________________
[ ૧૪૮ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
गोयमा !दसविहा पण्णत्ता, तंजहा- उप्पण्णमिस्सिया, विगयमिस्सिया, उप्पण्णविगयमिस्सिया, जीवमिस्सिया, अजीवमिस्सिया, जीवाजीवमिस्सिया, अणंतमिस्सिया, परित्त मिस्सिया, अद्धामिस्सिया, अद्धद्धामिस्सिया । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! મિશ્ર અપર્યાપ્તિકા ભાષાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્પન્ન મિશ્રિત, (૨) વિગત મિશ્રિત, (૩) ઉત્પન્ન-વિગત મિશ્રિત, (૪) જીવ મિશ્રિત, (૫) અજીવ મિશ્રિત, (૬) જીવાજીવ મિશ્રિત (૭) અનંત મિશ્રિત (૮) પરિત્ત મિશ્રિત, (૯) અદ્ધા મિશ્રિત અને (૧૦) અદ્ધાદ્ધા મિશ્રિત. ३६ असच्चामोसा णं भंते ! भासा अपज्जत्तिया कइविहा पण्णत्ता ? गोयमा ! दुवालसविहा पण्णत्ता, तं जहा -
आमंतणी आणमणी, जायणी तह पुच्छणी य पण्णवणी । पच्चक्खाणी भासा, भासा इच्छाणुलोमा, य ॥ अणभिग्गहिया भासा, भासा य अभिग्गहम्मि बोद्धव्वा ।
संसयकरणी भासा, वोयडा अव्वोयडा चेव ॥ ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! વ્યવહાર અપર્યાણિકા ભાષાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના બાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે- ગાથાર્થ- (૧) આમંત્રણી, (૨) આજ્ઞાપની, (૩) યાચની, (૪) પૃચ્છની, (૫) પ્રજ્ઞાપની, (૬) પ્રત્યાખ્યાની, (૭) ઇચ્છાનુલોમા ભાષા, () અનભિગૃહિતા ભાષા, (૯) અભિગૃહિતા ભાષા, (૧૦) સંશયકરણી ભાષા, (૧૧) વ્યાકૃત ભાષા અને (૧૨) અવ્યાકૃત ભાષા. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પર્યાપ્તિકા અને અપર્યાપ્તિકા ભાષાના ભેદ-પ્રભેદોનું નિરૂપણ છે. પર્યાણિકા ભાષા :- જે ભાષા નિશ્ચિતરૂપે અને સ્પષ્ટપણે બોધ કરાવી શકે છે, તે ભાષા પર્યાપ્તિકા ભાષા કહેવાય છે. સત્ય ભાષા અને અસત્ય ભાષા પર્યાપ્તિકા ભાષા છે. આ બે ભાષાથી સત્ય રૂપે કે અસત્યરૂપે પદાર્થનો ચોક્કસ પ્રકારે બોધ થાય છે. અપર્યાપ્તિકા ભાષા– જે ભાષા સત્ય-અસત્યથી મિશ્રિત રૂપ હોવાથી તેમજ સત્ય-અસત્ય બંનેના પ્રતિષેધ રૂપ હોવાથી પદાર્થનો ચોક્કસ પ્રકારે બોધ કરાવી શકે નહીં, તે અપર્યાપ્તિકા ભાષા કહેવાય છે. મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા અપર્યાપ્તિકા ભાષા છે. સત્ય-પર્યાપ્તિકા ભાષાના દશ ભેદઃ(૧) જનપદ સત્ય :- જનપદ એટલે દેશ. ભિન્ન-ભિન્ન દેશ, પ્રાન્ત કે પ્રદેશોમાં વસ્તુના બોધ માટે જે ભાષાનો પ્રયોગ થતો હોય તે પ્રસિદ્ધ થયેલી ભાષા જનપદ સત્ય કહેવાય છે. જેમ કે કોંકણ દેશમાં પાણી માટે પિન્નશબ્દ પ્રયોગ થાય છે. પિન્નશબ્દ પ્રયોગથી તે દેશના લોકોને પાણીનો બોધ ચોક્કસપણે થઈ જાય છે, તેથી તે જનપદ સત્ય છે. (૨) સંમત સત્ય :- સંમત્ત એટલે માન્ય. લોકોએ માન્ય કરેલી ભાષા, લોક પ્રસિદ્ધ ભાષા “સંમત્ત સત્ય” છે. જેમ કે શેવાળ અને કમળ બંને કીચડમાં ઉત્પન્ન થાય છે તેમ છતાં પંકજ શબ્દપ્રયોગ કમળ માટે જ પ્રસિદ્ધ થયેલો છે, તે સંમત સત્ય છે.