________________
અગિયારમું પદ : ભાષા
(૩) સ્થાપના સત્ય :- સદેશ, વિસદેશ આકારવાળી કોઈ વસ્તુમાં અન્ય વસ્તુની સ્થાપના કરીને, સ્થાપિત વસ્તુના નામથી ઓળખવામાં આવે, તો તે ભાષા ‘સ્થાપના સત્ય' કહેવાય છે. સ્થાપના સત્યના બે પ્રકાર છે– સદ્ભાવ સ્થાપના અને અસદ્ભાવ સ્થાપના. સદ્ભાવ સ્થાપના જેની સ્થાપના કરવી હોય, તેના જેવો જ આકાર બનાવીને સ્થાપના કરવી. જેમ કે ઘોડાના આકારનું રમકડું બનાવી તેને ઘોડો કહેવો, તે સદ્ભાવ સ્થાપના છે. અસદ્ભાવ સ્થાપના— જેની સ્થાપના કરવી હોય, તેના આકાર આદિની અપેક્ષા રાખ્યા વિના ગમે તેમાં સ્થાપના કરવી. જેમ કે કોઈ પત્થરને સિંદૂર લગાડી તેને શીતળા માતા કહેવા, તે અસદ્ભાવ સ્થાપના છે.
૧૪૯
(૪) નામ સત્ય– ગુણની અપેક્ષા રાખ્યા વિના જે નામ માત્રથી સત્ય હોય, તેને નામ સત્ય કહે છે. જેમ કે મહાવીર સ્વામીના ગુણ ન હોવા છતાં મહાવીર નામની વ્યક્તિને મહાવીર નામથી બોલાવવી.
(૫) રૂપ સત્ય– વેશ જોઈને તદ્નુરૂપ શબ્દપ્રયોગ કરવો અર્થાત્ વેશ માત્રથી જે સત્ય હોય તેને ‘રૂપ સત્ય’ કહે છે. જેમ કે સાધુનો વેશ ધારણ કરનાર બહુરૂપીયાને સાધુ કહેવું.
(૬) પ્રતીત્ય સત્ય– અન્યની અપેક્ષાએ સત્ય હોય તે પ્રતીત્ય સત્ય છે. જેમ કે અનામિકા આંગળીને ટચલી આંગળીની અપેક્ષાએ લાંબી અને મધ્યમ(બીજી) આંગળીની અપેક્ષાએ ટૂંકી કહેવી.
(૭) વ્યવહાર સત્ય– લોક વ્યવહારમાં સત્ય રૂપે પ્રસિદ્ધ હોય તે વ્યવહાર સત્ય છે. જેમ કે ‘નળ આવ્યો’ વાસ્તવિક રીતે નળ તો તે સ્થાનમાં છે જ, નળમાં પાણી આવે છે; તેમ છતાં તથાપ્રકારના શબ્દપ્રયોગથી લોકો નળમાં પાણી આવવાનો બોધ પ્રાપ્ત કરે છે, તેથી તે શબ્દપ્રયોગ વ્યવહારથી સત્ય છે. ગામ આવી ગયું, પહાડ બળે છે, વગેરે વ્યવહાર સત્યનાં ઉદાહરણ છે.
(૮) ભાવ સત્ય– ભાવથી એટલે વર્ણાદિ અથવા જ્ઞાનાદિ ગુણોમાંથી કોઈ ગુણની પ્રધાનતાથી કથન કરવું તે ભાવસત્ય છે. જેમ કે બગલામાં પાંચ વર્ણ હોવા છતાં શ્વેત વર્ણની પ્રધાનતાથી બગલાને શ્વેત કહેવો. જ્ઞાનીઓની સભામાં એકાદ વ્યક્તિ મૂર્ખ હોવા છતાં તે સભાને જ્ઞાનીની સભા કહેવી, તે ભાવ સત્ય છે. (૯) યોગ સત્ય– યોગ એટલે સંબંધ. વસ્તુના યોગથી(સંબંધથી) તે વસ્તુનું કથન કરવું, તે યોગ સત્ય છે. જેમ કે ગુજરાતમાં રહેનારાને ગુજરાતી કહેવાય, પરંતુ તે વ્યક્તિ ગુજરાતની બહાર ગમે તે ક્ષેત્રમાં હોય તો પણ તે ગુજરાતનો વતની હોવાથી ગુજરાતી કહેવો. દંડના સંબંધી(દંડ ધારણ કરનારને) ઠંડી કહેવો. (૧૦) ઉપમા સત્ય– ઉપમા આપીને કથન કરવું એટલે ઉપમાની અપેક્ષાએ જે સત્ય હોય તે ઉપમા સત્ય છે, જેમ કે આ સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું છે. સ્ત્રીના મુખમાં ચંદ્ર જેવી સૌમ્યતા વગેરે ગુણોની સમાનતા હોવાથી ચંદ્રની ઉપમાથી તેને ‘ચંદ્રમુખી' કહેવું, સિંહ જેવા શૌર્યવાળી વ્યક્તિને ‘કૈસરી' કહેવું.
ઉપમા સત્યના ચાર પ્રકાર છે. (૧) સતને સની ઉપમા. આ પુત્ર તેના પિતા જેવો જ છે. (૨) સતુને અસન્ની ઉપમા નારકી, દેવતાનું આયુષ્ય, પલ્યોપમ અને સાગરોપમ પ્રમાણ છે. અહીં આયુષ્ય સત્ છે પરંતુ તેના માટે વપરાયેલી પલ્યોપમ કે સાગરોપમની ઉપમા અસત્ છે. (૩) અસને સત્ની ઉપમા પીપળ પાન ખરંતા, હસતી કૂપળિયા; અમ વીતી તુમ વીતશે, ધીરી બાપુડીયા. અહીં પાન અને કૂંપળનો સંવાદ અસત્ છે, કારણ કે વનસ્પતિમાં તથાપ્રકારનો વાર્તાલાપ થતો નથી પરંતુ જે કથન છે તે સત્ છે, (૪) અસતને અસતુની ઉપમા— ઘોડાના શીંગડા ગધેડા જેવા છે, અહીં ઉપમા અને ઉપમેય બંને અસત્ છે.
પર્યાપ્તિકા મૃષા ભાષાના દશ પ્રકાર :(૧) ક્રોધ નિઃસૃત
– ક્રોધના આવેશમાં બોલાયેલી ભાષા ક્રોધ નિઃસૃત અસત્ય ભાષા છે. ક્રોધી વ્યક્તિ