
(૪) લોભ નિઃસૃત :– લોભથી બોલાયેલી ભાષા લોભ નિઃસૃત અસત્ય છે. જેમ કે વસ્તુના વેંચાણ માટે લોભ બુદ્ધિથી કહેવું કે મારો માલ સો એ સો ટકા સારો છે.’
(૫) પ્રેય નિઃસૃત ઃ– રાગને વશ થઈને બોલાયેલી ભાષા પ્રેય નિઃસૃત અસત્ય ભાષા છે. જેમ કે પોતાની અનુરાગી વ્યક્તિને કહેવું કે “હું તમારો દાસ છું”.
(૬) દ્વેષ નિઃસૃતઃ– દ્વેષથી બોલાયેલી ભાષા દ્વેષ નિઃસૃત અસત્યભાષા છે, જેમ કે દ્વેષ બુદ્ધિથી તીર્થંકરાદિ સત્ પુરુષોના અવર્ણવાદ બોલવા.
(૭) હાસ્ય નિઃસૃત :– હાસ્યમાં બોલાયેલી ભાષા હાસ્ય નિઃસૃત અસત્ય ભાષા છે. જેમ કે કોઈની મશ્કરી કરતાં અસત્ય ભાષણ કરવું.
(૮) ભય નિઃસૃત :– ડરથી બોલાયેલી ભાષા ભય નિઃસૃત અસત્ય ભાષા છે.
:
(૯) આખ્યાયિકા નિઃસૃત – કાલ્પનિક કથાનકને સત્ય કહેવું તે આખ્યાયિકા નિઃસૃત અસત્ય ભાષા છે. કથા વાર્તા કહેતાં અતિશયોક્તિ કરતાં અસત્ય કથન કરવું.
(૧૦) ઉપઘાત નિઃસૃત :– અન્ય જીવોનો ઉપઘાત થાય તેવા આક્ષેપાત્મક વચનો બોલવા જેમ કે તું ચોર છે.
આ દશ પ્રકારના અસત્ય ભાષાના સ્વરૂપને જોતાં સ્પષ્ટ થાય છે કે કાયવશ બોલાયેલી ભાષા અથવા દુષ્ટ આશયથી બોલાયેલી ભાષા સત્ય હોય કે અસત્ય, તોપણ તે અસત્ય ભાષા કહેવાય છે.
અપર્ચાપ્તિકા મિશ્ર ભાષાના દશ પ્રકાર ઃ
(૧) ઉત્પન્ન મિશ્રિત ઃ– ઉત્પત્તિના વિષયમાં સત્ય-અસત્ય બંને ભાષાનું મિશ્રણ કરવું, જેમ કે— ગામમાં કેટલાક બાળકોનો જન્મ થયો હોય. તેની ચોક્કસ સંખ્યાનું જાણપણું ન હોય તેમ છતાં કહી દેવું કે આજે દશ બાળકોનો જન્મ થયો છે. આ કથનમાં બાળકોનો જન્મ થયો છે તેટલો અંશ સત્ય છે પરંતુ દશ સંખ્યાનું કથન અસત્ય છે. આ રીતે સત્ય-અસત્ય બંને ભાષાનું મિશ્રણ હોવાથી તેને મિશ્ર ભાષા કહે છે. તે રીતે દશે પ્રકારમાં સમજવું.
(૨) વિગત મિશ્રિત :– મૃત્યુના વિષયમાં સત્ય-અસત્ય ભાષાનું મિશ્રણ કરવું, તે વિગત મિશ્રિત મિશ્ર ભાષા છે. જેમ કે મૃત્યુ આંક ખબર ન હોવા છતાં કહે કે આજે દસ મૃત્યુ થયા.
(૩) ઉત્પન્ન-વિગત મિશ્રિત– જન્મ અને મૃત્યુ બંનેની સંખ્યામાં ઓછા કે અધિક કહેવા.
(૪) જીવ મિશ્રિત– શંખાદિનો ઢગલો હોય, જેમાં જીવતા શંખ ઘણા હોય અને મરેલા ઓછા હોય પણ ઢગલો જોઈને કહે કે આ મોટો જીવનો ઢગલો છે. તે જીવ મિશ્રિત ભાષા છે.
એ